રાતા લંબિયા...! જાણો કેમ આજની રાત હોય છે લાંબી... શું છે આ રહસ્ય?

6 માસથી દક્ષિણ તરફ ઢળતો સૂર્ય 21 ડિસેમ્બરની રાત્રિથી દિશા બદલીને ઉત્તર તરફ ઢળશે જેને ઉત્તર અયનકાળ અર્થાત્ શિયાળુ અયનકાળ (વિન્ટર સોલ્સટાઈસ) કહે છે તે શરૂ થશે. સમસ્ત જીવસૃષ્ટિને અસરકરતા આ ચક્રનું માત્ર ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ, તારીખ નિર્ધારણની દ્રષ્ટિએ જ નહીં પરંતુ, ધાર્મિક, આદ્યાત્મિક સહિત અનેક રીતે મહત્વ રહ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • 21 ડિસેમ્બર વર્ષની સૌથી લાંબી રાત હોય છે
  • સૂર્યની સ્થિતિના કોણને કારણે થાય છે ઘટના

આજે એટલે કે 21મી ડિસેમ્બર... ખૂબ જ રહસ્યમય દિવસ છે. આ દિવસને શિયાળુ અચનકાળ કહે છે. આ દિવસે, પૃથ્વીના એક છેડે ઘણી લાંબી રાત હોય છે, જ્યારે બીજા છેડે રાત ખૂબ ટૂંકી અને દિવસ લાંબો હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં વાત કરીએ તો, 21મી ડિસેમ્બર એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબી રાત અને સૌથી ટૂંકો દિવસ છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેનાથી વિપરીત થાય છે. અહીં સૌથી ટૂંકી રાત અને સૌથી લાંબો દિવસ છે. હવે પ્રશ્ન એ છે કે શું આ ખરેખર કોઈ ખગોળીય ચમત્કાર છે? શા માટે 21મી ડિસેમ્બર વર્ષની સૌથી લાંબી રાત હોય છે? તો ચાલો જાણીએ તેની આખી વાર્તા.

શિયાળુ અયનકાળ શું છે?
6 માસથી દક્ષિણ તરફ ઢળતો સૂર્ય 21 ડિસેમ્બરની રાત્રિથી દિશા બદલીને ઉત્તર તરફ ઢળશે જેને ઉત્તર અયનકાળ અર્થાત્ શિયાળુ અયનકાળ (વિન્ટર સોલ્સટાઈસ) કહે છે તે શરૂ થશે. સમસ્ત જીવસૃષ્ટિને અસરકરતા આ ચક્રનું માત્ર ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ, તારીખ નિર્ધારણની દ્રષ્ટિએ જ નહીં પરંતુ, ધાર્મિક, આદ્યાત્મિક સહિત અનેક રીતે મહત્વ રહ્યું છે.

પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે તે સર્વવિદિત છે, આ પૃથ્વી એક તરફ નમેલી રહીને આ પ્રદક્ષિણા કરે છે. જેના પગલે  તે જ્યારે દક્ષિણ તરફ નમવાનું શરૂ કરે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં (કે જેમાં ભારત સહિત દેશો આવેલા છે) સૂર્યપ્રકાશ ઓછો હોય અને તે સમયમાં જ શિયાળો હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય દરેક શહેર પ્રમાણે અલગ અલગ છે, કારણ કે પૃથ્વી ગોળ છે અને એક તરફ નમેલી છે. ઉત્તર ગોળાર્ધમાં ઉત્તરાયણ શરૂ થશે તો બીજી તરફ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાયન શરૂ થશે એટલે કે આવતીકાલે ત્યાં સુધી મોટો દિવસ હશે. 

દેશમાં ઉત્તરાયણ તા. 14 જાન્યુઆરીએ ઉજવાય છે જે કારણે ઘણા તે દિવસથી રાત્રિ ટૂંકી થતી હોવાનું માની લે છે પરંતુ,  ઉત્તર અયનકાળ 21 કે 22 ડિસેમ્બરે થતો હોય છે અને તે છેક તા. 21 જૂન સુધી ચાલે છે. તા. 21 જૂને વર્ષમાં સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હોય છે.  ચાર દિવસો તારીખ, વર્ષના દિવસો વગેરે નિર્ધારણમાં ખૂબ મહત્વના હોય છે. ડિસેમ્બર અને જૂનની તા. 21ના અયનકાળ તો તા. 20 માર્ચ અને તા. 23 સપ્ટેમ્બર વિષુવકાળ હોય છે જ્યારે દિવસ અને રાત્રિ બન્ને સરખા હોય છે.

22 ડિસેમ્બર સૌથી ટૂંકો દિવસ
સરકારી જીવાજી ઓબ્ઝર્વેટરીના અધિક્ષક ડૉ. રાજેન્દ્ર ગુપ્તના જણાવ્યા અનુસાર, દર વર્ષે 22 ડિસેમ્બરે એક ખગોળીય ઘટના બનશે જેના કારણે આ શુક્રવાર સૌથી નાનો દિવસ હશે. ઉજ્જૈનમાં સૂર્યોદય સવારે 7.05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 5.46 વાગ્યે થશે. જેના કારણે ઉજ્જૈનમાં દિવસનો સમયગાળો 10 કલાક 41 મિનિટ અને રાત્રિનો સમયગાળો 13 કલાક 19 મિનિટનો રહેશે. આ સમય દરમિયાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે સૂર્ય 0 અંશ પર મકર રાશિમાં રહેશે.