આહાર લેવાની પાંચ પદ્ધતિ જે ખરેખર સાચી નથી 

કેટલાક આહાર આરોગવાની રીત આપણે એ માનીને અપનાવી છીએ કે તે આપણા  માટે સ્વાસ્થ્યપ્રદ છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ખોરાક લેવાની આદતો આપણને તંદુરસ્ત રાખે છે તે સાથે જ તેને કેવી રીતે ખાવા જોઈએ તે જાણવું જરૂરી છે.  પોષણયુક્ત ખોરાક આપણને તંદુરસ્ત રાખે છે. પરંતુ તેને કેવી રીતે ખાવો તેની અલગ માન્યતાઓ હોય […]

Share:

કેટલાક આહાર આરોગવાની રીત આપણે એ માનીને અપનાવી છીએ કે તે આપણા  માટે સ્વાસ્થ્યપ્રદ છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ખોરાક લેવાની આદતો આપણને તંદુરસ્ત રાખે છે તે સાથે જ તેને કેવી રીતે ખાવા જોઈએ તે જાણવું જરૂરી છે. 

પોષણયુક્ત ખોરાક આપણને તંદુરસ્ત રાખે છે. પરંતુ તેને કેવી રીતે ખાવો તેની અલગ માન્યતાઓ હોય છે. તંદુરસ્તી માટે તમારે કઈ રીતે ખાવું જોઈએ તે વિશે અનેક ટિપ્સ અપાતી હોય છે. આપણે આ ટિપ્સ અનુસરીએ છતાં ઘણીવાર લાભ ના મળે તેવું બને. આજે આપણે લોકોમાં બહુ પ્રચલિત ટિપ્સ જોઈશું અને જાણીશું કે તે ખરેખર તમારા માટે સારી છે? 

5 ‘સ્વસ્થ’ આહાર ટિપ્સ છે જે ખરેખર સ્વાસ્થ્યપ્રદ નથી:

1. સવારે ઉઠીને સૌ પ્રથમ ગ્રીન ટી પીવી : 

આપણામાંના ઘણા લોકો સવારે ઊઠીને પહેલા ગ્રીન ટી એવું માનીને લેતા હોઈએ છીએ કે તે આપણી સિસ્ટમને ડિટોક્સિફાય કરવામાં મદદ કરશે. તે સાચું છે અને ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે અને વજન ઘટાડવામાં અને ચયાપચયને વેગ આપવા માટે મદદ કરે છે પરંતુ તેમાં રહેલું ટેનીન ખાલી પેટે લેવાથી કબજિયાત, પેટનું ફૂલવું અને ઉબકા પણ આવે છે. નિષ્ણાંતો નાસ્તા પછી ગ્રીન ટી પીવાનું સૂચન કરે છે.  

2. દરરોજ આયુર્વેદિક ચાના સેવનથી સાવધ રહો: ​​હર્બલ ટી એ ફિટનેસના શોખીનોના આહારમાં સ્થાન મેળવ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે તેને ડોક્ટરની સલાહ પર જ લેવી જોઈએ. કેટલાક રોગમાં તે જોખમ પેદા કરી શકે છે. તબીબી સારવારના વિકલ્પ તરીકે હર્બલ ટીનો ઉપયોગ થવો જોઈએ નહીં.

3. કેલરી ઘટાડવા માટે અતિ ન કરો : કેલરીને વજન ઘટાડવાના સમયે રાક્ષસનું સ્વરૂપ આપવામાં આવે છે. પરંતુ કેટલીક કેલેરી શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે આવશ્યક છે.  

4.  કાર્બોહાઇડ્રેટ્સથી દૂર ના ભાગો : કેલરીની જેમ જ કાર્બોહાઇડ્રેટ્સ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. કાર્બોહાઇડ્રેટ્સ તમારા શરીરને ગ્લુકોઝ પ્રદાન કરે છે, જે તમામ શારીરિક કાર્યો માટે ઊર્જામાં રૂપાંતરિત થાય છે. દાળ, દૂધ અને ડેરી ઉત્પાદનો, ઓટ્સ, સફરજન અને બેરી સારા કાર્બોહાઇડ્રેટ્સ છે.  

5. ક્યારેક ગમતી દરેક વસ્તુ ખાઓ: તમારા ઈચ્છિત સ્વાસ્થ્ય લક્ષ્યોને હાંસલ કરવા માટે આરોગ્યપ્રદ આહાર મહત્વપૂર્ણ છે. પરંતુ પ્રસંગોપાત તમને ગમતું ખાવાથી તમને અંદરથી શક્તિ મળે છે.