અમેરિકાએ ભારતને  “સ્ટ્રાઈકર” રેન્જના આર્મ્ડ લડાકુ વાહનોની ઓફર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટનમાં અમેરિકી પ્રમુખ જો બાઈડનને મળ્યા હતા ત્યારબાદ અમેરિકાએ ભારતને “સ્ટ્રાઈકર” રેન્જના આઠ પૈડાવાળા આર્મર્ડ લડાકુ વાહનોની ઓફર કરી છે જો તેનો આપણા સૈન્યમાં સમાવેશ થાય તો દેખીતી  રીતે લશ્કરની તાકાતમાં વધારો થશે.  આ સાથે જ અમેરિકાએ  MQ-9 રીપર ડ્રોન હેઠળ GE-F414 એરક્રાફ્ટ એન્જિનનું ઉત્પાદન સંપૂર્ણપણે ભારતમાં અને ટેક્નોલોજીનું ટ્રાન્સફર કરવા […]

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટનમાં અમેરિકી પ્રમુખ જો બાઈડનને મળ્યા હતા ત્યારબાદ અમેરિકાએ ભારતને “સ્ટ્રાઈકર” રેન્જના આઠ પૈડાવાળા આર્મર્ડ લડાકુ વાહનોની ઓફર કરી છે જો તેનો આપણા સૈન્યમાં સમાવેશ થાય તો દેખીતી  રીતે લશ્કરની તાકાતમાં વધારો થશે. 

આ સાથે જ અમેરિકાએ  MQ-9 રીપર ડ્રોન હેઠળ GE-F414 એરક્રાફ્ટ એન્જિનનું ઉત્પાદન સંપૂર્ણપણે ભારતમાં અને ટેક્નોલોજીનું ટ્રાન્સફર કરવા પણ તૈયારી બતાવી છે. 

વોશિંગટન અને ભારતમાં રહેલા સૂત્રોએ જણાવ્યું કે, M777ના અપગ્રેડેશન અને સ્ટાઈકર બંને બાબતો અમેરિકા કઈ શરતો હેઠળ ઓફર કરે છે તેના ઉપર આધાર રાખે છે. સંરક્ષણ ક્ષેત્રનો આ સોદો આ મુલાકાત અંગેનો એક મહત્વનો ભાગ રહેશે કેમ કે તેમાં ભારતમાં $ 2.7 બિલિયનના ચિપ પ્લાન્ટ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેની પણ સમજૂતી કરવામાં આવી રહી છે. 

સ્ટાઈકર આર્મ્ડ વાહન જનરલ ડાયનેમિક્સ લેન્ડ સિસ્ટમ્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. ભારત તેનો ઉપયોગ કોઈપણ પ્રકારના યુદ્ધ અથવા બળવાનો ઝડપથી સામનો કરવા કરી શકે છે. 

ભારત સરકાર આત્મનિર્ભર ભારત હેઠળ આ વાહનનું ઉત્પાદન ઘર આંગણે જ કરવા ઈચ્છે છે. અમેરિકાએ ભારતની સરહદો પરના સામના માટે 155 mm M 777 હોવિત્ઝર તોપને વધુ સચોટ રીતે અને લાંબી રેન્જ માટેના દારૂગોળા માટે અપગ્રેડ કરવા ઓફર કરી છે. ભારત પાસે પહેલે થી જ 145 mm હોવિત્ઝર તોપ છે અને તેનું વજન વધુ હોવાને કારણે તેને હેલિકોપ્ટર દ્વારા ઊંચકીને અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે કોઈપણ પર્વતીય વિસ્તારમાં લઈ જઈ શકાય છે. 

જ્યારે ભારત અને અમેરિકા સાયબર સુરક્ષા અંગે પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરી રહ્યું છે ત્યારે બંને દેશોના સંબંધો વધુ મજબૂત બને અને તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ બાદ બંને દેશોના સંયુક્ત નિવેદનમાં પણ ઝલકશે. 

F-414 એરક્રાફ્ટ એન્જિનો માટે કરાર થવાની અપેક્ષા છે જેણે કારણે આગામી સમયમાં ફાઇટર્સ  તેમજ “હન્ટર -કિલર” રીપર ડ્રોનને તાકાત મળશે. જે સશસ્ત્ર ડ્રોન ધરાવનાર ચીન તરફથી ભારત સામેના પડકારનો સામનો કરશે. ભારત અમેરિકા પાસેથી 30 ડ્રોન ખરીદશે જેનાથી ભારતની હવાઈ તકાતમાં વૃદ્ધિ થશે.