USના રાષ્ટ્રપતિ જો બાઈડન G-20 સમિટમાં ભાગ લેવા માટે 7 સપ્ટેમ્બરે ભારત આવશે 

યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઈડન G-20 સમિટમાં ભાગ લેવા માટે 7 સપ્ટેમ્બરે ભારતની મુલાકાત લેશે અને 10 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસી પરત ફરશે. ભારત G-20 સમિટનું આયોજન કરી રહ્યું છે. ભારતમાં આવતા મહિને સપ્ટેમ્બરમાં G-20 સમિટ યોજાવાની છે. G-20, અથવા ગ્રૂપ ઓફ ટ્વેન્ટી, વિશ્વની 20 મોટી વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે, જે તેને આંતરરાષ્ટ્રીય […]

Share:

યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઈડન G-20 સમિટમાં ભાગ લેવા માટે 7 સપ્ટેમ્બરે ભારતની મુલાકાત લેશે અને 10 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસી પરત ફરશે. ભારત G-20 સમિટનું આયોજન કરી રહ્યું છે. ભારતમાં આવતા મહિને સપ્ટેમ્બરમાં G-20 સમિટ યોજાવાની છે. G-20, અથવા ગ્રૂપ ઓફ ટ્વેન્ટી, વિશ્વની 20 મોટી વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે, જે તેને આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ બનાવે છે.

110થી વધુ દેશોના 12,300 થી વધુ પ્રતિનિધિઓ સાથે, G-20 પ્રેસિડેન્સીમાં ભારતની વ્યક્તિગત ભાગીદારી કોઈપણ G-20 દેશ દ્વારા આયોજિત કરવામાં આવેલ સૌથી મોટી છે.

પીએમ મોદીએ જૂનમાં જો બાઈડન સાથે મુલાકાત કરી હતી

જૂનમાં, પીએમ મોદીએ યુનાઈટેડ સ્ટેટ્સની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા હતા. તેમણે ભારત અને યુએસ વચ્ચેના વધતા સંબંધોને દર્શાવતા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભવ્ય રાત્રિ ભોજનનું પણ આયોજન કર્યું હતું. પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે તેઓ ભારતમાં યોજાનારી G-20 સમિટની રાહ જોઈ રહ્યા છે.

ભારત અને યુએસના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જો બાઈડને વર્તમાન G-20 પ્રેસિડન્સીમાં ભારતના નેતૃત્વની પ્રશંસા કરી, જેણે ક્લાઈમેટ ચેંજ, પેન્ડેમિક(મહામારી) અને સંઘર્ષ જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા બહુપક્ષીય સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.” યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાધવા માટે મજબૂત, ટકાઉ, સંતુલિત અને સમાવિષ્ટ વૃદ્ધિનો પાયો નાખ્યો હતો.”

સપ્ટેમ્બરમાં જો બાઈડનની ભારત મુલાકાત પહેલા, યુએસ અધિકારી ડોનાલ્ડ લુએ કહ્યું હતું કે યુએસ પ્રમુખ G-20 લીડર્સ સમિટ માટે ભારતની મુલાકાત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ડોનાલ્ડ લુએ વધુમાં કહ્યું, “હું જાણું છું કે અમારા રાષ્ટ્રપતિ જો બાઈડન સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાત લેવા આતુર છે. G-20 લીડર્સ સમિટના ભાગરૂપે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. આગામી થોડા મહિનામાં શું થવાનું છે તે અંગે અમે ખરેખર ઉત્સાહિત છીએ.”

ડોનાલ્ડ લુએ કહ્યું, “ ગયા મહિને G-20 વિદેશ મંત્રી સ્તરની બેઠકનું આયોજન કરીને ભારતે કરેલા જબરદસ્ત કામ માટે અમે ખરેખર આભારી છીએ અને અમે સપ્ટેમ્બરમાં યોજાનારી નવી દિલ્હી લીડર્સ સમિટ સહિત આ વર્ષે આવનારી ઘણી ભવિષ્યની G-20 બેઠકોમાં સક્રિયપણે ભાગ લેવા માટે આતુર છીએ.” 

તેમણે કહ્યું, “ભારત-યુએસ સંબંધો માટે આ એક મોટું વર્ષ હશે. ભારત G-20નું આયોજન કરી રહ્યું છે અને US APEC, જાપાન G7નું આયોજન કરી રહ્યું છે.”  

માર્ચમાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન G-20 વિદેશ મંત્રીઓની બેઠક માટે ભારત ગયા હતા, જ્યારે ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને વાણિજ્ય સચિવ જીના રેમોન્ડોએ ભારતની મુલાકાત લીધી હતી અને નવી દિલ્હીમાં ઈન્ડિયા યુએસ ફોરમમાં પણ હાજરી આપી હતી.