Video: પ્લેન હતું હવામાં અને દરવાજો જ છુટ્ટો પડી ગયોઃ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા!

આ વિમાન પોર્ટલેન્ડથી કેલીફોર્નિયાના ઓન્ટારીયો જઈ રહ્યું હતું. વિમાને ટેકઓફ કર્યાના તુરંત બાદ જ આ ઘટના ઘટી હતી. વિમાનમાં 171 લોકો અને 6 ક્રુ મેમ્બર્સ સવાર હતા.

Share:

હાઈલાઇટ્સ

  • વિમાન 171 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
  • યાત્રીઓ દ્વારા બનાવવામાં આવેલા વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેબીનનો દરવાજો વિમાનથી એકદમ અલગ થઈ ગયો હતો.

અલાસ્કા એરલાઈન્સનું એક વિમાન આજે એક મોટી દુર્ઘટનાનો શિકાર થતા-થતા બચી ગયું. બોઈંગ 737-9 મેક્સ વિમાનને આજે એ સમયે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું કે જ્યારે ફ્લાઈટ ટેકઓફ થયાને થોડી જ મીનિટ બાદ તેનું એક દરવાજો હવામાં જ ખુલી ગયો. યાત્રીઓ દ્વારા બનાવવામાં આવેલા વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેબીનનો દરવાજો વિમાનથી એકદમ અલગ થઈ ગયો હતો.

Alaska Airlines

આ વિમાન પોર્ટલેન્ડથી કેલીફોર્નિયાના ઓન્ટારીયો જઈ રહ્યું હતું. વિમાને ટેકઓફ કર્યાના તુરંત બાદ જ આ ઘટના ઘટી હતી. વિમાનમાં 171 લોકો અને 6 ક્રુ મેમ્બર્સ સવાર હતા.

અલાસ્કા એરલાઈન્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પોર્ટલેન્ડથી ઓન્ટારિયો, CA (કેલિફોર્નિયા) જવા માટે AS1282ની આજે સાંજે ટેક ઓફ કર્યાના થોડા સમય બાદ એક ઘટના બની હતી. વિમાન 171 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. તે સુરક્ષિત રીતે પાછું લેન્ડ થયું. અમે શું થયું તેની તપાસ કરી રહ્યા છીએ…? અને તેની જાણ થતાં જ તમારી સાથે વિગતો શેર કરીશું.

યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે અલાસ્કા એરલાઈન્સ ફ્લાઈટ 1282 સાથે સંકળાયેલી ઘટનાની તપાસ કરી રહી છે. રિયલ-ટાઇમ એરક્રાફ્ટ મૂવમેન્ટ મોનિટર Flightradar24એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્લેન 16,325 ફૂટની મહત્તમ ઊંચાઈએ પહોંચ્યું તે પહેલાં તેને સુરક્ષિત રીતે પોર્ટલેન્ડ તરફ વાળવામાં આવ્યું હતું.