Visa free Thailandમાં વેકેશન એન્જોય કરવાના સ્થળો જાણો

Visa free Thailand: થાઈલેન્ડે ભારત અને તાઈવાનથી આવતા લોકો માટે વિઝા જરૂરિયાતોને માફ કરી દીધી છે. થાઈ સરકારે વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે આ જાહેરાત કરી છે. 10 નવેમ્બરથી ભારતીયો વિઝા વિના થાઈલેન્ડ જઈ શકશે અને ત્યાં 30 દિવસ રહી શકશે. ભારતીય પાસપોર્ટ ધારકો 10 નવેમ્બર, 2023થી 10 મે, 2024 સુધી વિઝા વિના થાઈલેન્ડ (Thailand)ની મુલાકાત […]

Share:

Visa free Thailand: થાઈલેન્ડે ભારત અને તાઈવાનથી આવતા લોકો માટે વિઝા જરૂરિયાતોને માફ કરી દીધી છે. થાઈ સરકારે વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે આ જાહેરાત કરી છે. 10 નવેમ્બરથી ભારતીયો વિઝા વિના થાઈલેન્ડ જઈ શકશે અને ત્યાં 30 દિવસ રહી શકશે. ભારતીય પાસપોર્ટ ધારકો 10 નવેમ્બર, 2023થી 10 મે, 2024 સુધી વિઝા વિના થાઈલેન્ડ (Thailand)ની મુલાકાત લઈ શકે છે

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે શ્રીલંકાએ ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ સહિત અન્ય છ દેશોના મુલાકાતીઓ માટે વિઝા વિના પ્રવેશ પહેલની જાહેરાત કરી છે.

વધુ વાંચો: India Art Festival 3500થી વધુ આર્ટવર્ક સાથે દિલ્હીમાં 2 નવેમ્બરથી શરૂ થશે

થાઈ સરકારે ભારતીયો માટે Visa free Thailandની કરી જાહેરાત 

થાઈ સરકારના પ્રવક્તા ચાઈ વોચરોન્કેએ જણાવ્યું હતું કે આ યોજનાથી વધારાના 1.4 મિલિયન પ્રવાસીઓ આવવાની અપેક્ષા છે. તેનાથી 1.5 અબજ ડોલર એટલે લગભગ 12 હજાર કરોડ રૂપિયાની વધારાની આવક થશે. થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થવિસિને કહ્યું, “અમે ભારત અને તાઈવાનના નાગરિકોને વિઝા વિના પ્રવેશ (Visa free Thailand) આપીશું કારણ કે તેમના ઘણા લોકો થાઈલેન્ડની મુસાફરી કરવાનું પસંદ કરે છે.”

ભારતીય અને તાઈવાનના પ્રવાસીઓએ ઈમિગ્રેશન ચેકપોઈન્ટ પર આગમન માટે 15 દિવસના વિઝા માટે અરજી કરવી પડતી હતી. અગાઉ સપ્ટેમ્બરમાં તેણે ચીની નાગરિકો માટે વિઝા વિના (Visa free Thailand) પ્રવેશની જાહેરાત પણ કરી હતી.

હાલમાં ભારતના પ્રવાસીઓએ 2 દિવસના થાઈલેન્ડ વિઝા માટે 2000 ભાટ (લગભગ 57 ડોલર) ચૂકવવા પડે છે. થાઈલેન્ડની નવી સરકાર આવતા વર્ષે વિદેશી પ્રવાસીઓની આવક વધારીને 3.3 ટ્રિલિયન ભાટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. જેમાં પ્રવાસ ઉદ્યોગ શ્રેષ્ઠ ટૂંકા ગાળાના આર્થિક પ્રોત્સાહન પ્રદાન કરે છે. બેંક ઓફ થાઈલેન્ડ (Thailand)ના ડેટા મુજબ પ્રવાસન જીડીપીમાં લગભગ 12% અને નોકરીઓમાં લગભગ પાંચમા ભાગનું યોગદાન આપે છે. 

વધુ વાંચો: PM Modiએ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી બતાવી

થાઈલેન્ડ (Thailand)ની મુલાકાતે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ આવે છે. આ વર્ષે મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા પછી સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાંથી આવ્યા છે. ભારત સરકારના આંકડાઓ મુજબ, વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2011માં 1.4 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો જે વર્ષ 2019માં વધીને 2.7 કરોડ થયો હતો. આ પછી કોરોનાના સમયગાળામાં વર્ષ 2022માં 2.1 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો.

થાઈલેન્ડમાં જોવાલાયક સ્થળો

ભારતીયો માટે એક મુખ્ય પ્રવાસન સ્થળ થાઈલેન્ડ છે. અહીં ફરવા માટે ઘણા પ્રખ્યાત શહેરો છે. તમે બેંગકોક, ફૂકેટ, પટ્ટાયા, ચિયાંગ મે, ફિફી આઈલેન્ડ, ક્રાબી, અયુત્થયા, કોહ તાઓ અને હુઆ હીન જેવા શહેરોની મુલાકાત લઈ શકો છો.