આ પીણાં તમારાં બાળકોને ઉનાળામાં ઠંડક સાથે તાજગી આપશે

કાળઝાળ ઉનાળામાં ગરમીએ જોર પકડ્યું હોવા છતાં બાળકો તેમની ક્રિયાઓમાં મસ્ત હોય છે તેમના  શરીરમાં સતત પાણીનું પ્રમાણ ઘટી જતું હોય છે અને વારંવાર શોષ પડે છે  ત્યારે એવા પીણાં છે કે જેના નામ પડતાની સાથે જ ભર ઉનાળે કાળજે ઠંડક પડે.  આપણાં શાસ્ત્રોમાં ગરમીમાં છાશ પીવાનું કહ્યું છે. ગરમીમાં છાશમાં મીઠું, સંચળ અને જીરું […]

Share:

કાળઝાળ ઉનાળામાં ગરમીએ જોર પકડ્યું હોવા છતાં બાળકો તેમની ક્રિયાઓમાં મસ્ત હોય છે તેમના  શરીરમાં સતત પાણીનું પ્રમાણ ઘટી જતું હોય છે અને વારંવાર શોષ પડે છે  ત્યારે એવા પીણાં છે કે જેના નામ પડતાની સાથે જ ભર ઉનાળે કાળજે ઠંડક પડે. 

આપણાં શાસ્ત્રોમાં ગરમીમાં છાશ પીવાનું કહ્યું છે. ગરમીમાં છાશમાં મીઠું, સંચળ અને જીરું વગેરે મસાલા ઉમેરીને પીવાથી માત્ર ગરમીથી જ રાહત નથી મળતી પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું  છે. આથી,બાળકોને તેઓ બપોરે જમવા બેસે કે ક્યાંક બહારથી રમીને આવ્યા હોય ત્યારે તરત ઠંડુ પાણી આપવાને બદલે જો તેમને છાસ આપવામાં આવે તો તે ગુણકારી બની રહે છે.  

આ સાથે જ બાળકોને ઉનાળામાં આવતી કાચી કેરીનું બનેલું શરબત આમ પન્ના પણ આપી શકાય છે. ઉનાળામાં તરસ છીપાવવા માટે લોકો ઠંડા પીણાં ખરીદીને બાળકોને આપતા હોય છે. જેનાથી ન તો તરસ છીપાય છે અને ન તો શરીર તાજગી અનુભવે છે.  તેનું નિયમિત સેવન તમને તાજગી અનુભવવાની સાથે જ શરીરને સક્રિય રાખે છે. 

શેરડીનો રસ પણ એક એવું પીણું છે જે આપવાથી બાળકોને ગુણ કરે છે. ઉનાળામાં ગરમીને ભગાડવા માટે કુદરતી પીણામાં શેરડીનો રસ મોખરે છે. બાળકને શેરડીનો રસ આપી તો તે તેને આવશ્યક ઉર્જા પૂરી પાડે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન બી કોમ્પ્લેકસ તેમજ વિટામિન ઇ હોય છે. તેમાં કેલ્શિયમ આર્યન તેમજ પ્રોટીન પણ ઉપલબ્ધ હોય છે. 

ઉનાળામાં જ્યારે તરબૂચ ઘણા પ્રમાણમાં મળી રહે છે ત્યારે તરબૂચનો રસ બાળકો માટે ગરમી દૂર કરવામાં કારગાર સાબિત થાય છે. જો તમે આ સિઝનમાં તેમને  હાઇડ્રેટેડ રાખવા માંગો છો, તો તમે તમારા બાળકને તરબૂચનો રસ આપી શકો છો જે પીવાથી તેનાં શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે.  તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને તે સ્વાદથી ભરપૂર છે. 

બાળકોને માટે અમૃત સમાન અન્ય એક પીણું છે કોકોનટ વોટર એટલે કે નાળિયેળ પાણી. અત્યારે જ્યારે ગરમીનો પારો ચઢી રહ્યો છે ત્યારે બાળકોને તે આપવાથી  તેના શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે.  તેમાં ખનિજ તત્વોનો ભંડાર છે જે તમને તાત્કાલિક ઊર્જા આપી શકે છે. દિવસમાં 1 ગ્લાસ નારિયેળ પાણી પીવાથી બાળકો વધુ સક્રિય રહી શકે છે.