'ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહે છે ડેટિંગ', બંને દેશોના સંબંધ પર USના રાજદૂતનો જવાબ

India-US Relations: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો છેલ્લાં કેટલાંક વર્ષોમાં એટલા માટે વધ્યા છે, કારણ કે ચીન સામે લડવા માટે વોશિંગ્ટનને એક મજબૂત સહયોગીની જરુર છે. એટલા માટે હવે તેઓ ભારતના વખાણ કરી રહ્યાં છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધ પર રાજદૂતનું મોટુ નિવેદન
  • અમેરિકાના રાજદૂતે કહ્યું, ભારત અને યુએસ વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું છે
  • અમે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માગીએ છીએ

India-US Relations: છેલ્લાં કેટલાંક દશકોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. રક્ષાની વાત હોય કે વેપારની હોય, બંને દેશો એકબીજાની નજીક આવ્યા છે. અમેરિકા પણ આ વાતને વારંવાર કહે છે. આ દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધો દુનિયા માટે સત્યની શક્તિની છે. ભવિષ્યમાં પણ બંને દેશોના આ સંબંધોને સારી રીતે જાળવા રાખવા માટે અમે સકારાત્મક છીએ. કાર્નેગીના ગ્લોબલ ટેક સમિટ 2023માં ગાર્સેટીએ કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો ઝડપથી મજબૂત બની રહ્યાં છે. 

શું કહ્યું રાજદૂતે?
એરિક ગાર્સેટીએ ભારત અને અમેરિકાના સંબંધ પર વાત કરતા કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધ લાંબા સમયથી આપણા ફેસબુક સ્ટેટસ જેવા હતા. જેમાં આપણે કંઈક લખતા હતા. પણ હવે ભારત અને અમેરિકા ડેટિંગ કરી રહ્યું છે. અમે વિચારી રહ્યાં છીએ કે અમારે એક સાથે આવવું જોઈએ. જેથી ભવિષ્યમાં સંબંધો વધુ મજબૂત બની શકે. 

પ્રેમસંબંધથી શક્ય 
અમેરિકાના રાજદૂતે આગળ જણાવ્યું કે, અમારા સંબંધમાં એક સકારાત્મક રોમાટિંક સ્પષ્ટતા છે. પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માગીએ છીએ. જો કોઈની વચ્ચે પ્રેમસંબંધ હોય તો તે સામેની વ્યક્તિની દરેક વાતને સકારાત્મક તરીકે લે છે. ભલે પછી સામેની વ્યક્તિ ગમે તે કહે. જે દર્શાવે છે કે, ભારત અને અમેરિકાના સંબંધ કેવી રીતે મજબૂત બન્યા અને આગળ વધ્યાં. મહત્વનું છે કે, એક તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ પીએમ મોદીની ભારોભાર પ્રશંસા કરી છે. તેઓએ પીએમ મોદીને લઈ કહ્યું કે, પીએમ મોદીને ડરાવી ધમકાવી શકાય નહીં. તેઓ દેશ માટે સારા અને મહત્વના નિર્ણયો લે છે. દેશ હિતમાં નિર્ણય લેતા તેઓ પાછીપાની કરતા નથી.