અમેરિકી પોલીસે ઓહાયોમાં દુકાનમાંથી ચોરીના આરોપસર અશ્વેત ગર્ભવતી મહિલાની ગોળી મારીને હત્યા કરી

અમેરિકાના ઓહાયોમાં કારમાંથી બહાર નીકળવા ઈનકાર કરનારી અશ્વેત ગર્ભવતી મહિલાનું પોલીસના ગોળીબારથી મૃત્યુ થયું છે. જાહેર કરવામાં આવેલા બોડીકેમ ફૂટેજ દ્વારા જાણવા મળ્યું હતું કે, એક પોલીસ અધિકારીએ તેના પર ચોરીનો આરોપ લગાવીને તેને વારંવાર ગાડીમાંથી બહાર આવવા ફરજ પાડી હતી.  જોકે તાકિયા યંગ નામની અશ્વેત ગર્ભવતી મહિલા કારમાંથી બહાર નીકળવા મનાઈ કરી રહી હતી […]

Share:

અમેરિકાના ઓહાયોમાં કારમાંથી બહાર નીકળવા ઈનકાર કરનારી અશ્વેત ગર્ભવતી મહિલાનું પોલીસના ગોળીબારથી મૃત્યુ થયું છે. જાહેર કરવામાં આવેલા બોડીકેમ ફૂટેજ દ્વારા જાણવા મળ્યું હતું કે, એક પોલીસ અધિકારીએ તેના પર ચોરીનો આરોપ લગાવીને તેને વારંવાર ગાડીમાંથી બહાર આવવા ફરજ પાડી હતી. 

જોકે તાકિયા યંગ નામની અશ્વેત ગર્ભવતી મહિલા કારમાંથી બહાર નીકળવા મનાઈ કરી રહી હતી અને તેણે આગળ વધવાની તૈયારી કરી એટલે ત્યાં રહેલા અન્ય એક પોલીસ અધિકારીએ તેને કારમાંથી બહાર આવવા કહીને કારના વિન્ડશિલ્ડમાંથી ગોળી ચલાવીને તેની હત્યા કરી નાખી હતી. 

અશ્વેત ગર્ભવતી મહિલાની હત્યા બાદ પોલીસ અધિકારી રજા પર ઉતરી ગયો

વીડિયોમાં અશ્વેત ગર્ભવતી મહિલા સ્ટીયરિંગ વ્હીલ જમણી તરફ ફેરવી કાર આગળ લઈ જતી વખતે પોલીસ અધિકારીને શું તમે મને મારી નાખશો તેવો સવાલ કરતા સંભળાય છે. બાદમાં ગાડી કરિયાણાની દુકાનની ઈંટની દીવાલને અથડાઈને 50 ફૂટ જેટલી આગળ વધી હતી અને પોલીસે ડ્રાઈવર તરફનો કાચ તોડીને તાકિયાને બહાર કાઢી તબીબી સહાય આપી હતી. જોકે તબીબી સહાયના વીડિયો જાહેર નથી કરવામાં આવ્યા.

અશ્વેત ગર્ભવતી મહિલાની હત્યામાં સામેલ બંને પોલીસ અધિકારીના નામ, ઉંમર સહિતની માહિતી જાહેર નથી કરવામાં આવી અને તાકિયા પર ગોળી ચલાવનારો પોલીસ અધિકારી હાલ પેઈડ એડમિનિસ્ટ્રિવ રજા પર ઉતરી ગયો છે. જ્યારે ઘટના સ્થળે હાજર અન્ય પોલીસ અધિકારી ફરજ પર પાછો ફર્યો છે. 

મહિલાએ ચોરી નહોતી કરી 

આ સમગ્ર ઘટના બાદ મહિલાએ કરિયાણાની દુકાનમાંથી ચોરી ન કરી હોવાનું પણ સામે આવ્યું છે. એક સાક્ષી પણ સામે આવ્યો છે જેણે તે અશ્વેત ગર્ભવતી મહિલાએ દુકાનની બહાર નીકળતા પહેલા દારૂની બોટલ સ્ટોરમાં નીચે મુકી હોવાનું જણાવ્યું હતું. આ કારણે તાકિયા યંગે કારમાંથી બહાર આવવાનો ઈનકાર કર્યો હતો પરંતુ પોલીસના ગોળીબારમાં તે મારી ગઈ હતી. 

ત્યારે તાજેતરની આ ઘટના બાદ ફરી એક વખત અમેરિકન પોલસ દ્વારા અશ્વેતોની હત્યાને લઈ વ્યાપેલો રોષ ભડકી ઉઠ્યો છે. 2 વર્ષ પહેલા અમેરિકી પોલીસના હાથે જ્યોર્જ ફ્લોઈડ નામના એક અશ્વેતની હત્યા બાદ આખા દેશમાં તે ઘટનાને લઈ વિરોધ ભડકી ઉઠ્યો હતો. પ્રદર્શનકારીઓએ વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસની બહાર એકઠા થઈને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. અનેક શહેરોમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી. 

શોવિન નામના એક પોલીસ અધિકારીએ પોતાના ગોઠણથી જ્યોર્જ ફ્લોઈડનું ગળુ દબાવી દીધું હતું અને આશરે 8 મિનિટ 46 સેકન્ડ બાદ પગ હટાવ્યો ત્યારે ફ્લોઈડ મૃત્યુ પામ્યો હતો. તે ઘટના બાદ લોસ એન્જલસમાં સૌથી ખરાબ સ્થિતિ પ્રવર્તી હતી અને સ્ટેટ ઈમર્જન્સી લાગુ કરવી પડી હતી. ન્યૂયોર્કમાં 20 જેટલા પોલીસના વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.