વોલ્ટ ડિઝનીએ પાર્કના વિકાસ માટે બમણો ખર્ચ કરવાની જાહેરાત કરી

દુનિયાની મોટામાં મોટી થીમ પાર્ક કંપની વોલ્ટ ડિઝનીએ પાર્ક અને રિસોર્ટ સેગમેન્ટ પર આગામી 10 વર્ષમાં ખર્ચ બમણો કરીને તેને 60 અબજ રૂપિયા પર પહોંચાડવાનું પ્લાનિંગ કર્યું છે. હવે વોલ્ટ ડિઝની પાર્કની યોજના એક હજાર એકરથી વધુ જમીનને ડેવલપ કરવાનું પ્લાનિંગ છે. વોલ્ટ ડિઝનીના ઉદ્યાનો કંપની માટે નફાનો ટ્રસ્ટેબલ સોર્સ બની ગયા છે, જે તેના […]

Share:

દુનિયાની મોટામાં મોટી થીમ પાર્ક કંપની વોલ્ટ ડિઝનીએ પાર્ક અને રિસોર્ટ સેગમેન્ટ પર આગામી 10 વર્ષમાં ખર્ચ બમણો કરીને તેને 60 અબજ રૂપિયા પર પહોંચાડવાનું પ્લાનિંગ કર્યું છે. હવે વોલ્ટ ડિઝની પાર્કની યોજના એક હજાર એકરથી વધુ જમીનને ડેવલપ કરવાનું પ્લાનિંગ છે.

વોલ્ટ ડિઝનીના ઉદ્યાનો કંપની માટે નફાનો ટ્રસ્ટેબલ સોર્સ બની ગયા છે, જે તેના સ્ટ્રીમિંગ બિઝનેસમાં નુકસાનને સરભર કરવામાં મદદ કરે છે.

રાઈડ્સ, ક્રુઝ અને અન્ય મહત્વની યોજનાઓ પર ખર્ચ કરવાની મોટી યોજનાથી ડિઝ્ની મુવી અને કેરેક્ટર્સ જેવા કામ પર પણ પોઝિટીવ ઈમ્પેક્ટ પડશે. શેર બજારને મળતી માહિતી પ્રમાણે વોલ્ટ ડિઝની આ પ્રકારનું પ્લાનિંગ કરી રહી છે.ડિઝની કેલિફોર્નિયા એડવેન્ચરમાં કાર્સ લેન્ડ અને ઓર્લાન્ડોમાં ડિઝની હોલીવુડ સ્ટુડિયો જેવા એટ્રેક્શનનો ઉમેરો થતા રોકાણમાં પણ વધારો થયો છે. 

એક વિશ્લેષકના જણાવ્યા પ્રમાણે, “ફ્લોરિડામાં વ્યવસાય કરવાના પોલિટિકલ અવરોધો તેને નવા રોકાણમાં કોઈ નુકસાન નહીં કરી શકે. રાજકીય પડકારોનો સામનો કરવા છતાં, ડિઝની આગામી દાયકામાં રાજ્યમાં રૂપિયા 60 બિલિયનનું રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. 

વોલ્ટ ડિઝની પાસે દુનિયાભરમાં એક હજાર એકર જેવી જમીન છે. એક સોર્સ મુજબ તો વોલ્ટ ડિઝની અંદાજે 700 મિલીયન ડિઝની લવર્સ કે જેમને હજુ સુધી આ પાર્કની મુલાકાત લીધી નથી તેમને આકર્ષવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. 

વોલ્ટ ડિઝનીની વર્ષ 2025-26ની યોજના

પાર્કમાં રોકાણ કરવું એટલું નહીં પણ વોલ્ટ ડિઝની આગામી વર્ષ 2025માં બે અને 2026માં અન્ય બીજા જહાજો ઉમેરીને તેની ક્રુઝ લાઈનની કેપેસિટી પણ વધારવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.

જાહેરાત વખતે જ ગગડી ગયા શેર 

જો કે શેરબજારે વોલ્ટ ડિઝનીની આ જાહેરાતને નેગેટિવ લઈ લીધી છે. અને સ્ટોક માર્કેટમાં વોલ્ટ ડિઝનીના શેર 3.25 ટકાથી ગગડીને 82.6 ડોલર પર આવી ગયા હતા. વોલ્ટ ડિઝની એનાલિસ્ટ માટે ત્રણ દિવસની એક ઈવેન્ટનું પણ પ્લાનિંગ કરી રહ્યું છે. 

આ પહેલાં કંપની લાઈમલાઈટમાં આવી ચૂકી છે જ્યારે કંપનીએ છટણીની જાહેરાત કરી હતી. ગત એપ્રિલ મહિનામાં  15% સ્ટાફની છટણી કરવાની કંપનીએ યોજના બનાવી હતી.  ટીવી, ફિલ્મ, થીમ પાર્ક સહિતના કર્મચારીઓની બાદબાકી કરવામાં આવી હતી. તે પહેલાં કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં 7000 કર્મચારીઓને ઘર ભેગા કર્યા હતા. અગાઉ એક રિપોર્ટ મુજબ કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બર 2022માં કંપનીને કુલ 1.47 બિલિયન ડોલરનું નુકસાન  થયું હતું.