શું તમને મેન્યુ એંઝાઈટી છે?

આ જનરેશનના હાથમાં મોબાઈલ ફોન છે અને વારંવાર રીલ કે ફોટો ઉતારીને ઈન્સ્ટાગ્રામ પર મુકે છે પરંતુ જ્યારે હોટેસ કે રેસ્ટોરન્ટમાં મેન્યુ પરથી ઓર્ડર આપવાનો થાય કે તેમના હાંજા ગગડી જાય છે.

Courtesy: New York Post

Share:

હાઈલાઇટ્સ

  • જનરેશન ઝી મા આવતાં 2000 થી વધુ લોકોનો પ્રેઝો નામની એક બ્રિટિશ રેસ્ટોરન્ટે સર્વે કર્યો તો ખબર પડી કે આ લોકો મેન્યુ હાથમાં આવતાં જ નક્કી નથી કરી શકતાં કે તેમણે ઓર્ડર શાનો કરવો છે.

જનરેશન ઝી કે જેમની યુવાની અત્યારે મધ્યાહને છે તેમને ડીજીટલ જનરેશન પણ કહેવામાં આવે છે કારણ કે તેમણે જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે તેમના હાથમાં મોબાઈલ, ટેબલેટ, લેપટોપ અને કોમ્પ્યૂટર આવી ગયા હતા અને હવે તેમના જીવનનો અવિભાજ્ય અંગ થઈ ગયા છે. પરંતુ જ્યારે રેસ્ટોરન્ટમાં જઈને મેન્યુના આધારે ઓર્ડર આપવાનો થાય ત્યારે તેમના હાથ પગ ઠંડા પડી જાય છે જેને મેન્યુ એંઝાઈટી તરીકે ઓળખવામાં આવે છે. આ રસપ્રદ વાત પ્રેઝો નામના એક રેસ્ટોરન્ટ દ્વારા 2000થી વધુ લોકોના સર્વે બાદ બહાર આવી.

સર્વે અનુસાર 86 ટા જેટલા લોકોની સામે જ્યારે મેન્યુ મુકવામાં આવ્યું ત્યારે તેઓ અસ્વસ્થ અને આકુળ-વ્યાકુળ થઈ ગયા. ફોર્ચ્યુન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર ઉપરોક્ત રેસ્ટોરન્ટ ચેઈને તેમની અલગ અલગ જગ્યાએ આવેલી રેસ્ટોરન્ટમાં આવનારા જનરેશન ઝીના ગેસ્ટ્સને એવો સવાલ પૂછ્યો કે તેમની સામે જ્યારે મેન્યુ આવે ત્યારે તેમને કેવી અનુભુતિ થાય છે. જે લોકોએ મેન્યુ એંઝાઈટી હોવાનું કબુલ્યુ તે પૈકીના 34 ટકા લોકો જનરેશન ઝી ના હતા.

તેમણે એવું સ્વીકાર્યું કે, જ્યારે તેમની સાથે મેન્યુ આવે ત્યારે તેઓ તેમની સાથે આવનારી વ્યક્તિને વેઈટર સાથે વાત કરવા અને ફૂડ ઓર્ડર કરવા માટે જણાવે છે. કારણ કે તેઓ ઘણાં નર્વસ થઈ જાય છે. 34 ટકાના આંકડો સરખામણીમાં મોટો છે કારણ કે અન્ય ગેસ્ટ્સ જેમણે આ પ્રકારની ફીલીંગ વ્યકિત કરી હતી તેમની ટકાવારી 21 જ છે.

ધ ન્યૂયોર્ક પોસ્ટ સાથે વાત કરતાં પ્રેજોના સીઈઓ ડીન ચેલેન્જરે જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો રજાના સમયગાળામાં બહાર જમવા જવા માટે ઉત્સુક હોય છે. જો કે કેટલાક લોકો માટે આ ઘણું તણાવગ્રસ્ત પણ લાગતું હોઈ શકે.

સર્વેમાં એવું જણાવવામાં આવ્યું છે કે આમ થવા પાછળનું કારણ મેન્યુમાં ઉલ્લેખાયેલા ફૂડની કિંમત અને તેમને મનગમતી વસ્તુ કે ડીશ નહીં મળી શકતી હોવાની બીક પણ હોઈ શકે.

આથી પણ મોટી વાત આ સર્વેની એ છે કે 40 ટકા જનરેશન ઝી એવું કહે છે કે જો તેમને મેન્યુ પહેલાંથી નહીં ખબર પડે તો તેઓ બહાર જવાનું વિચારશે જ નહીં.