7મી સપ્ટેમ્બરે ભારત આવશે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાતની તૈયારી

દિલ્હીમાં આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટ યોજાવાની છે. આ સમિટમાં સમગ્ર વિશ્વના અનેક દેશોના ટોચના નેતાઓ પણ સામેલ થવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પણ 7મી સપ્ટેમ્બરે દિલ્હી આવી રહ્યા છે. તેઓ 8મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. નોંધનીય છે કે, જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત […]

Share:

દિલ્હીમાં આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટ યોજાવાની છે. આ સમિટમાં સમગ્ર વિશ્વના અનેક દેશોના ટોચના નેતાઓ પણ સામેલ થવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પણ 7મી સપ્ટેમ્બરે દિલ્હી આવી રહ્યા છે. તેઓ 8મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. નોંધનીય છે કે, જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. 

7 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચશે બાઈડન

રાજધાની દિલ્હી ખાતે યોજાનારી G20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનથી લઈને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના નેતાઓ સામેલ થવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન 7મી સપ્ટેમ્બરે દિલ્હી પહોંચશે અને ભારત પણ તેમના ઉષ્માભર્યા સ્વાગત માટે તૈયાર છે. અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ બાઈડન પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ જો બાઈડન 8મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે તેની પુષ્ટી કરી હતી.

G20 સમિટમાં લેશે ભાગ

શુક્રવારના રોજ વ્હાઈટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે શનિવાર અને રવિવાર (9 અને 10 સપ્ટેમ્બર)ના રોજ રાષ્ટ્રપતિ G20 સમિટમાં સામેલ થશે. તેઓ G20 સમિટમાં સ્વચ્છ ઉર્જા અને જળવાયુ પરિવર્તન સામેની લડત સહિતના અનેક વૈશ્વિક મુદ્દાઓનો સામનો કરવા માટેના સંયુક્ત પ્રયત્નો પર ચર્ચા કરશે. 

રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા

રાષ્ટ્રપતિ જો બાઈડન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગેની ચર્ચામાં પણ સામેલ થશે. તેઓ યુક્રેનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુદ્ધના આર્થિક અને સામાજીક પ્રભાવો ઘટાડવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા સહિત ગરીબી સામેની લડત માટે વૈશ્વિક બેંક સહિતની બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતા વધારશે. 

વિયેતનામ જવા રવાના થશે જો બાઈડન

G20 સમિટ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન 10મી સપ્ટેમ્બરના રોજ વિયેતનામ જવા માટે રવાના થશે. તેઓ વિયેતનામના હનોઈ ખાતે ત્યાંના મહાસચિવ નગુયેન ફૂ ત્રોંગ અને અન્ય પ્રમુખ નેતાઓ સાથે ચર્ચા કરશે. આ દરમિયાન અમેરિકા અને વિયેતનામ વચ્ચે સહયોગ વધારવા અંગે પણ ચર્ચા થશે. 

શી જિનપિંગના આગમનની સત્તાવાર પુષ્ટી નહીં

G20 સમિટમાં સહભાગી બનવા માટે સમગ્ર વિશ્વના નેતાઓ ભારત આવવા તત્પર છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત આગમન મુદ્દે સંશય છે. તેઓ G20 સમિટમાં જોડાશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટી નથી કરવામાં આવી. ચીને આ મામલે કોઈ સત્તાવાર જવાબ નથી આપ્યો. 

નોંધનીય છે કે, દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20 સંમેલન યોજાવાનું છે જે વિશ્વના 20 સૌથી વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રોનું આંતર સરકારી ફોરમ છે. G20 ગ્રુપના સદસ્ય દેશોની GDP કુલ વૈશ્વિક GDPના લગભગ 85 ટકા જેટલી છે.