US Attacked Syria: સેલ્ફ ડિફેન્સનું કારણ આપી અમેરિકાનો ઈરાન પર હુમલો

US Attacked Syria: હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ સીરિયા પર હુમલો (US Attacked Syria) કર્યો છે. અમેરિકાએ પૂર્વીય સીરિયામાં આતંકવાદીઓના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરીને જોરદાર બોમ્બમારો કર્યો છે.  US Attacked Syria અમેરિકી સંરક્ષણ મંત્રાલયે આતંકવાદીઓ દ્વારા અમેરિકી મથકો પર કરવામાં આવતા હુમલા બાદ આત્મરક્ષા માટે હુમલો કરવામાં આવ્યો હોવાનું કારણ […]

Share:

US Attacked Syria: હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ સીરિયા પર હુમલો (US Attacked Syria) કર્યો છે. અમેરિકાએ પૂર્વીય સીરિયામાં આતંકવાદીઓના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરીને જોરદાર બોમ્બમારો કર્યો છે. 

US Attacked Syria

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે આતંકવાદીઓ દ્વારા અમેરિકી મથકો પર કરવામાં આવતા હુમલા બાદ આત્મરક્ષા માટે હુમલો કરવામાં આવ્યો હોવાનું કારણ રજૂ કર્યું છે. અમેરિકાના કહેવા પ્રમાણે ઈરાન (Iran)ના ઈશારે તેમના પર આ પ્રકારના આતંકવાદી હુમલા થઈ રહ્યા હતા. 

એક તરફ ઈઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેવામાં આ નવા મોરચે હુમલાની ઘટના સામે આવી છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા ખુલીને ઈઝરાયલનો સાથ આપી રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે શુક્રવારે અમેરિકી સેનાએ પૂર્વીય સીરિયામાં ઈરાન (Iran)ના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે સંકળાયેલા 2 મથકો પર હવાઈ હુમલો કર્યો હતો. 

વધુ વાંચો: ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે તેવી ઈઝરાયલની માગણી

રાષ્ટ્રપતિના આદેશ પર સ્ટ્રાઈક

પેન્ટાગોનના નિવેદન પ્રમાણે “આજે રાષ્ટ્રપતિ બાઈડનના નિર્દેશ પર અમેરિકી સૈન્ય દળોએ પૂર્વીય સીરિયામાં ઈરાન (Iran)ના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને તેના સાથે સંબંધિત આતંકવાદી મથકો પર આત્મરક્ષા માટે હુમલા કર્યા છે. આ એ હુમલાઓનો જવાબ છે જે ઈરાનના ઈશારે ઈરાક અને સીરિયામાં રહેલા આતંકવાદી સંગઠનો અમેરિકી સૈન્ય દળો પર કરી રહ્યા હતા.”

અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિને આ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે, આત્મરક્ષા માટેના આ હુમલા 17 ઓક્ટોબરના રોજ શરૂ થયેલા ઈરાન સમર્થિત મિલિશિયા સમૂહો દ્વારા ઈરાક અને સીરિયામાં અમેરિકી કર્મીઓ સામેના અને મોટા ભાગના અસફળ હુમલાઓની એક શૃંખલાની પ્રતિક્રિયા છે. 

વધુ વાંચો: ભારતે UNSCમાં પેલેસ્ટાઈનને માનવીય સહાય આપવા અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો 

અમેરિકી કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થયું

આ સાથે જ તેમણે હુમલાઓ દરમિયાન એક અમેરિકી કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થયું હોવાની અને 21 અમેરિકી સૈન્ય કર્મીઓને સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી આપી હતી. સાથે જ તે તમામ સૈનિકો ફરજ પર પરત લાગી ગયા હોવાનું પણ ઉમેર્યું હતું. ઓસ્ટિને જણાવ્યું હતું કે, આ કાર્યવાહીથી સમજી શકાય છે કે, રાષ્ટ્રપતિ બાઈડન માટે અમેરિકી સુરક્ષાકર્મીઓની સુરક્ષાથી મોટી કોઈ પ્રાથમિકતા નથી. 

આ સાથે જ ઓસ્ટિને અમેરિકા આ પ્રકારના હુમલાઓ સહન નહીં કરે અને પોતાનું, પોતાના કર્મચારીઓ અને પોતાના હિતોનું રક્ષણ કરશે તેમ પણ જણાવ્યું હતું. વ્હાઈટ હાઉસ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ અમેરિકાએ સીરિયા પર હુમલો (US Attacked Syria) કર્યો તેને ઈઝરાયલ-હમાસ સંઘર્ષથી અલગ ગણાવીને તે યુદ્ધ મામલે અમેરિકાના દૃષ્ટિકોણમાં કોઈ પરિવર્તન ન આવ્યું હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. 

નોંધનીય છે કે, હાલ ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં લેબનોન, ઈરાન, સીરિયા દ્વારા હમાસને સમર્થન આપવામાં આવ્યું છે.