Video: જર્મનીની પ્રજ્ઞાચક્ષુ યુવતીએ "રામ આયેંગે" ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કર્યા

આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભારત સહિત વિદેશના રામ ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે. ત્યારે હવે તો વિદેશના ભૂરીયાઓ પણ રામ મંદિરને લઈને ઉત્સુક હોય તેવું લાગી રહ્યું છે. વિદેશના ભૂરીયાઓ પણ હવે ભગવાન શ્રીરામના ગીતો ગાઈ રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • વિદેશી પ્રજ્ઞાચક્ષુ ગાયીકાએ ભગવાન રામના સ્વાગત માટે ખૂબજ સુંદર ગીત ગાયું છે
  • કેસેંન્ડ્રાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘રામ આયેંગે’ ગીત શેર કર્યું છે.

 

આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભારત સહિત વિદેશના રામ ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે. ત્યારે હવે તો વિદેશના ભૂરીયાઓ પણ રામ મંદિરને લઈને ઉત્સુક હોય તેવું લાગી રહ્યું છે. વિદેશના ભૂરીયાઓ પણ હવે ભગવાન શ્રીરામના ગીતો ગાઈ રહ્યા છે. ત્યારે એક વિદેશી પ્રજ્ઞાચક્ષુ ગાયીકાએ ભગવાન રામના સ્વાગત માટે ખૂબજ સુંદર ગીત ગાયું છે. આ યુવતી પ્રજ્ઞાચક્ષુ છે અને તે ભગવાન રામનું ગીત ગાઈ રહી છે. 

 

જર્મનીની એક દૃષ્ટિહીન યુવતીના ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ યુવતીનું નામ કેસેંન્ડ્રા મે સ્પિટમેન છે. વીડિયોમાં યુવતી ‘રામ આયેંગે તો અંગના સજ્જાઉગી’ ગીત ગાઈ રહી છે. યુવતી આ ગીત એટલી સુંદર રીતે ગાય છે કે જાણે તે ભારતની જ હોય. તમને જાણીને નવાઈ લાગશે કે યુવતી પોતાની જોઈ શકતી નથી. તેણીએ ક્યારેય ભારતની મુલાકાત લીધી નથી પરંતુ હિન્દી, મલયાલમ, તમિલ, ઉર્દૂ, બંગાળી, સંસ્કૃત અને કન્નડ સહિત ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે.

કેસેંન્ડ્રાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘રામ આયેંગે’ ગીત શેર કર્યું છે. વીડિયો શેર કરતી વખતે કેસાન્ડ્રાએ લખ્યું છે, “હું આને 22 તારીખ પહેલા તમારી સમક્ષ લાવવા માંગતી હતી, મારું વર્ઝન સાંભળો અને શેર કરો.” આ શાનદાર વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 6 લાખ લોકોએ જોયો અને 70 હજાર લોકોએ લાઈક કર્યો. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં આ છોકરીનો ઉલ્લેખ કર્યો હતો.