પાંચ સુપર ફૂડ જેને આપણે ખોટી રીતે ખાઈએ છીએ 

આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી એવા સુપર ફૂડ આપણને પોષણ આપવામાં અને તંદુરસ્ત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે વજન ઘટાડવાના આપણા  લક્ષ્યમાં પણ કારગર સાબિત થાય છે. પરંતુ, આ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે તેને સાચી રીતે આપણા આહારમાં સામેલ કરીએ. આવો જાણીએ આવા 5 સુપર ફૂડ જેને આપણે ખોટી રીતે […]

Share:

આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી એવા સુપર ફૂડ આપણને પોષણ આપવામાં અને તંદુરસ્ત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે વજન ઘટાડવાના આપણા  લક્ષ્યમાં પણ કારગર સાબિત થાય છે. પરંતુ, આ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે તેને સાચી રીતે આપણા આહારમાં સામેલ કરીએ. આવો જાણીએ આવા 5 સુપર ફૂડ જેને આપણે ખોટી રીતે ખાઈએ છીએ. 

1. બદામ 

બદામ લેવાથી આપણા શરીરને અનેક પોષક તત્વો મળી રહે છે. આપણે તેનો નાસ્તામાં ઉપયોગ કરતાં હોઈએ છીએ અથવા તો એમ જ લઈ લેતા હોઈએ છીએ. ફૂડ સાયન્સ જનરલનાં જણાવ્યા પ્રમાણે 12 કલાક પલાળેલી બદામ ખાવાથી વિટામિન ઈ, ઝીંક અને મેગ્નેશિયમ આપણા શરીરને વધુ માત્રામાં મળે છે. 

2. ક્વિનોઆ

ક્વિનોઆ ગ્લુટન ફ્રી હોવાથી આજકાલ ઘણું લોકપ્રિય થયું છે. જો કે, ઘણા લોકો તેને રાંધતા પહેલા એક આવશ્યક પ્રક્રિયા કરવાનું ભૂલી જાય છે અને તે છે તેને ધોવાનું. ક્વિનોઆ પર સેપોનીન નામનું કડવું પડ હોય છે જે આપણા ટેસ્ટ અને પાચન પર અસર કરી શકે છે. તેનો ઉપયોગ 15 મિનિટ પહેલા તેને પલાળીને ધોઈને કરવાથી તેની ઉપરનું પડ નીકળી જાય છે અને તે સ્વાદમાં વધુ સારું બને છે. જેથી તમે તેની મજા વધુ સારી રીતે માણી શકો છો. 

3. સફરજન 

એગ્રીકલ્ચર એન્ડ ફૂડ કેમિસ્ટ્રી જનરલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ પ્રમાણે સફરજનમાં રહેલી છાલમાં ફાઈબર, એન્ટિઓક્સિડેન્ટ અને અન્ય લાભદાયક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારા હોય છે. આથી સફરજનમાંથી મહત્તમ લાભ મેળવવા માટે તેને તેની છાલ સાથે જ ખાવા જોઈએ. 

4. બ્રોકોલી 

બ્રોકોલી પોષકતત્વોથી ભરપૂર છે તેનો મહત્તમ લાભ મેળવવા માટે તેને બાફીને સેવન કરવાથી તેના ગુણ જળવાઈ રહે છે. તેમાં વિટામિન સી, ફોલેટ અને બીજા ગણા એન્ટિઓક્સિડેન્ટ હોય છે પરંતુ તેને વધુ બાફવાથી આ તત્વોનું પ્રમાણ ઘટી જાય છે. તેનો મહત્તમ લાભ લેવા માટે તેને માત્ર 5 મિનિટ માટે જ બાફવું જોઈએ.

5. કઠોળ 

કઠોળ આપણા  શરીરને પ્રોટીન સહિતના પોષક તત્વો આપે છે પરંતુ તેને આખી રાત પલાળીને તેનો ઉપયોગ કરવો આવશ્યક છે. બજારમાં પેકેટમાં મળતા કઠોળ પણ લેવાનું ટાળવું જોઈએ કારણકે તેમાં મીઠું અને પ્રિઝર્વેટિવ હોય છે. જે તેના ગુણને ઘટાડે છે.