ગરમીમાં કાકડી ખાવાનાં ફાયદાઓ જાણી લો

ગરમીની મોસમમાં કાકડી ખાવાથી શરીરને તાજગી મળે છે. કાકડીની અંદર ફાઈબર સારા પ્રમાણમાં હોવાથી તે શરીર માટે ગુણકારી બની રહે છે. કાકડીમાં પાણીની માત્રા પ્રચુર હોવાથી શરીરમાં પાણીની કમી પૂરી કરવામાં પણ તે કારગત નવડે છે. કાકડીમાં અનેક એન્ટિઓકસીટેન્ડ ઉપલબ્ધ છે ત્યારે તેને તમારા ખોરાકમાં શામેલ કરવાથી આપણને તેના લાભો મળી રહે છે.  કાકડીના લાભ […]

Share:

ગરમીની મોસમમાં કાકડી ખાવાથી શરીરને તાજગી મળે છે. કાકડીની અંદર ફાઈબર સારા પ્રમાણમાં હોવાથી તે શરીર માટે ગુણકારી બની રહે છે. કાકડીમાં પાણીની માત્રા પ્રચુર હોવાથી શરીરમાં પાણીની કમી પૂરી કરવામાં પણ તે કારગત નવડે છે. કાકડીમાં અનેક એન્ટિઓકસીટેન્ડ ઉપલબ્ધ છે ત્યારે તેને તમારા ખોરાકમાં શામેલ કરવાથી આપણને તેના લાભો મળી રહે છે. 

કાકડીના લાભ જાણી આપણને થશે કે કાકડીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તો  અહી અમે તમારા માટે કાકડીનાં ઉપયોગથી બનતી વાનગીઓ આપી છે. જેમાં સૌપ્રથમ આવે છે, આમળા, પાલક અને કાકડીનો જ્યુસ. ઉનાળામાં આ ત્રણેય પૂરતા પ્રમાણમાં મળી રહે છે ત્યારે આ પીણું જો સવારમાં પીવામાં આવે તો પૂરા દિવસ માટે શરીરને તાજગી આપવા સાથે અનેક લાભ પણ કરે છે. 

કાકડીનું રાયતું બધા પ્રકારના ભારતીય ભોજનની સાથે સરસ લાગે છે અને ઓછી સામગ્રીની સાથે બસ થોડી જ મિનિટોમાં બની જાય છે. સામાન્ય રીતે ઉનાળામાં કાકડીનું રાયતું ભોજનની સાથે પીરસવામાં આવે છે. તેને ઘરે બનાવવા માટે માત્ર દહીં, કાકડી, લીલા મરચાં, જીરું પાઉડર અને મીઠું જ જોઈએ અને તે દહી સાથે ખવાતી હોવાથી ગરમી દૂર કરવામાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. 

કાકડી અને ટમેટાનું સલાડ પણ આપણામાં બહુ પ્રચલિત છે. બપોરના જમવામાં કાકડી અને ટામેટાના નાંનાં ટુકડા કરી તેમાં જો થોડી પ્રમાણમાં સંચળ, કાળા મરી અને શેકેલું જીરું ઉમેરી પીરસવામાં આવે તો ટેસ્ટમાં સારું લાગવા સાથે જ તે ગુણ પણ કરે છે. 

 કાકડી ટમેટાનું શાક અમુક ઘરોમાં ખાસ કરીને જૈન લોકો વધુ પ્રમાણમાં ખાતા હોય છે. તે બનતા વાર પણ લાગતી નથી અને બનાવ્યા પછી ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.  તેને પણ ક્યારેક બનાવી જમવામાં લેવાથી તેના લાભ શરીરને મળી રહે છે. 

 કાકડી ટામેટાંની સેન્ડવીચ નાંનાં બાળકોથી લઈ મોટા લોકોમાં પણ પ્રિય છે. આસાનીથી બની જતી આ વાનગીમાં બ્રેડ, ટમેટો  કેચપ, બટર, ફૂદીના અને કોથમીની ચટણી સાથે  ટામેટાં  અને કાકડી  નાખવાથી તે ખૂબ સરસ લાગે છે. 

 કાકડી ફુદીનાનો જ્યુસ કાકડી  અને ફૂદીનાને  સાથે મિક્સરમાં ફેરવી તેમાં સંચળ અને લીંબુનો  રસ નાખી પીવાથી તાજગી આપે છે. જો કે આપણે હજુ તેનો સલાડમાંજ વધુ ઉપયોગ કરી છીએ. કાકડીમાં  અનેક ઔષધીય ગુણો રહેલા છે. કાકડી પેટ માટે ખુબ જ ઠંડી છે. ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે.  પિત્તની સમસ્યા દુર કરનાર, મૂત્ર રોગોમાં ફાયદો કરનાર છે. પથરી મટાડનાર છે, ઉલટીને શાંત કરે છે. ત્યારે કોઈ ને  કોઈ રીતે તેને ખાવાનો આનંદ લો.