ચોમાસામાં રોગોને દૂર રાખવા આ પાંચ ઔષધિ ખોરાકમાં સામેલ કરો 

ચોમાસાં દરમિયાન ભેજવાળા વાતાવરણને કારણે ત્વચામાં ચેપ અને પાચન સંબંધી વિકૃતિઓ વધુ જોવા મળે છે., ચોમાસામાં પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે આયુર્વેદમાં કેટલીક ઔષધિઓ છે જેની આપણે આજે ચર્ચા કરીશું.  ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ તેમની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અસરકારક જડીબુટ્ટીઓ સૂચવી છે જે લેવાથી આપણું આરોગ્ય એકંદરે સારું થઈ શકે છે અને બીમારીથી દૂર રહેવામાં […]

Share:

ચોમાસાં દરમિયાન ભેજવાળા વાતાવરણને કારણે ત્વચામાં ચેપ અને પાચન સંબંધી વિકૃતિઓ વધુ જોવા મળે છે., ચોમાસામાં પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે આયુર્વેદમાં કેટલીક ઔષધિઓ છે જેની આપણે આજે ચર્ચા કરીશું. 

ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ તેમની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અસરકારક જડીબુટ્ટીઓ સૂચવી છે જે લેવાથી આપણું આરોગ્ય એકંદરે સારું થઈ શકે છે અને બીમારીથી દૂર રહેવામાં મદદ મળે છે. 

ચોમાસાનો વરસાદ માત્ર ગરમીથી જ રાહત નથી આપતો પણ તે આપણને કેટલાક મનગમતા સ્ટ્રીટ ફૂડ ખાવા પણ પ્રેરે છે. જોકે, સ્વાસ્થ્ય માટે ચોમાસું ઓછું  લાભદાયક છે. તેમાં, ખોરાકજન્ય રોગો, મચ્છરજન્ય રોગો, મોસમી ચેપ અને તાવનું પ્રમાણ વધી જાય છે. તે વાત પિત્ત જેવી બીમારી પણ નોતરે છે. ચોમાસાંમાં સ્વાસ્થ્યને સંતુલિત રાખવા માટે આ દોષો સંતુલિત રહેવા જરૂરી છે. તેને સંતુલિત રાખવા માટે આયુર્વેદમાં કેટલાંક ઔષધોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, જે લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 

અશ્વગંધા 

અશ્વગંધા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ ઉપરાંત, આ જાદુઈ વનસ્પતિ મગજને શાંત કરવામાં, સોજો ઘટાડવામાં, તમારા બ્લડ પ્રેશર માટે અજાયબીઓનું કામ કરવામાં પણ મદદ કરી શકે છે.

લીમડો 

લીમડાના કડવા સ્વાદથી લોકો તેનાથી દૂર ભાગે છે. પણ આ જડીબુટ્ટી ચોમાસામાં ખાસ કરીને ફાયદાકારક છે અને માઇક્રોબાયલ ચેપને રોકવા ઉપરાંત તમારી ત્વચાની સંભાળ રાખવામાં પણ મદદ કરી શકે છે. બત્રા જણાવે છે કે, લીમડામાં રહેલાં નિમ્બિડિન અને નિમ્બોલાઈડ ઘટકો એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો ધરાવે છે. લીમડાની ચા પીવાથી અથવા લીમડાના પાન ચાવવાથી સંપૂર્ણ સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરી શકે છે.

લેમનગ્રાસ

લેમનગ્રાસમાં સિટ્રાલ જેવા સંયોજનો હોય છે, જે એન્ટિમાઇક્રોબાયલ અને રોગપ્રતિકારક ઉત્તેજક ગુણધર્મો દર્શાવે છે. લેમનગ્રાસની ચાનું સેવન અથવા લેમનગ્રાસ આધારિત સૂપ લેવાથી  ચોમાસા દરમિયાન સામાન્ય બીમારીઓ સામે રક્ષણ મળી શકે છે.

ગિલોય

ગિલોય, એક બળતરા વિરોધી, એન્ટિપ્રાયરેટિક વનસ્પતિ છે જે ચેપ સામે લડવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે તેનું સેવન કરવાથી શરીરમાં તાવ અને ફ્લૂ જેવા લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ગિલોયને ઉકાળો તરીકે અથવા પાઉડર સ્વરૂપે લેવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે.

આદુ

આદુમાં એક્ટિવ ઘટક જિંજરોલ હોય છે જે, બળતરા વિરોધી, એન્ટિવાયરલ, એન્ટિટ્યુમર, એન્ટિઑકિસડન્ટ અને એન્ટિબેક્ટેરિયલ કાર્યો ધરાવતા હોવાનું નોંધાયું છે. આદુની ચા પીવાથી અથવા સૂપ, સ્ટ્યૂસ અથવા ફ્રાઈસમાં છીણેલું આદુ ઉમેરવાથી ચોમાસાની ઋતુમાં તમારા એકંદર સ્વાસ્થ્યને વધારવામાં મદદ મળી શકે છે.