US Presidential Candidate: વિવેક રામાસ્વામીએ કહ્યું, હિંદુ ધર્મે જ મને આ ચૂંટણી માટે પ્રેરિત કર્યો

રામાસ્વામીએ કહ્યું, હું હિંદુ છું. મારું માનવું છે કે ભગવાન સાચા છે. ભગવાને આપણને એક ઉદેશ્યથી અહીં મોકલ્યા છે

Courtesy: Twitter

Share:


US Presidential Candidate: ભારતીય મૂળના વિવેક રામાસ્વામી જે હાલ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (US Presidential Candidate) છે તેમણે એક કાર્યક્રમ દરમિયાન હિંદુ ધર્મની ખૂબીઓ વર્ણવી હતી જે ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે, અમારો ધર્મ અમને સૌમાં સમાનતા શીખવે છે અને તેમનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં ખૂબ શેર થઈ રહ્યું છે. 

US Presidential Candidateનું હિંદુ ધર્મ અંગે નિવેદન
ધ ડેઈલી સિગ્નલ દ્વારા આયોજિત એક ટોક શો દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીને વિવિધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેમાં તેમના ધર્મ સાથે સંબંધિત સવાલો પણ સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે એક સવાલના જવાબમાં વિવેક રામાસ્વામીએ કહ્યું હતું કે, હિંદુ ધર્મએ જ મને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે પ્રેરિત કર્યો છે અને આજે હું આ કારણે જ ચૂંટણી લડી રહ્યો છું. મારા ધર્મે મને ધૈર્ય શીખવ્યું છે. હિંદુ ધર્મે મને નૈતિક જવાબદારીઓ સમજવાની સ્વતંત્રતા પ્રદાન કરી છે. 

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (US Presidential Candidate) વિવેક રામાસ્વામીએ શનિવારે એક કાર્યક્રમમાં જનસંબોધન દરમિયાન કહ્યું હતું કે, હિંદુ ધર્મ પર વિશ્વાસ જ છે કે જે મને આઝાદી અપાવે છે. તેમણે કહ્યું હતું કે, હિંદુ ધર્મે મને આ સ્વતંત્રતા પ્રદાન કરી છે કે હું પોતાની નૈતિક ફરજોને સમજી શકું. હિંદુ ધર્મે જ મને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે પ્રેરિત કર્યો છે. 

USમાં રામાસ્વામીએ કહ્યું હતું કે, "હું હિંદુ છું. મારું માનવું છે કે ભગવાન સાચા છે. ભગવાને આપણને એક ઉદેશ્યથી અહીં મોકલ્યા છે. ઈશ્વરનાં એ ઉદેશ્યને સાકાર કરવા આપણું કર્તવ્ય છે. આપણું નૈતિક કર્તવ્ય છે. આપણાં ધર્મનો મૂળ છે કે ભગવાન આપણાં સૌમાં નિવાસ કરે છે. તેથી આપણે બધાં સમાન છીએ."

માતા-પિતા અને લગ્નજીવન પર રામાસ્વામી
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (US Presidential Candidate) વધુમાં એમ પણ કહ્યું હતું કે, "મારા ઉછેરનાં લીધે જ મારામાં પરિવાર, લગ્ન અને માતા-પિતા પ્રતિ સમ્માન પેદા થયો છે. મારો ઘરાના પારંપરિક હતો. મારા માતા-પિતાએ મને શિખવ્યું કે પરિવાર જ આપણો મુખ્ય પાયો છે. આપણે આપણાં માતા-પિતાનું સમ્માન કરવું જોઈએ. લગ્ન પવિત્રતા છે. લગ્નથી પહેલા સંયમ રાખવું આવશ્યક છે. ખોટા વિચારો યોગ્ય નથી. લગ્ન પુરુષ-મહિલા વચ્ચે થાય છે. છૂટાછેડા હોતા જ નથી. પુરુષ-મહિલા ભગવાન સમક્ષ લગ્ન કરે છે. ભગવાનની સામે પોતાના પરિવારની સુખ-શાંતિ માટે શપથ લે છે." 

હિંદૂ-ખ્રિસ્તી ધર્મમાં સમાનતા
રામાસ્વામીએ હિંદુ અને ખ્રિસ્તી ધર્મની વચ્ચે સમાનતા જણાવતા કહ્યું હતું કે, તેઓ એકસમાન મૂલ્યો લઈને ઊભા રહેશે. સાથે જ પોતે રાષ્ટ્રપતિ તરીકે ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન ન આપી શકે પણ તેમના મૂલ્યો માટે ઊભા રહેવું તેમની ફરજ છે અને તે પોતે જરૂર નિભાવશે તેમ જણાવ્યું હતું.