તબીબી જગત અચંબામા! મહિલાને ગર્ભાશય – યુટ્રસ બહાર પ્રગનન્સી રહી

ફ્રાંસમાં માન્યામાં ના આવે એવી ઘટના બની. ડોક્ટરો હેબતાઈ ગયા. દૈવી તાકાતો સામે સાયન્સ અને મેડિસિન નિષ્ફળ છે તેવુ ફરી એક વાર પુરવાર થયુ.

Courtesy: cureus.com

Share:

હાઈલાઇટ્સ

  • Woman unknown to her own physical transformation lands in hospital to become sudden mother

જ્યારે ઈશ્વર પોતાની કરામત કરવાનું ચાલુ કરે ત્યારે આ જગતમાં કોઈ એવુ નથી જે તેને પડકારી શકે કે તેને કળી પણ શકે તે પછી ડોક્ટર હોય કે સાયન્ટીસ્ટ અને આવી જ એક ઘટના ફ્રાસમાં બહાર આવી છે જેણે તબીબી જગતને અચંબામાં પાડી દીધું છે. ફ્રાસની 37 વર્ષની એક મહિલા જેને પેટનો દુખવો સમજતી રહી તે અસલમાં તેની પ્રેગનન્સી હતી અને આ વાતની પણ ત્યારે  ખબર પડી જ્યારે તેને પેટનો દુખાવો અસહ્ય બની ગયો. જ્યારે તે ડોક્ટર પાસે ગઈ અને તેના ટેસ્ટ કરવામાં આવ્યા તો ખબર પડી કે તેને 23 સપ્તાહનો ગર્ભ છે અને તે ગર્ભ એબડોમીનલ કેવીટીમાં છે નહીં કે તેના ગર્ભાશયમાં. એબડોમિનલ કેવીટી એટલે કરોડરજ્જુ અને પેટની દિવાલ વચ્ચેનો શારીરીક ભાગ. જો કે જોખમી આ સર્જરીમાં ડોક્ટરો સફળ રહ્યાં અને માતા અને બાળક બંનેને સલામત ઘરે પહોંચાડ્યા.

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં આ કિસ્સાને એક સ્ટડી તરીકે ઉલ્લેખાયો છે જની વિગતો એવી છે કે ફ્રાંસની 37 વર્ષની મિહલાને સતત 10 દિવસ સુધી પેટના દુખવો થયો રહ્યો અને અંતે એ દુખાવો ખૂબ જ અસહ્યા બની જતાં તેણે ડોક્ટર પાસે જવુ પડ્યું. જ્યારે ડોક્ટરે તેના રીપોર્ટ કરાવ્યાં ત્યારે તેને ખબર પડી કે તે પ્રેગનન્ટ છે અને તેની પ્રેગનન્સી 23 સપ્તાહની છે. રીપોર્ટમાં એવું પણ બહાર આવ્યું કે જે બાળક તેના પેટમાં આકાર લઈ રહ્યું છે તે એકદમ સામાન્ય એટલે કે નોર્મલ છે જે તેની એબડોમિનલ કેવીટી એટલે કરોડરજ્જુ અને પેટની દિવાલ વચ્ચેનો શારીરીક ભાગ છે તેમાં છે.

ઉપરોક્ત સ્ટડીમાં ડોક્ટરોએ એવું લખેલું છે કે સામાન્ય રીતે આવા સંજોગોમાં બાળક જીવે તે શક્ય નથી હોતુ. જો કે 29 સપ્તાહના અંતે ડોક્ટરો બાળકને સફળ રીતે તે મહિલામાંથી બહાર કાઢ્યું અને માતા અને બાળક બંને તંદુરસ્ત છે અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

ન્યૂ યોર્ક પોસ્ટમાં પ્રકાશિત થયેલા અહેવામાં એવું જણવાવામાં આવ્યું છે કે આવા કિસ્સાઓમાં બાળકના મરણની શક્યતાઓ 90 ટકા જેટલી હોય છે.