ભારત કે કેનેડામાંથી કોનો સાથ આપશે અમેરિકા? પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ આપ્યું મહત્વનું નિવેદન

ભારત અને કેનેડા વચ્ચેના તણાવની સ્થિતિમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે, અમેરિકા કોના પક્ષમાં રહેશે? પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રૂબિનના કહેવા પ્રમાણે જો સંયુક્ત રાજ્ય અમેરિકાએ ઓટાવા નવી દિલ્હી વચ્ચે પસંદગી કરવાની આવશે તો તે નિશ્ચિતરૂપે ભારત પર જ પસંદગી ઉતારશે કારણ કે, સંબંધ […]

Share:

ભારત અને કેનેડા વચ્ચેના તણાવની સ્થિતિમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે, અમેરિકા કોના પક્ષમાં રહેશે? પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રૂબિનના કહેવા પ્રમાણે જો સંયુક્ત રાજ્ય અમેરિકાએ ઓટાવા નવી દિલ્હી વચ્ચે પસંદગી કરવાની આવશે તો તે નિશ્ચિતરૂપે ભારત પર જ પસંદગી ઉતારશે કારણ કે, સંબંધ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત સ્ટ્રેટેજિક રૂપે કેનેડા કરતા ઘણું વધારે મહત્વનું છે. કેનેડાની ભારત સાથેની લડાઈ એ એક કીડીની હાથી સામેની લડાઈ સમાન વાત છે. 

ભારત પર આરોપ લગાવીને ટ્રુડોએ કરી ભૂલ

રૂબિને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ટીકા કરતા કહ્યું હતું કે, તેઓ લાંબા સમય સુધી વડાપ્રધાન પદે નહીં રહે. તેમના ગયા બાદ અમેરિકા તેમના દેશ કેનેડા સાથેના સંબંધો ફરી સુધારી શકે છે. રૂબિનના મતે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવીને ખૂબ મોટી ભૂલ કરી છે. જસ્ટિન ટ્રુડોએ જે પ્રકારના આરોપ લગાવ્યા છે તેનું તેઓ સમર્થન નહીં કરી શકે. 

વધુમાં પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રૂબિને એમ પણ કહ્યું હતું કે, જસ્ટિન ટ્રુડો પાસે તેમના પોતાના જ આરોપોના સમર્થનમાં પુરાવા નથી. આ સાથે જ તેમણે કેનેડા સામે શંકાની સોય તાકીને કેનેડામાં કશું હોવાની આશંકા દર્શાવી હતી અને કહ્યું હતું કે, તેમની સરકાર આખરે એક આતંકવાદીને આશરો શા મટે આપી રહી છે તેનો તેમણે ખુલાસો કરવો જોઈએ. 

ભારત અને કેનેડામાંથી અમેરિકા કોના તરફ?

એક ચર્ચા દરમિયાન રૂબિને કહ્યું હતું કે, “મને આશંકા છે કે, અમેરિકા બે મિત્રોમાંથી કોઈ એકને પસંદ કરવા માટે કોઈ પેઈન્ટેડ કોર્નર નથી ઈચ્છતું. પરંતુ જો બે મિત્રોમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવશે તો અમેરિકા આ મામલે ભારતને પસંદ કરશે કારણ કે, નિજ્જર એક આતંકવાદી હતો.” આ સાથે જ તેમણે અમેરિકા માટે ભારત અને ભારત સાથેના સંબંધ ખૂબ મહત્વના હોવાનું પણ જણાવ્યું હતું. 

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી

શું ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં અમેરિકા સાર્વજનિક રૂતે હસ્તક્ષેપ કરશે તેવા સવાલના જવાબમાં રૂબિને કહ્યું હતું કે, આ હાથી અને કીડી વચ્ચેની લડાઈ છે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને તે સ્ટ્રેટેજિક રીતે કેનેડાની સરખામણીએ ખૂબ મહત્વનું છે. આ સાથે જ રૂબિને નિજ્જરની સરખામણી લાદેન સાથે કરતા કહ્યું હતું કે, “હરદીપ સિંહ નિજ્જર કેનેડામાં એવો જ પ્લંબર હતો જેવો લાદેન અમેરિકામાં કન્સ્ટ્રક્શન એન્જિનિયર હતો. તેના હાથ લોહીથી રંગાયેલા હતા.”