Hardeep Nijjar killingની તપાસ વધુ મહત્વની, વ્યાપાર વાર્તાની મુલાકાત રદ્દ થયા બાદ કેનેડાનું નિવેદન

વેપાર માટેની વાટાઘાટોને સીધી રીતે નિજ્જરની હત્યા સાથે નથી જોડી પણ હત્યા કેસની તપાસ મહત્વની હોવાનું સૂચવ્યું

Courtesy: Image: Twitter

Share:

 

Hardeep Nijjar killing: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા (Hardeep Nijjar killing) બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વ્યાપ્યો છે અને તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ મામલે નિવેદન આપ્યું હતું. 

 

તેમણે જણાવ્યું હતું કે, કેનેડા નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ્સની સામેલગીરીના પુરાવા આપે તો ભારત તપાસ માટે તૈયાર જ છે. ત્યારે આ બધા વચ્ચે કેનેડાએ ભારત સાથેના વ્યાપાર કરાર કરતાં નિજ્જરની હત્યા અંગેની તપાસ વધુ મહત્વની હોવાનો સંકેત આપ્યો છે. 

Hardeep Nijjar killingના લીધે સંબંધોમાં ખટાશ

કેનેડાના બ્રિટિશ કોલંબિયા ખાતે ગત 18 જૂનના રોજ ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ હતી. આ હત્યામાં ભારતીય એજન્ટની 'સંભવિત' સંડોવણી અંગે સપ્ટેમ્બરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા.

 

ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા છે. નોંધનીય છે કે, ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ત્યારે કેનેડાની ટ્રુડો સરકારના એક મંત્રી દ્વારા આપવામાં આવેલા સંકેતો પ્રમાણે કેનેડા સરકાર ભારત સાથે વેપારની વાટાઘાટો ફરી શરુ કરવાની જગ્યાએ ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જરની હત્યા (Hardeep Nijjar killing) ના મામલાની તપાસ માટે ભારતનો સહયોગ મેળવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

વેપાર વાટાઘાટો માટેની ભારત મુલાકાત રદ્દ

અમેરિકામાં એશિયા પેસિફિક ઈકોનોમીક કો ઓપરેશનની બેઠક દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં કેનેડાના ઈન્ટરનેશનલ ટ્રેડ તેમજ ઈકોનોમિક ડેવલપમેન્ટ મિનિસ્ટર મેરી એનજીએ જણાવ્યું હતુ કે, અત્યારે કેનેડાની પ્રાથમિકતા નિજ્જરની તપાસ આગળ વધારવા પર છે.

 

એનજીના નેતૃત્વમાં ઓક્ટોબરમાં કેનેડાનું એક પ્રતિનિધિમંડળ વેપાર વાટાઘાટો કરવા માટે ભારત આવવાનુ હતું પણ તે મુલાકાત રદ્દ કરી દેવામાં આવી હતી. એનજીને જ્યારે શું ભારત સાથે વેપાર માટેની વાટાઘાટો આગળ વધી શકશે તેવો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કેનેડાની ધરતી પર કેનેડાના એક નાગરિકની ખુલ્લેઆમ હતા કરી દેવામાં આવતી હોય ત્યારે આ મામલાની તપાસ વધારે મહત્વપૂર્ણ છે .

 

વેપાર માટેની વાટાઘાટોને જોકે તેમણે સીધી રીતે આ હત્યા સાથે નહોતી જોડી પણ કહ્યુ હતું કે, અમારુ ધ્યાન નિશ્ચિતપણે નિજ્જરની હત્યાની તપાસ પર છે.

એસ જયશંકરનું બેધડક નિવેદન

વિદેશ મંત્રી એસ જયશંકરે 5 દિવસના લંડન પ્રવાસ દરમિયાન બુધવારના રોજ કેનેડાને આડેહાથ લીધું હતું અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા (Hardeep Nijjar killing)માં ભારતીય સરકારના એજન્ટની સંડોવણી અંગે પુરાવા આપવા કહ્યું હતું. આ સાથે જ વિદેશ મંત્રી જયશંકરે ભારત કોઈ પણ તપાસનો ઈનકાર નથી કરી રહ્યું અને તપાસ માટે તૈયાર જ છે તેવી પણ સ્પષ્ટતા કરી હતી.