વ્હાઈટ હાઉસમાંથી મળી આવેલા સફેદ પાવડરની ઓળખ કોકેન તરીકે થઈ

અમેરિકાના વ્હાઈટ હાઉસમાંથી ગત વીકેન્ડમાં એક શંકાસ્પદ સફેદ પદાર્થની ઓળખ કોકેન તરીકે થઈ છે. વ્હાઇટ હાઉસ વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા ગણાય છે અને ત્યાં રવિવારે કોકેન પાવડર મળી આવતા તેજમ લોકોને ત્યાંથી કેટલાક સમય માટે સ્થળ ખાલી કરાવાનુ કહેવાતા નાસપાસ મચી ગઈ હતી. અમેરિકી સિક્રેટ સર્વિસના યુનિફોર્મ ડિવિઝનના અધિકારીઓને વ્હાઇટ હાઉસમાં શંકાસ્પદ પાવડર પડેલો જોવા […]

Share:

અમેરિકાના વ્હાઈટ હાઉસમાંથી ગત વીકેન્ડમાં એક શંકાસ્પદ સફેદ પદાર્થની ઓળખ કોકેન તરીકે થઈ છે. વ્હાઇટ હાઉસ વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા ગણાય છે અને ત્યાં રવિવારે કોકેન પાવડર મળી આવતા તેજમ લોકોને ત્યાંથી કેટલાક સમય માટે સ્થળ ખાલી કરાવાનુ કહેવાતા નાસપાસ મચી ગઈ હતી. અમેરિકી સિક્રેટ સર્વિસના યુનિફોર્મ ડિવિઝનના અધિકારીઓને વ્હાઇટ હાઉસમાં શંકાસ્પદ પાવડર પડેલો જોવા મળ્યો હતો.  

વેસ્ટ વિંગના સાર્વજનિક રીતે સુલભ વિસ્તારમાં રવિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 8:45 વાગ્યાની આસપાસ સિક્રેટ સર્વિસ એજન્ટોને આ પાવડર મળી આવતા સંકુલને થોડી ક્ષણો માટે ખાલી કરાવવાની સૂચના આપવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ જો બાઈડન તે સમયે વ્હાઈટ હાઉસમાં હાજર ન હતા. તેઓ  સપ્તાહના અંતે કેમ્પ ડેવિડ, પ્રેસીડેન્શિયલ રિટ્રીટ ખાતે સમય વિતાવી રહ્યા હતા.  ફાયર અને ઇમર્જન્સી સેવાના કર્મચારીઓ સામગ્રી પર ઝડપી પરીક્ષણ કરવા પહોંચ્યા હતા જેમાં પ્રાથમિક તપાસમાં પાઉડર કોકેન હોવાનું બહાર આવ્યું છે. 

વ્હાઇટ હાઉસને થોડા સમયમાં ફરીથી ખોલવામાં આવ્યું, અને પાવડરને વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. શોધી કાઢવામાં આવેલા પદાર્થનું પરીક્ષણ કરાઇ રહ્યું છે અને હજુ તે શું છે તેની જાણ નથી તેમ સિક્રેટ સર્વિસે જણાવ્યું. 

વસ્તુને વધુ મૂલ્યાંકન માટે મોકલવામાં આવી હતી, અને તે વ્હાઇટ હાઉસમાં કેવી રીતે આવી તેના કારણ અને રીતની તપાસ બાકી છે. એજન્સી, રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે કામ કરે છે. એજન્સી સાથે સંકળાયેલા વ્યક્તિએ આ નિવેદન આપ્યું છે.

સરકારી સૂત્રોને ટાંકીને ઘણા મીડિયા દ્વારા ડ્રગની ઓળખ કરવામાં આવી હતી. વોશિંગ્ટન પોસ્ટે પણ અહેવાલ આપ્યો છે કે, ડીસી વિભાગના અગ્નિશામક અધિકારીએ કરેલા પરીક્ષણને રેડિયો પર પ્રસારિત કરાયા છે. અમારી પાસે કોકેન હાઇડ્રોક્લોરાઇડ લખેલી પીળી પટ્ટી છે તેમ રેડિયો પ્રસારણમાં જણાવ્યું હતું. કોકેન જે વિસ્તારમાંથી જપ્ત કરાયું તે સ્થળનો સહેલાણીઓ દ્વારા નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે છે.

વેસ્ટ વિંગ એ વ્હાઇટ હાઉસનો એક વિભાગ છે જે રાષ્ટ્રપતિના નિવાસસ્થાન, એક્ઝિક્યુટિવ હવેલી સાથે જોડાયેલો  છે. ઓવલ ઑફિસ, કૅબિનેટ રૂમ અને પ્રેસ રૂમ, પ્રમુખના સ્ટાફ સભ્યોની ઑફિસો અને કાર્યસ્થળોની સાથે ત્યાં સ્થિત છે.

એવા સેંકડો લોકો છે જેઓ આ વિસ્તારમાં અવારનવાર મુલાકાત લે છે અથવા કામ કરે છે. બાઈડન તેમના પરિવાર સાથે શુક્રવારે કેમ્પ ડેવિડ માટે રવાના થયા હતા અને  મંગળવારે વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય શિક્ષક સંઘને સંબોધિત કરવાના હતા અને યુએસ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે બાર્બેક્યુ  યોજવાના હતા.