USA: ઈન્ડિયાના ખાતે ભારતીય વિદ્યાર્થી પર થયેલા હુમલા અંગે અમેરિકાએ દુઃખ વ્યક્ત કર્યું 

USA: અમેરિકાના ઈન્ડિયાના ખાતે ભારતીય વિદ્યાર્થી પી વરૂણ રાજ પુચા (24) પર એક જીમમાં ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની હાલત ખૂબ જ ગંભીર છે. અમેરિકા દ્વારા ભારતીય વિદ્યાર્થી પર હુમલા (Attack on Indian student)ની આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.  USAના વિદેશ વિભાગનું નિવેદન અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા પણ […]

Share:

USA: અમેરિકાના ઈન્ડિયાના ખાતે ભારતીય વિદ્યાર્થી પી વરૂણ રાજ પુચા (24) પર એક જીમમાં ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની હાલત ખૂબ જ ગંભીર છે. અમેરિકા દ્વારા ભારતીય વિદ્યાર્થી પર હુમલા (Attack on Indian student)ની આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. 

USAના વિદેશ વિભાગનું નિવેદન

અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા પણ વરૂણ સંપૂર્ણપણે સાજો થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે ભારતીય ગ્રેજ્યુએટ વિદ્યાર્થી વરૂણ રાજ પુચા પર કરવામાં આવેલા ક્રૂર હુમલાના રિપોર્ટથી ખૂબ જ પરેશાન છીએ. અમે તેમની ઈજાઓ સંપૂર્ણપણે ભરાઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ. અમે આ ઘટના અંગે કોઈ પણ સવાલ માટે સ્થાનિક કાયદાના અમલીકરણની મદદ લઈશું. “

વધુ વાંચો:  AIના આગામી જોખમોનો સામનો કરવા અત્યારથી કાર્યવાહી કરવાની જરૂર

જીમમાં ચપ્પું વડે હુમલો કરાયો

વરૂણ રાજ પુચા કોમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે અને તે મૂળે તેલંગાણાનો છે. વરૂણ વીકેન્ડ પર રવિવારના દિવસે સવારે એક જીમમાં હતો ત્યારે ત્યાં રહેલા જોર્ડન એન્ડ્રેડે તેના પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. જીમમાં ભારતીય વિદ્યાર્થી પર હુમલા (Attack on Indian student) બાદ તેને હાલ લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યો છે અને તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. 

આરોપીની ધરપકડ

અમેરિકા (USA)માં ભારતીય વિદ્યાર્થી પર હુમલો કરનારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપી પર હત્યાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી એન્ડ્રેડને પોર્ટર સુપીરિયર કોર્ટના ન્યાયાધીશ જેફરી ક્લાઈમર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે તેણે પોતાના પર લાગેલા આરોપો નકારી દીધા છે. 

વધુ વાંચો: યુદ્ધવિરામની માંગણી બાદ ઈઝરાયેલના પીએમએ આપ્યું નિવેદન

યુનિવર્સિટીના ચેરમેને દુઃખ વ્યક્ત કર્યું

ધ વાલપરાઈસો યુનિવર્સિટીના ચેરમેને ભારતીય વિદ્યાર્થી પર કરવામાં આવેલા ક્રૂરતાપૂર્ણ હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. યુનિવર્સિટીના ચેરમેન જોસ પૈડિલાએ જણાવ્યું હતું કે, “અમે વરૂણ રાજ પર થયેલા હુમલાથી સ્તબ્ધ અને દુઃખી છીએ. વાલપરાઈસો યુનિવર્સિટીમાં અમે એકબીજાને પરિવારની જેમ માનીએ છીએ અને આ પ્રકારનો હુમલો અમારા માટે ભયાનક છે. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેમના તમામ મિત્રો અને પરિવારજનોની સાથે છે.”

ભારતીય વિદ્યાર્થી પર હુમલા (Attack on Indian student)ની આ ઘટના બાદ યુનિવર્સિટી અને વાલપો સમુદાયે વરૂણનો પરિવાર શક્ય તેટલી ઝડપથી અમેરિકા પહોંચી શકે તે માટે મદદ કરવા સંસાધનો પૂરા પાડી રહ્યું છે. 3 દિવસની સારવાર બાદ પણ વરૂણ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર છે અને તેને જોવામાં કાયમી તકલીફ પડે, ડાબુ અંગ નબળું પડે તેવી આશંકા છે.

Tags :