રેડિયોએક્ટિવ પાણી દરિયામાં છોડાયા બાદ ત્યાંનુ સી ફૂડ ખાઈને જાપાનના નિર્ણયને સમર્થન આપશે અમેરિકી રાજદૂત

સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય વિરોધ વચ્ચે જાપાને ગત તા. 24મી ઓગષ્ટથી ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટનું 133 કરોડ લીટર રેડિયોએક્ટિવ પાણી 30 વર્ષ સુધી ટ્રીટમેન્ટ આપીને દરિયામાં છોડવાના પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી હતી. જાપાનનો આ નિર્ણય સલામતી અને પ્રદૂષણના હેતુથી ખૂબ જ ચિંતાજનક છે. જોકે જાપાન સતત પોતે આ પાણીને ટ્રીટમેન્ટ આપ્યા બાદ જ દરિયામાં છોડી રહ્યું […]

Share:

સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય વિરોધ વચ્ચે જાપાને ગત તા. 24મી ઓગષ્ટથી ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટનું 133 કરોડ લીટર રેડિયોએક્ટિવ પાણી 30 વર્ષ સુધી ટ્રીટમેન્ટ આપીને દરિયામાં છોડવાના પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી હતી. જાપાનનો આ નિર્ણય સલામતી અને પ્રદૂષણના હેતુથી ખૂબ જ ચિંતાજનક છે. જોકે જાપાન સતત પોતે આ પાણીને ટ્રીટમેન્ટ આપ્યા બાદ જ દરિયામાં છોડી રહ્યું છે તેવી સ્પષ્ટતા કરતું રહ્યું છે.

ફુકુશિમાની મુલાકાત દરમિયાન સી ફૂડ ખાશે અમેરિકી રાજદૂત

આ બધા વચ્ચે જાપાનમાં યુએસના રાજદૂત રેહમ ઈમેન્યુઅલે જાપાનના પ્રોજેક્ટમાં પોતાનો વિશ્વાસ જાહેર કરવા માટે એક ખૂબ જ ચોંકાવનારી જાહેરાત કરી છે. અમેરિકી રાજદૂત રેહમ ઈમેન્યુઅલે પોતે આગામી 31 ઓગષ્ટના રોજ ફુકુશિમાની મુલાકાત લેશે અને જાહેરમાં ત્યાંના જળાશયની માછલીનું સેવન કરશે તેમ જણાવ્યું હતું. 

જાપાનના નિર્ણય મામલે પ્રદૂષણની ચિંતા દૂર કરવા અને જાપાનના સી ફૂડ (દરિયાઈ ખાદ્યજીવો) પ્રત્યેનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે અમેરિકી રાજદૂત ઈમેન્યુઅલે પોતે ફુકુશિમા વિસ્તારની રેસ્ટોરામાં ત્યાંના દરિયાઈ વિસ્તારમાંથી પકડાયેલી માછલી ખાશે તેમ જાહેર કર્યું છે. ઈમેન્યુઅલના મતે તેમનું આ પગલું લોકોના મનમાં સી ફૂડ સુરક્ષિત હોવાનો વિશ્વાસ જગાવશે.  

જોકે ગ્રીનપીસ દ્વારા જાપાનના દરિયામાં પાણી છોડવાના નિર્ણયને ઈરાદાપૂર્વકનું પ્રદૂષણ સમાન ગણાવાયો છે. 

જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ

હકીકતે 11 માર્ચ, 2011ના રોજ જાપાનમાં 9.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને સમુદ્રની પ્લેટ ખસી જવાના કારણે સુનામી પણ આવી હતી. ભૂકંપના આંચકા બાદ ફુકુશિમામાં દરિયા કિનારે બનાવાયેલા ન્યૂક્લિયર પ્લાન્ટના રિએક્ટર બંધ કરી દેવામાં આવ્યા હતા. રિએક્ટરના કૂલિંગ માટે જનરેટર શરૂ કરવામાં આવ્યા હતા. ઈમર્જન્સી જનરેટર ગરમ રિએક્ટરને ઠંડુ પાડે તે પહેલા જ પ્લાન્ટમાં પાણી ધસી આવ્યું હતું. 

આ કારણે ઈમરજન્સી રિએક્ટર બંધ થઈ ગયેલું અને ગરમ રિએક્ટર પીગળવાના કારણે ન્યૂક્લિયર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટો થવા લાગ્યા હતા. ત્યાર બાદ અનેક મહિનાઓ સુધી ન્યૂક્લિયર રિએક્ટર્સમાં ચેઈન રિએક્શન થતું રોકવા તેને દરિયાના 133 કરોડ લીટર પાણીથી ઠંડુ રાખવામાં આવ્યું હતું. જેથી 64 જેટલા રેડિયોએક્ટિવ મટિરીયલ પાણીમાં ભળી ગયા હતા. 

UNની ન્યૂક્લિયર મોનિટરિંગ સંસ્થા દ્વારા જાપાનની યોજનાને મંજૂરી અપાયા બાદ જાપાને 24 ઓગષ્ટથી 30 વર્ષ સુધી દરરોજ 5 લાખ લીટર રેડિયોએક્ટિવ પાણી સમુદ્રમાં છોડવાનું શરૂ કર્યું છે. 

જાપાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટના રેડિયોએક્ટિવ પાણીનું ફિલ્ટરિંગ કરવામાં આવ્યું છે અને રેડિયોએક્ટિવ આઈસોટોપ ટ્રીટિયમ દૂર ન થઈ શકે માટે તેને પાતળું કરીને સુરક્ષિત કરવામાં આવ્યું છે.