America: સ્કૂલ છૂટ્યા બાદ સ્કૂલમાં જ મળશે શેતાન ક્લબ

શેતાનનું મંદિર ઘણા વખતથી અમેરિકામાં ચાલે છે પરંતુ શાળામાં બાળકો પણ આવું જોશે એવું પહેલીવાર બનશે.

Courtesy: Instagram

Share:

હાઈલાઇટ્સ

  • અમેરિકામાં શેતાનના મંદિર અને શેતાન ક્લબમાં ભાગ લેનારાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને તેના કારણે ધાર્મિક સંસ્થાઓ ચિંતામાં છે.

ધર્મ, આસ્થા, વિશ્વાસ અને ઈશ્વર... આ શબ્દો આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ અને ઈશ્લર પરની શ્રદ્ધાના કારણે જ આપણને દરેક કામમાં આશા દેખાય છે. ઈશ્લરને કોઈએ નરી આંખે જોયો નથી પણ તેના અસ્તિત્વને આપણે સ્વીકારીએ છીએ કારણ કે એ જ એવું એક તત્ત્વ છે જે આપણને રોજ જીવન જીવવાની આશા કે ઉમ્મીદ આપે છે. આ ઈશ્વરને આપણે જુદા જુદા નામ આપીને ભજીએ છીએ, પૂજા કરીએ છીએ. પરંતુ એક વર્ગ દુનિયામાં એવો પણ છે જે ઈશ્વરના અસ્તિત્વને પડકારે છે અને એટલા જ માટે તેમણે શેતાનના મંદિરો અને શેતાન ક્લબ શરૂ કર્યાં છે જ્યાં એવા લોકો જોડાય છે જેમને આશામાં વિશ્વાસ નથી અને જેમણે ઉમ્મીદ રાખવી નથી.

અત્યાર સુધી આ મંદિરો મોટેરાઓ સુધી મર્યાદિત હતા પરંતુ હવે શાળામાં પણ આ મંદિર અને તેના સભ્યોએ ઘુસણખોરી કરી છે.

અમેરિકાના ટેનેસિમાં આવેલી એક પ્રાથમિક શાળામાં ટૂંક જ સમયમાં આફટર સ્કુલ શેતાન ક્લબ શરૂ થવા જઈ રહી છે અને તેના માટે જિલ્લા સત્તાધીશોએ ક્લબના સભ્યોને જગ્યા આપવા માટે પણ ખાતરી આપી હોવાનું સમાચાર માધ્યમો દ્વારા નોંધવામાં આવ્યું છે. શરૂઆતના તબક્કે આ ક્લબ સ્કૂલ છુટ્યા પછી કંપાઉન્ડમાં જ મળશે. નાસ્તિકો માટે કદાચ આ સમાચાર આનંદાયક હોઈ શકે પરંતુ અમેરિકાના ધાર્મિક જૂથોમાં આનો સખત વિરોધ થઈ રહ્યો છે. ક્લબ પોતાનું કામ ક્રિસમસના વેકેશન બાદ શરૂ કરશે. શેતાનીક ક્લબ શરૂ કરવાનો નેગેટીવ અભિગમ શેતાનના મંદિરના કર્તાહર્તા દ્વારા શરૂ કરાયો છે.

શેતાન ક્લબના સોશિયલ મિડીયા હેન્ડલ પર જાહેક કરવામાં આવેલા સમાચાર અનુસાર જાન્યુઆરી માસની 10મી તારીખથી ક્લબ પોતાની કામગીરી ચીમનીરોક એલીમેન્ટરી સ્કૂલની લાયબ્રરીમાંથી શરૂ કરશે. શેતાન ક્લબના સભ્યો એવું માને છે કે આ ક્લબ અને શેતાનનું મંદિરએ એવા આસ્તિક નહીં એવા લોકોનું એક જૂથ છે જે શેતાનને રૂઢિવાદી સમાજથી છૂટકારો અપાવનાર પાત્ર તરીકે જુએ છે.

સ્કૂલ દ્વારા અપાયેલા એક નિવેદન અનુસાર, સ્કૂલ તમામને એક સમાન અધિકાર આપવા માટે બંધાયેલુ છે અને આથી જ નોન-પ્રોફિટ સંસ્થાઓને શાળાના કલાકો બાદ શાળાનો વપરાશ કરવા દેવા માટે અમે બંધાયેલા છીએ. જેનો અર્થ એવો થાય છે કે કોઈ સંસ્થાની અંગત વિચારસરણીના આધારે તેને શાળા વાપરવા દેવી કે નહીં તેવું ના કરી શકાય.