જો બાઈડન અને નરેન્દ્ર મોદીના સંબંધોથી બંને દેશો વચ્ચેનો સબંધ મજબૂત થવાની આશા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતના બીજા દિવસે વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડને  મુલાકાતના બીજા તબક્કામાં વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ લગભગ એક મિનિટ સુધી વાતચીત […]

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતના બીજા દિવસે વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડને  મુલાકાતના બીજા તબક્કામાં વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ લગભગ એક મિનિટ સુધી વાતચીત કરતાં જોવા મળ્યા હતા ત્યારબાદ તેમણે ફોટા પડાવ્યા હતા અને તેઓએ ધૂમ સ્ટુડિયોના યુવા નર્તકો દ્વારા રજૂ કરાયેલા ભારતીય સંગીતનો આનંદ માણ્યો હતો.

હાઇ પ્રોફાઇલ સ્ટેટ ડિનર પહેલા આજે વડાપ્રધાન મોદી માટે વ્હાઇટ હાઉસમાં રાત્રી ભોજન આયોજિત કરાયું છે. જેમાં, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સૂલીવાન તેમજ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજય ડોભાલ પણ જોડાશે. 

વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે અમેરિકી પ્રથમ દંપત્તિ વડાપ્રધાનને 20મી સદીની શરૂઆતની પ્રાચીન બનાવટની બુક ગેલી ભેટ આપશે. આ ઉપરાંત તેઓ વડાપ્રધાન મોદીને અલાયદી ભેટો પણ આપશે. જેમાં બાઈડન મોદીને વિંટેજ અમેરિકન કેમેરા ભેટ આપશે. આ ઉપરાંત તેઓ તેમને વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી પર આધારીત એક પુસ્તક પણ ભેટમાં આપશે. જ્યારે જિલ બાઈડન તેમને રોબોર્ટ ફર્સ્ટની કવિતાઓના સંકલનની પ્રથમ આવૃત્તિનું હસ્તાક્ષર કરેલું પુસ્તક આપશે. 

વોશિંગટન ડીસીમાં જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ પર પહોંચ્યા બાદ ઝરમર વરસાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. આ સમયે PM મોદીએ ટ્વિટ કરતાં જણાવ્યું કે, ભારતીય સમાજના પ્રેમ અને ઈન્દ્ર દેવતાના આશીર્વાદએ તેમના આગમનને વધુ ખાસ બનાવ્યું છે.

પીએમ મોદી 21થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે. રાજકીય પ્રવાસ પર રવાના થતા પહેલા તેમણે ટ્વિટ કર્યું હતું કે, યુએસએ માટે રવાના થઈ રહ્યો છું. જ્યાં  હું ન્યુયોર્ક શહેર અને વોશિંગટન ડીસીમાં કાર્યક્રમમાં ભાગ લઈશ. જેમાં, યુએન હેડક્વાટર પર યોગ દિવસ સમારંભ, જો બાઈડન સાથે વાતચીત અને અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરવા સહિતનું ઘણું બધું છે.

તેમણે જણાવ્યું કે, અમેરિકામાં મને ભારતીય ઉદ્યોગપતિઓ, આગેવાનો તેમજ ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીતનો મોકો મળશે. આ મુલાકાતથી કોમર્સ, ઇનોવેશન, ટેકનોલોજી અને વેપાર જેવા ક્ષેત્રે ભારત અને અમેરિકાના સંબંધો ગાઢ થશે