Xi Jinping-Joe Biden Meeting: શી જિનપિંગ અને જો બાઈડેન વચ્ચે એક વર્ષ બાદ બેઠક થઈ

બંને નેતાઓ છેલ્લે નવેમ્બર 2022માં બાલીમાં G20 સમિટમાં મળ્યા હતા

Courtesy: Image: Twitter

Share:

 

Xi Jinping-Joe Biden Meeting: યુએસના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ચીનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ એક વર્ષ પછી બુધવારે પ્રથમ વખત સામસામે મળ્યા હતા. બંને નેતાઓની બેઠક (Xi Jinping-Joe Biden Meeting) એશિયા-પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન સમિટ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોના ફિલોલી એસ્ટેટમાં થઈ હતી. આ સમયે બન્ને દેશોની વચ્ચે ફરીથી મિલિટ્રી કોમ્યુનિકેશન શરૂ કરવા પર સહમતિ બની છે. 

Xi Jinping-Joe Biden Meetingમાં એકબીજા સાથે વાત કરવા પર સહમતિ બની

નોંધનીય છે કે, જો બાઈડન અને શી જિનપિંગે ઉત્તરી કેલિકોર્નિયામાં એક એસ્ટેટમાં 4 કલાક સાથે વિતાવ્યા હતા. આ સમય દરમિયાન તેઓ લંચ લેતા અને બગીચામાં ફરતા દેખાયા અને તેઓએ એકબીજાને તેમના સંબંધો નરમ બનાવવાનું વચન આપ્યું હતું. 

 

તે જ સમયે, અમેરિક રાષ્ટ્રપતિએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે બેઠક (Xi Jinping-Joe Biden Meeting) દરમિયાન એ વાત પર સહમતિ બની હતી કે જો કોઈ સમસ્યા અથવા ચિંતા હોય તો તેમણે એકબીજા સાથે વાત કરવી જોઈએ.

 

જો બાઈડને કહ્યું કે શી જિનપિંગ એ અર્થમાં સરમુખત્યાર છે કે તેઓ સામ્યવાદી દેશ ચલાવે છે. ચીનની સરકાર અમારી સરકારથી સાવ અલગ છે. તેમણે વધુમાં કહ્યું કે મારી શી જિનપિંગ સાથે ખૂબ સારી વાતચીત થઈ. 

 

અમે ઘણા મુદ્દાઓ પર ગંભીર અને સકારાત્મક ચર્ચા કરી. મેં તાઈવાન મુદ્દે અમેરિકાની સ્થિતિ ફરી સ્પષ્ટ કરી છે. અમે વન ચાઈના નીતિનું સમર્થન કરીએ છીએ અને આ ક્યારેય બદલાશે નહીં.

 

અગાઉ, શી જિનપિંગ સાથેની તેમની મુલાકાત દરમિયાન, જો બાઈડને કહ્યું, "હું અમારી વાતચીતને મહત્વ આપી રહ્યો છું, કારણ કે મને લાગે છે કે આપણે એકબીજાને સ્પષ્ટપણે સમજીએ તે સૌથી મહત્વપૂર્ણ છે. અહીં એક નેતા બીજા નેતા સાથે વાત કરી રહ્યા છે, તેથી અમારી વચ્ચે કોઈ ગેરસમજ ન થઈ શકે. આપણે નક્કી કરવાનું છે કે આ સ્પર્ધા સંઘર્ષમાં ન ફેરવાય."

 

બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક (Xi Jinping-Joe Biden Meeting) દરમિયાન શી જિનપિંગે કહ્યું, "અમેરિકાએ તાઈવાનને હથિયાર આપવાનું બંધ કરવું જોઈએ. તેણે ચીનના એકીકરણને સમર્થન આપવું જોઈએ, જેને રોકવું અશક્ય છે. ચીન અમેરિકાને પછાડવા કે તેની જગ્યા લેવા નથી માગતું." 

 

બંને નેતાઓની આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે અમેરિકા અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તેમના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જો બાઈડન અને શી જિનપિંગ વચ્ચે વન-ટુ-વન મીટિંગ (Xi Jinping-Joe Biden Meeting) પછી, જો બાઈડેને જાહેરાત કરી કે ચીન ફેન્ટાનીલ ડ્રગના કોમ્પોનન્ટને નિયંત્રિત કરશે, જેથી અમેરિકાની ડ્રગની સમસ્યાને કાબૂમાં લઈ શકાય. આ સિવાય બંને દેશો AIને પરમાણુ કમાન્ડથી દૂર રાખવા પર પણ સહમત થયા હતા.