“મહેરબાની કરીને મને મારું જીવન ટૂંકાવા દો....”

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કોર્ટના મહાસચિવને વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું મહિલા જજનું યુપીના બાંદા જિલ્લામાં પોસ્ટીંગ

Courtesy: livelaw.in

Share:

હાઈલાઇટ્સ

  • બારાબંકીમાં પોસ્ટીંગ દરમિયાન એક જિલ્લા ન્યાયાધીશ – ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ અને તેમના સાથીઓ દ્વારા ત્રાસ આપતો હોવાનો પત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને લખ્યો

“મહેરબાની કરીને મને મારું જીવન ગૈરવપૂર્ણ રીતે ટૂંકાવવા દો. મને મારા જીવનને ડીસમીસ કરવા દો... મારું અનહત શારીરીક શોષણ થઈ રહ્યું છે. મારી સાથે કુડાદાની જેમ વર્તન થઈ રહ્યું છે. મને એવું લાગલા લાગ્યું છે કે મારી ક્યાં જરૂર નથી અને હું એક એવો કીડો છું જેને કોઈ ઈચ્છતું નથી.

મહિલા જજે સીજેઆઈ ચંદ્રચુડને લખેલા પત્રમાં એમ પણ જણાવ્યું છે કે આંતરીક સમિતિને ફરીયાદ કર્યાં બાદ તપાસના આદેશ તો થયાં હતાં પરંતુ તપાસ એક શરમ અને મજાક સમાન હતી. તપાસમાં જે સાક્ષીઓને બોલાવવમાં આવ્યા હતાં તે જે જજ મારું શોષણ કર્યું હતું તેમના જુનિયર જ હતાં. કોઈ કર્મચારી પોતાના બોસ ની વિરદ્ધ સાક્ષી કેવી રીતે આપે તે મને સમજાતું નથી."

પત્રમાં મહિલા જજે એવો પણ દાવો કર્યો છે કે તેમણે તે જજની ટ્રાન્સફર માટે અરજી પણ કરી હતી પરંતુ તેની અરજી માત્ર 8 સેકન્ડમાં ફગાવી દેવામાં આવી હતી.
"મે ફક્ત એટલી જ માંગણી કરી હતી કે એ તપાસ ચાલે છે ત્યાં સુધી જેમની સામે મે આક્ષેપ કર્યા છે તે જજની બદલી કરી દેવામાં આવે. પરંતુ આટલી વાત પણ કોઈએ ના સાંભળી. હવે મારે વધારે જીવવાની તમન્ના નથી. છેલ્લા દોઢ વર્ષમા મારી હાલત એક હાલતી – ચાલતી લાશ જેવી થઈ ગઈ છે. આત્મા અને જીવન વગરના આ શરીરને વધારે કષ્ઠ આપવાનો કોઈ મતલબ નથી. મારા જીવનમાં હવે કોઈ ઉદ્દેશ નથી રહી ગયો.

ઉત્તર પ્રદેશના એક મહિલા જજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને પોતાનું જીવન ટૂંકાવવા માટે પરવાનગી આપતો એક પત્ર સોશિયલ મિડીયા પર વાઈરલ થતાં મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના મહાસચિવને અલાહાબાદ હાઈ કોર્ટ પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ મંગાવવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે સુપ્રીમના સેક્રેટરી જનરલે અલાહાબાદ હાઈ કોર્ટના રજીસ્ટ્રાર જનરલને પત્ર લખીને મહિલા જજ દ્વારા આપવામાં આવેલી તમામ ફરિયાદોની માહિતી માંગી હતી. આ ઉપરાંત તેમણે આંતરિક ફરિયાદ સમિતિને મહિલા જજની ફરિયાદ બાદ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો પર વિસ્તૃત અહેવાલ માગ્યો છે.