વધુ પડતું વિટામિન ડી શરીરને માઠી અસર કરે છે

એવા 10 ચિન્હો કે જેથી જાણી  શકાય કે વિટામિન ડીનું સ્તર વધુ છે. આપના શરીર માટે વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં હોવું જરૂરી છે પરંતુ તેમ છતાં તેનું વધારે પ્રમાણ પણ શરીરને માઠી  અસર કરે છે.  આપના શરીરમાં  પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી ઘટક હોવું જોઈએ અને તે શરીરની સુખાકારી માટે મહત્વનું છે. વિટામિન ડી મસલ સેલ્સના […]

Share:

એવા 10 ચિન્હો કે જેથી જાણી  શકાય કે વિટામિન ડીનું સ્તર વધુ છે. આપના શરીર માટે વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં હોવું જરૂરી છે પરંતુ તેમ છતાં તેનું વધારે પ્રમાણ પણ શરીરને માઠી  અસર કરે છે. 

આપના શરીરમાં  પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી ઘટક હોવું જોઈએ અને તે શરીરની સુખાકારી માટે મહત્વનું છે. વિટામિન ડી મસલ સેલ્સના વિકાસ, આપણી ઇમ્યુન સિસ્ટમને બરાબર ચલાવવા તેમજ આપણા તમામ હાડકાની જાળવણી માટે આવશ્યક છે. 

વિટામિન ડીની વધતી ઉણપને ટાળવા માટે લોકો તેના સપ્લીમેન્ટ લેતા હોય છે. જો કે, ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે વિટામિન ડીના સપ્લીમેન્ટ્સનો વધુ પડતો વપરાશ વધુ નુકસાનદાયક છે.

વિટામિન ડી આપણે કુદરતી રીતે નહીં પણ જો બહારથી દવાના માધ્યમથી વધુ પડતું  લઈએ તો વિટામિન ડીની ઝેરી અસર થતી હોય છે. હાઇપરવિટામિનોસિસ ડી, એક સંભવિત ગંભીર સ્થિતિ છે. આ ત્યારે થાય જ્યારે તમારા શરીરમાં વિટામિન ડીની વધુ પડતી માત્રા હોય. ડોકટરોના મતે, વિટામિન ડીની ઝેરી અસર સામાન્ય રીતે વિટામિન ડીના મોટી માત્રામાં સપ્લીમેન્ટ લેવાથી થાય છે. 

વધુ માત્રામાં વિટામિન ડી લેવાથી નીચેના અનુભવ અથવા લક્ષણ દેખાય છે. 

ભૂખ ન લાગવી, કબજિયાત, નિર્જલીકરણ, થાક, વારંવાર પેશાબ, હાઈ બ્લડ પ્રેશર, સ્નાયુમાં નબળાઇ, ઉબકા, તરસ, ઉલટી જેવા લક્ષણ જોવા મળે છે.

જો આમાંથી એક કે એક થી વધારે લક્ષણો જણાય તો તમારે તમારા ડૉક્ટરને મળીને તમે જે ડોઝ લેતા હોય તેની જાણકારી આપવી જોઈએ. 

 તમારા વિટામિન ડીના વધુ સ્તરના કેટલાક અન્ય ગંભીર સંકેતો અહીં આપ્યા છે તે તમારે જાણવા જરૂરી છે. 

હાયપરક્લેસીમિયા: વધુ પડતું વિટામિન ડી લેવાથી લોહીમાં વધુ પડતું કેલ્શિયમ થઈ શકે છે. આ સ્થિતિને હાઇપરક્લેસીમિયા કહેવામાં આવે છે.

કિડનીની સમસ્યાઓ: વધુ પડતા વિટામિન ડી પણ કિડનીની સમસ્યાઓ અથવા કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

હાડકાની સમસ્યાઓ: સંશોધન કહે છે કે, વિટામિન ડી વધારે લેવાથી  હાડકાંના ફ્રેક્ચર થવાની સંભાવના વધુ હોય છે.

આમ, કુદરતી રીતે લીધેલું વિટામિન ડી શરીર માટે લાભપ્રદ છે. આથી, એવા આહાર આપણે લેવા જોઈએ જેમાં વિટામિન ડી હોય. આ ઉપરાંત જો નિયમિત સવારે  કુમળો  તડકો લેવામાં આવે તો તે પણ શરીરમાં વિટામિન ડી પેદા કરે છે.