મૃત્યુની 24 મીનિટ બાદ જીવતી થઈ મહિલાઃ કહ્યો, મૃત્યુ પછીનો અનુભવ!

પોતાના મોતની 24 મીનિટ બાદ મહિલાએ જીવતી થઈને બધાને ચોંકાવી દિધા

Share:

હાઈલાઇટ્સ

  • મહિલાએ જણાવ્યું કે, હું મરી ગઈ પછી પણ મને બધુ જ દેખાઈ રહ્યું હતું
  • આ પ્રકારના કેસમાં મોટાભાગના લોકો લાંબા સમય સુધી જીવતા નથી રહેતા

આપણે બધાએ સાંભળ્યું છે કે, મર્યા પછી કોઈ પાછુ આવતું નથી. પરંતુ અમેરિકામાં એક મહિલા પહેલા તો મૃત્યુ પામી અને ત્યારબાદ 24 મીનિટ પછી ફરીથી જીવતી થઈ હતી. આટલું જ નહીં પરંતુ આ મહિલાએ મૃત્યુ પછીના પોતાના અનુભવને પણ લોકો સાથે શેર કર્યો છે. 

હકીકતમાં આ મહિલાના હ્યદયના ધબકારા બંધ થઈ જતા, ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી પરંતુ પોતાના મોતની 24 મીનિટ બાદ તેણે જીવતી થઈને બધાને ચોંકાવી દિધા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર લોરેન કૈનાડે નામની એક મહિલાએ સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર પોતાની આ સ્ટોરી શેર કરી છે. મહિલાએ કહ્યું કે, ગત ફેબ્રુઆરીમાં જ્યારે હું ઘરે હતી ત્યારે અચાનક મને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. મારા પતિએ 911 પર ફોન કર્યો અને મને સીપીઆર આપવાનું શરૂ કર્યું. ડોક્ટર્સ આવ્યા અને તેમણે મને મૃત ઘોષિત કરી હતી પરંતુ આશરે 24 મીનિટ બાદ હું ફરીથી જીવતી થઈ હતી. 


મહિલાને મૃત્યુ પછી થયો આવો અનુભવ 

મહિલાએ જણાવ્યું કે, હું મરી ગઈ પછી પણ મને બધુ જ દેખાઈ રહ્યું હતું. તેમાં હોસ્પિટલના કર્મચારી અને ડોક્ટર્સ પણ શામિલ હતા કે જેમને મેં પહેલા ક્યારેય જોયા નહોતા. આ મહિલાનો કેસ રસપ્રદ એટલા માટે છે કારણકે આ પ્રકારના કેસમાં મોટાભાગના લોકો લાંબા સમય સુધી જીવતા નથી રહેતા. 1982 અને 2018 વચ્ચે નોંધાયેલા કેસોમાંથી માત્ર 18 લોકો સંપૂર્ણ રીતે પહેલા જેવા નોર્મલ થઈ શક્યા છે. 
 

Tags :