લોકસભામાં કેવી રીતે મળે છે મુલાકાતી પાસ?

સાત જવાનોને લોકસભા સચિવાલય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા

Courtesy: GI

Share:

હાઈલાઇટ્સ

  • Indian Parliament Members encounter two strangers inside house.

બુધવારે લોકસભામાં મુકાલતીઓની ગેલરીમાંથી કુદકો મારીને સાંસદો વચ્ચે ફરતાં ટીયર ગેસ જેવો પદાર્થ છોડનારા બે નવયુવાનો ભાજપના સાંસદ પ્રતાપ સિંહા દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા ઓથોરાઈઝેશન પાસના આધારે સંસદ ભવનમાં પ્રવેશ્યા હોવાનો ખુલાસો થયો છે. દરમિયાનમાં, લોકસભાના સચિવાલયે આ ઘટનાના પગલે ગુરુવારે 7 જવાનોને ફરજ બરતરફ – સસ્પેન્ડ કરી દીધા હોવાનું જણાવાયું છે.

પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)ના અહેવાલ અનુસાર બે પૈકીના એક આરોપી મનોરંજન ડીએ અન્ય યુવાન સાગર શર્માને ઉપરોક્ત ઉલ્લેખાયેલા સાંસદની ઓફિસના પરિચીત તરીકે ઓળખાવ્યો હતો અને તેના આધારે તેમણે નવા સંસદગૃહને જોવાના બહાને પાસ લીધો હતો. મનોરંજન સિંહની કચેરીના છેલ્લા ત્રણ મહિનાથી આટાફેરા મારતો હતો અને સાંસસ અને તેના કર્મચારીઓને તેને પાસ ઈસ્યુ કરવા માટે વિશ્વાસમાં લેવાના પ્રયત્નો કરી રહ્યો હોવાનું પણ પીટીઆઈ દ્વારા જણાવાયું છે.

લોકસભામાં પાસ કેવી રીતે ઈસ્યુ થાય છે?
મુલાકાતીઓને સંસદભવનમાં પ્રેવશ આપવા માટે લોકસભાના રુલ્સ ઓફ પ્રોસીઝરના નિયમ 386ને અનુસરવામાં આવે છે. આ અધિનીયમમાં મુલાકાતીઓ માટે એડમિશન, વિડ્રોવલ અન્ડ રીમુવલના નિયમો આપેલા છે. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે

  • સંસદનું સત્ર જ્યારે ચાલુ હોય ત્યારે મુલાકાતીઓને સાંસદો માટે રીર્ઝવ નહીં રખાયેલી જગ્યાએ બેસવા દેવાની મંજૂરીની કામગીરી સ્પીકર એટલે કે અધ્યક્ષ દ્વારા હાથ ધરવામાં આવે.
  • પાસ માત્ર એવી જ વ્યકિતઓને આપવામાં આવે જે ને સભ્યો અંગત રીતે જાણતા હોય
  • મુલાકાતીના પાસ માટે ભલામણ કરતી વખતે સભ્ય સાંસદે એક પ્રમાણપત્ર આપવું પડે છે જેમાં એવું ઉલ્લેખાયેલું હોય છે કે જે તે વ્યકિતને તે અંગત રીતે ઓળખે છે અને તેની સંપૂર્ણ જવાબદારી એ લે છે.
  • ત્યાર બાદ મુલાકાતીને એક ઓળખપત્ર આપવામાં આવે છે.
  • મુલાકાતીએ પોતાના પિતા કે પતિનું નામ પણ આખું આપવું ફરજીયાત છે.
  • રાજ્યસભા માટે પણ આવા જ નિયમો છે.

 

સિંહાની કચેરીએ પણ એ વાત સ્વીકરી છે કે તેઓ સ્થાનિક લોકોની માંગણી ધ્યાનમાં રાખીને આવી ભલામણો કરતાં હોય છે.

પ્રતાપ સિંહા કોણ છે?
પ્રતાપ સિંહા મૈસોર-કોડાગુમાંથી સાંસદ છે અને તે સૈપ્રથમવાર 2014માં સાંસદ બન્યા હતા. તે પહેલા તેઓ કન્નડ ભાષાના કેટલાક અખબારોમાં પત્રકાર તરીકા કામ કરતાં હતા. તેઓ ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પ્રતાપ સિંહાનો સાંસદ તરીકેનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો છે. જેમાં તેમણે કર્ણાટકના નેતાઓ સાથે ઘર્ષણમાં ઉતર્યાના કિસ્સાઓ પણ છે.