WHOએ ટ્રેડિશનલ મેડિસીન ગ્લોબલ સમિટ 2023ના નિષ્કર્ષ પર ભાર મુકતું ગુજરાત ડેક્લેરેશન બહાર પાડ્યું

WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન)એ ‘ગુજરાત ડેક્લેરેશન’ સ્વરૂપે પ્રથમ WHO ટ્રેડિશનલ મેડિસીન ગ્લોબલ સમિટ 2023નો આઉટકમ ડોક્યુમેન્ટ બહાર પાડ્યો હતો. આયુષ મત્રાલયના નિવેદન પ્રમાણે આ ઘોષણામાં સ્વદેશી જ્ઞાન, જૈવ વિવિધતા અને પરંપરાગત, પૂરક અને એકીકૃત ચિકિત્સા પ્રત્યેની વૈશ્વિક પ્રતિબદ્ધતાની પુષ્ટી કરવામાં આવી છે.  WHOએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, સૌના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે […]

Share:

WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન)એ ‘ગુજરાત ડેક્લેરેશન’ સ્વરૂપે પ્રથમ WHO ટ્રેડિશનલ મેડિસીન ગ્લોબલ સમિટ 2023નો આઉટકમ ડોક્યુમેન્ટ બહાર પાડ્યો હતો. આયુષ મત્રાલયના નિવેદન પ્રમાણે આ ઘોષણામાં સ્વદેશી જ્ઞાન, જૈવ વિવિધતા અને પરંપરાગત, પૂરક અને એકીકૃત ચિકિત્સા પ્રત્યેની વૈશ્વિક પ્રતિબદ્ધતાની પુષ્ટી કરવામાં આવી છે. 

WHOએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, સૌના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે વધુ સાકલ્યવાદી, સંદર્ભની રીતે વિશિષ્ટ હોય, વ્યક્તિગત અભિગમને વધુ સારી રીતે સમજાવી શકે અને મૂલ્યાંકન બાદ યોગ્ય રીતે અમલ કરી શકે તેવી જટિલ વૈજ્ઞાનિક પદ્ધતિઓની જરૂર છે. 

WHOએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના જામનગરમાં WHO વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા કેન્દ્રના યજમાન તરીકે ભારતની શિખર સંમેલનના કાર્ય એજન્ડા અને અન્ય પ્રાસંગિક પ્રાથમિકતાઓને આગળ ધપાવવા મામલે મહત્વની ભૂમિકા રહેલી છે. તેનું મુખ્ય કારણ ભારત દેશો અને હિતધારકોનું સમર્થન કરે છે તે કહી શકાય. 

ગાંધીનગરમાં યોજાઈ હતી ટ્રેડિશનલ મેડિસીન ગ્લોબલ સમિટ 2023

WHOના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય WHO  ટ્રેડિશનલ મેડિસીન ગ્લોબલ સમિટ 2023ના કાર્યો રજૂ કરવામાં આવેલા પુરાવાઓ, ચર્ચાઓ અને પરિણામો પર આધારીત છે. જેમાં સ્વાસ્થ્ય અને લોકોની સુખાકારી, સંશોધન અને પુરાવા, સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ, પ્રાથમિક આરોગ્ય સંભાળ અને આરોગ્ય વ્યવસ્થાઓ, ડેટા અને નિયમિત માહિતી વ્યવસ્થાઓ, ડિજિટલ હેલ્થ ફ્રન્ટિયર્સ, જૈવવિવિધતા અને ટકાઉપણું, માનવ અધિકારો, સમાનતા અને નૈતિકતા જેવા વિવિધ વિષયો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

WHOની પરંપરાગત મેડિસિન ગ્લોબલ સમિટ દરમિયાન WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે ગુજરાત ડેક્લેરેશન વિજ્ઞાનના ચશ્મા દ્વારા પરંપરાગત દવાઓની સંભવિતતાનો ઉપયોગ કરવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલીઓમાં પરંપરાગત દવાઓના સંકલન પર ધ્યાન કેન્દ્રીત કરશે અને પરંપરાગત દવાઓની શક્તિને અનલોક કરવામાં મદદ કરશે.

પરંપરાગત ચિકિત્સાનો અમલ વધારવા ભાર મુકાયો

ગુજરાત ડેક્લેરેશનમાં સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ (UHC) અને તમામ સ્વાસ્થ્ય સંબંધિત સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એઅઉ)ના ધ્યેયને ટેકો આપવા માટે પુરાવા-આધારિત TCIM (પરંપરાગત પ્રશંસાત્મક સંકલિત ચિકિત્સા) હસ્તક્ષેપો અને અભિગમોને વધુ અમલમાં મૂકવાના પ્રયાસોને વધારવાની વાત કરવામાં આવી છે. તેમાં WHO GCTM મારફતે વૈશ્વિક શિખર સંમેલનમાં પ્રદર્શિત બહુ-પ્રાદેશિક, બહુશાખાકીય અને બહુ-હિતધારક સહયોગની ભૂમિકા જણાવવામાં આવી છે, જે વૈશ્વિક સ્વાસ્થ્યમાં TCIMના પુરાવા આધારિત લાભોને મહત્તમ બનાવવા માટે WHOની મુખ્ય કચેરીઓના કાર્ય સાથે સુસંગત અને પૂરક છે.

સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન પર આધારિત રાષ્ટ્રીય આરોગ્ય નીતિઓ અને વ્યવસ્થાઓમાં પુરાવા-આધારિત સંકલનને ટેકો, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા TCIM ઉત્પાદનો અને પ્રણાલિઓના ઉત્પાદન, નિયમન અને ઔપચારિક ઉપયોગને વેગ આપવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.