Zealand ની મહિલા સાંસદે દુકાનમાંથી ચોર્યા કપડાઃ ખુલાસા બાદ દેશની રાજનીતિમાં હડકંપ!

આ મહિલા સાંસદે એક દુકાનમાં કપડા ચોરી કર્યા હોવાની ચર્ચાઓ છે. મહિલા સાસંદ પર આરોપો લાગ્યા બાદ તેણીએ પોતાના સાંસદના પદ પરથી રાજીનામું આપી દિધું છે.

Share:

હાઈલાઇટ્સ

  • ચોરીના આરોપોમાં ઘેરાયા બાદ રાજીનામું આપનાર સાંસદનું નામ ગોલરિઝ ઘરમન છે
  • આરોપી મહિલા સાંસદે એમ પણ કહ્યું કે એવું લાગે છે કે હું માનસિક રીતે સ્વસ્થ નથી. તેમને તેમના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમયની જરૂર હતી અને તેથી રાજીનામું આપવાનું નક્કી કર્યું.

ન્યુઝીલેન્ડની એક સાંસદ અત્યારે ખૂબજ ચર્ચામાં છે. પરંતુ આ સાંસદ સંસદની અંદર ભાષણ આપવા માટે થઈને અથવા તો રાજનીતિ કરવા માટે થઈને ચર્ચામાં નથી. આ મહિલા સાંસદ પર એક દુકાનમાં ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. આ મહિલા સાંસદે એક દુકાનમાં કપડા ચોરી કર્યા હોવાની ચર્ચાઓ છે. મહિલા સાસંદ પર આરોપો લાગ્યા બાદ તેણીએ પોતાના સાંસદના પદ પરથી રાજીનામું આપી દિધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે નિવેદન આપ્યું છે કે, મારા પર લગાવવામાં આવેલો આરોપ ખૂબજ ગંભીર છે અને મને એ વાતનું ખૂબજ દુઃખ છે અને હું અત્યારે તણાવમાં આવી ગઈ છું. 

ચોરીના આરોપોમાં ઘેરાયા બાદ રાજીનામું આપનાર સાંસદનું નામ ગોલરિઝ ઘરમન છે, તેના પર લાગેલા આરોપોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. તે મધ્ય-ડાબેરી ગ્રીન પાર્ટીની છે અને તેની ન્યાયિક પ્રવક્તા છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે તેમને માનસિક રાહત માટે થોડો સમય જોઈએ છે.

સાંસદ પર શું છે આરોપ?
ન્યુઝીલેન્ડની મહિલા સાંસદ પર બુટિક શોપમાંથી લક્ઝરી કપડાંની ચોરી કરવાનો આરોપ છે. સાંસદ પર કુલ ત્રણ આરોપ છે. ત્રણેય આરોપો વર્ષ 2023ના છે. ચોરીના બે આરોપ ઓકલેન્ડના લક્ઝરી ક્લોથિંગ સ્ટોરમાંથી અને એક વેલિંગ્ટનના કપડાના રિટેલ સ્ટોરમાંથી છે. 
પોલીસે આ આરોપો પર તેની સામે કેસ નોંધ્યો હતો, જેની તપાસ ચાલી રહી છે. પરંતુ તે પહેલા જ સાંસદે માનસિક વ્યથાને ટાંકીને રાજીનામું આપી દીધું હતું. આ ઘટના બાદ ન્યૂઝીલેન્ડમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કોઈ સાંસદ પર લાગેલા આરોપોને ગંભીર ગણાવી રહ્યું છે અને કહી રહ્યું છે કે કોઈ સાંસદ પાસેથી આ પ્રકારની અપેક્ષા નથી. આરોપી સાંસદે પોતે કહ્યું હતું કે તેને રાજકારણીઓ પાસેથી અપેક્ષિત શૈલી પ્રમાણે ન જીવવા બદલ અફસોસ છે.

આરોપી મહિલા સાંસદે એમ પણ કહ્યું કે એવું લાગે છે કે હું માનસિક રીતે સ્વસ્થ નથી. તેમને તેમના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમયની જરૂર હતી અને તેથી રાજીનામું આપવાનું નક્કી કર્યું.

આરોપી મહિલા સાંસદે એમ પણ કહ્યું કે તેના પર લાગેલા આરોપો તેના ચારિત્ર્યની વિરુદ્ધ છે. હું મારી જવાબદારીઓથી દૂર રહેવાનું બહાનું નથી બનાવતો, હું માત્ર આરોપોને સમજવા માંગુ છું. મેં ઘણા લોકોને નિરાશ કર્યા છે અને હું ખૂબ જ દિલગીર છું.