US Green Card: અમેરિકામાં રહેતા હજારો ભારતીયો માટે ખુશખબર, EADની મહત્તમ અવધિ 5 વર્ષ વધારાઈ

US Green Card: અમેરિકાની સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે તે ગ્રીન કાર્ડ ( US green card)ની રાહ જોઈ રહેલા લોકો ઉપરાંત કેટલાક નોન ઈમિગ્રન્ટ કેટેગરી (non-immigrant categories)ના લોકોને રોજગાર સંબંધી અધિકૃતતા કાર્ડ (employment authorisation cards) પ્રદાન કરશે. અમેરિકા (America)ના આ પગલાથી ત્યાં રહેતા હજારો ભારતીયોને ફાયદો થશે. EAD 5 વર્ષ સુધી વધારાઈ અમેરિકન સિટિઝનશિપ […]

Share:

US Green Card: અમેરિકાની સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે તે ગ્રીન કાર્ડ ( US green card)ની રાહ જોઈ રહેલા લોકો ઉપરાંત કેટલાક નોન ઈમિગ્રન્ટ કેટેગરી (non-immigrant categories)ના લોકોને રોજગાર સંબંધી અધિકૃતતા કાર્ડ (employment authorisation cards) પ્રદાન કરશે. અમેરિકા (America)ના આ પગલાથી ત્યાં રહેતા હજારો ભારતીયોને ફાયદો થશે.

EAD 5 વર્ષ સુધી વધારાઈ

અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ (USCIS)ના કહેવા પ્રમાણે તે કેટલાક નોન સિટિઝન માટે ઈનીશિયલ અને રિન્યુઅલની એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ એટલે કે, ઈએડી (EAD)ની મહત્તમ માન્ય અવધિને 5 વર્ષ સુધી વધારી રહ્યું છે. 

વધુ વાંચો: લખનૌમાં ભારત-ઈંગ્લેન્ડ મેચમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક હાજરી આપે તેવી શક્યતા, જાણો પ્રવાસનું કારણ

US green cardની રાહ જોઈ રહ્યા છે લોકો

એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સની મહત્તમ માન્ય અવધિને 5 વર્ષ સુધી વધારવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવા ફોર્મ I-765, રોજગાર ઓથોરાઈઝેશન માટેની અરજીની સંખ્યામાં ખૂબ જ ઘટાડો કરવાનો છે જે સંબંધિત પ્રોસેસિંગ ટાઈમ અને બેકલોગ ઘટાડવાના પ્રયત્નમાં પણ મદદરૂપ બને છે. 

જોકે એમ પણ કહેવામાં આવ્યું છે કે, નોન સિટિઝન રોજગાર ઓથોરાઈઝેશન બનાવી રાખે છે કે નહીં તે તેમના અન્ડરલાઈન્ગ સ્ટેટસ અને સ્થિતિ અને EAD ફાઈલિંગ કેટેગરી પર નિર્ભર કરે છે. મતલબ કે જો કોઈ વ્યક્તિને 5 વર્ષની મહત્તમ માન્ય અવધિ માટે સ્ટેટસ એપ્લિકેશનના પેન્ડિંગ એડજસ્ટમેન્ટના આધાર પર કેટેગરી પ્રમાણે EAD મળે અને પછી રોજગાર ઓથોરાઈઝેશન સસ્પેન્ડ કરી દેવાય તો તેમની સહાયક રોજગાર ઓથોરિટીને તેમના EAD પર લિસ્ટેડ સમાપ્તિ તિથિ પહેલા સમાપ્ત કરવામાં આવી શકે છે. 

વધુ વાંચો: IMFએ ભારતના GDP વૃદ્ધિ અનુમાનને 6.1%થી વધારીને 6.3% કર્યો

10.5 લાખથી વધુ ભારતીયોને થશે લાભ

તાજેતરના એક અભ્યાસ પ્રમાણે 10.5 લાખ કરતા પણ વધારે ભારતીયો રોજગાર આધારીત ગ્રીન કાર્ડ (Employment-based Green Card) માટે વેઈટિંગમાં છે. તે પૈકીના 4 લાખ લોકો અમેરિકા (America)ના સ્થાયી નિવાસ માટેનો દસ્તાવેજ હાથમાં આવે તે પહેલા જ મૃત્યુ પામે તેવી શ્કયતા છે. 

જાણો ગ્રીન કાર્ડ વિશે

ગ્રીન કાર્ડ એ સત્તાવાર રીતે એક સ્થાયી નિવાસ માટેનું કાર્ડ  (Permanent Resident Card) ગણાય છે જે બોલચાલની ભાષામાં PR તરીકે પણ પ્રચલિત છે. તે અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ (immigrants)ને પુરાવા તરીકે આપવામાં આવતો એક એવો દસ્તાવેજ છે જે સૂચવે છે કે, કાર્ડ ધારકને ત્યાં સ્થાયી રૂપે રહેવાનો એક વિશેષાધિકાર આપવામાં આવેલો છે. 

અમેરિકાની થિન્ક ટેન્ક કૈટો ઈનસ્ટિટ્યુટના ડેવિડ જે બિયરના અભ્યાસ પ્રમાણે, રોજગાર આધારીત ગ્રીન કાર્ડનો બેકલોગ આ વર્ષે 1.8 મિલિયનના નવા રેકોર્ડ પર પહોંચ્યો છે. બેકલોગના 1.8 મિલિયન કેસ પૈકીના આશરે 1.1 મિલિયન કેસ (63%) ભારતના છે. અન્ય આશરે 2,50,000 કેસ (14%) ચીનના છે.