વર્લ્ડ બ્રેઈન ડે: ઈતિહાસ અને થીમ સહિતની વિગતો જાણો

વર્લ્ડ બ્રેઈન ડે એ એક મહત્વપૂર્ણ વાર્ષિક ઈવેન્ટ છે જે બ્રેઈનના સ્વાસ્થ્ય અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર વિશે જાગૃતિ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે દર વર્ષે 22મી જુલાઈએ યોજવામાં આવે છે, તે બ્રેઈનના સ્વાસ્થ્યને સુધારવાનો , તેના સંશોધનને આગળ વધારવા અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત લોકોને મદદ કરવાના ધ્યેય સાથે દર વર્ષે ઉજવવામાં આવે છે. દરેક […]

Share:

વર્લ્ડ બ્રેઈન ડે એ એક મહત્વપૂર્ણ વાર્ષિક ઈવેન્ટ છે જે બ્રેઈનના સ્વાસ્થ્ય અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર વિશે જાગૃતિ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે દર વર્ષે 22મી જુલાઈએ યોજવામાં આવે છે, તે બ્રેઈનના સ્વાસ્થ્યને સુધારવાનો , તેના સંશોધનને આગળ વધારવા અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત લોકોને મદદ કરવાના ધ્યેય સાથે દર વર્ષે ઉજવવામાં આવે છે. દરેક વય જૂથ, જાતિ, લિંગ અને સામાજિક આર્થિક સ્તરે બ્રેઈનની વિકૃતિઓથી પ્રભાવિત થાય છે. આ દિવસનો ઉદ્દેશ્ય બ્રેઈનના સ્વાસ્થ્ય અને વિકૃતિઓ વિશે જાહેર જાગરૂકતા વધારવાનો છે. બ્રેઈનની વિકૃતિઓ ટાળી શકાય છે તેમજ સારવાર કરી શકાય છે. દરેકને નિષ્ણાત દ્વારા સંભાળ મેળવવાનો, સારવાર, બ્રેઈનની સ્થિતિમાં સુધાર અને તકનીકોનું જ્ઞાન મેળવવાનો હક છે અને તે ફક્ત શિક્ષણ દ્વારા મેળવી શકાય છે. દરેક વ્યક્તિને બ્રેઈનના સ્વાસ્થ્યને સુધારવાનો માનવ અધિકાર છે. 

2023નો વર્લ્ડ બ્રેઈન ડે ક્યારે યોજાશે? 

વર્લ્ડ બ્રેઈન ડે દર વર્ષે 22મી જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મગજ સંબંધિત પરિસ્થિતિઓથી પ્રભાવિત વ્યક્તિઓ માટે શિક્ષણ, સંશોધન અને સમર્થનને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.

વર્લ્ડ બ્રેઈન ડે 2023 ની થીમ

વર્લ્ડ બ્રેઈન ડે 2023 ની થીમ છે “બ્રેઈનના આરોગ્ય અને તેની વિકલાંગતા: કોઈને પાછળ ન છોડો.” આ આંતરરાષ્ટ્રીય ચળવળ તેની માહિતી વિશે અજાણ લોકો માટે જાહેર જાગૃતિ વધારવાનો પ્રયત્ન કરે છે. ન્યુરોલોજીકલ બિમારીઓ માટે સારી આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા ઉપરાંત, તે વિકલાંગોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સંભાળ પહોંચાડવાના મહત્વ પર ભાર મૂકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે  દરેકને તેમના બ્રેઈનને શ્રેષ્ઠ રીતે કાર્ય કરે તે માટે જરૂરી મદદ મળે.

વર્લ્ડ બ્રેઈન ડેનો ઈતિહાસ

વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજી (WFN) ની સ્થાપના 22 જુલાઈ, 1957 ના રોજ કરવામાં આવી હતી. જાહેર જાગૃતિ અને સમર્થન સમિતિએ એક સૂચન આપ્યું હતું, જેના કારણે 22 જુલાઈએ “વર્લ્ડ બ્રેઈન ડે” ની રચના કરવામાં આવી હતી. આ સૂચન વર્લ્ડ કૉંગ્રેસ ઑફ ન્યુરોલોજી (WCN) કાઉન્સિલ ઑફ પાર્ટિસિપન્ટ્સની મીટિંગ દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું અને 22 સપ્ટેમ્બર, 2013 ના રોજ સહભાગીઓએ તેનું સ્વાગત કર્યું હતું. આવા સારા પ્રતિસાદને પગલે, ટ્રસ્ટી મંડળે ફેબ્રુઆરી, 2014માં તેમની મીટિંગમાં આ વિચારને આવકાર્યો હતો, તેમજ તેને દર વર્ષે 22 જુલાઈના રોજ વાર્ષિક ઉજવણી રૂપે યોજાશે.

વર્લ્ડ બ્રેઈન ડેનું મહત્વ

આ દિવસે, વિશ્વભરની વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓના લોકો મનોબળ વધારવા માટે વર્કશોપ યોજવી  અથવા માનસિક સ્વાસ્થ્ય પર ખુલ્લી ચર્ચાઓ કરવી, સોશિયલ મીડિયા પર તેમના અનુભવો શેર કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બ્રેઈનના સ્વાસ્થ્ય અને તેને સંબંધિત રોગો વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે. બ્રેઈનના રોગોથી પીડિત દર્દીઓ માટે, તેમની સારવાર માટે નાણાકીય મદદની જરૂર હોય તેવા લોકો માટે ભંડોળ ભેગું કરવું અને બ્રેઈનના સ્વાસ્થ્યને સુધારવા માટેના પગલાંને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમો અને રેલીઓનું આયોજન કરે છે.