Navratri Recipie: ઉપવાસ દરમિયાન બટાકાની આ 5 પરંપરાગત વાનગીઓ બનાવીને આનંદ મેળવો

Navratri Recipie:બટાકા જે ઘણાં ઘરોમાં આલુ તરીકે પણ ઓળખાય છે તે આપણાં ભારતીય રસોડામાં એક વિશેષ  સ્થાન ધરાવે છે. બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને પણ બટાકાની વિવિધ વાનગીઓ ખૂબ પસંદ હોય છે. બટાકા એક એવું શાક છે જે અન્ય કોઈ પણ શાક સાથે ભળી જાય છે અને તેના સ્વાદમાં ઉમેરો કરે છે.  આગામી 15મી ઓક્ટોબરથી […]

Share:

Navratri Recipie:બટાકા જે ઘણાં ઘરોમાં આલુ તરીકે પણ ઓળખાય છે તે આપણાં ભારતીય રસોડામાં એક વિશેષ  સ્થાન ધરાવે છે. બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને પણ બટાકાની વિવિધ વાનગીઓ ખૂબ પસંદ હોય છે. બટાકા એક એવું શાક છે જે અન્ય કોઈ પણ શાક સાથે ભળી જાય છે અને તેના સ્વાદમાં ઉમેરો કરે છે. 

આગામી 15મી ઓક્ટોબરથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના તહેવાર દરમિયાન શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિ કરે છે. અનેક લોકો નવરાત્રીના ઉપવાસ (navratri fasting) પણ કરતા હોય છે જેમાં 9 દિવસ દરમિયાન માતાજીની આરાધના કરવાની સાથે શુદ્ધ સાત્વિક ભોજન કરવામાં આવે છે. 

Navratri Recipie: આ રેસિપી ટ્રાય કરી નવરાત્રીમાં ટેસ્ટી વાનગીઓનો આનંદ લો 

1. બટાકાની ચાટ

નવરાત્રીના ઉપવાસ (navratri fasting)ની વાત ચાલતી હોય ત્યારે બટાકાની ચાટ, આલુ ચાટ તેની સાદગીના કારણે સૌથી વધારે પ્રચલિત વાનગી છે. બસ ખાલી બટાકાને બાફીને તેની પતરીઓ પાડીને તળી લો અને ગમતાં મસાલા, ચટણી વડે સજાવો એટલે તમારી સ્વાદિષ્ટ બટાકાની ચાટ તૈયાર થઈ જશે. 

2. વ્રત સ્પેશિયલ આલુ

દેશી ઘીમાં જીરા અને લીલા મરચાનો વઘાર કરીને તેમાં દહીં, કાળા મરી અને મીઠા સાથે થોડા બાફેલા બટાકા ઉમેરીને બનાવવામાં આવતું આ શાક નવરાત્રીના ઉપવાસ (navratri fasting)માં સ્વાદનો એક અનેરો આનંદ આપે છે. આ શાકને તમે મોરૈયા, સામા કે રાજગરાની પૂરી સાથે પણ ખાઈ શકો છો. 

3. બટાકાનું રાયતું

બટાકાનું રાયતું ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જતી એક શુદ્ધ સાત્વિક ડીશ છે જે કોઈ પણ વાનગી સાથે મેચ થઈ જાય છે. દહીંને વલોવીને તેમાં બાફેલા બટાકાના ઝીણાં ટુકડા, જીરૂ, કાળા મરી, તાજી કોથમીરના પાન અને મીઠું ઉમેરો એટલે બટાકાનું રાયતું તૈયાર થઈ જશે. 

4. બટાકાની કઢી

બટાકાની કઢી એ ભારતીય વાનગીઓમાં અનેરૂં સ્થાન ધરાવે છે. જોકે નવરાત્રીના ઉપવાસ (navratri fasting) દરમિયાન સામાન્ય રીતે ચણાના લોટથી બનતી કઢીનું સ્થાન ફરાળી લોટની કઢી લઈ લે છે. સામા કે મોરૈયા સાથે બટાકાની દહીંમાં ફરાળી લોટ ઉમેરી બનતી કઢી ખૂબ ચટાકેદાર કોમ્બિનેશન બને છે. 

5. બટાકાની ટિક્કી

આલુ ટિક્કી એ એક ખૂબ ચટાકેદાર અને લોકપ્રિય સ્ટ્રીટ ફુડ છે. જોકે નવરાત્રીના ઉપવાસ (navratri fasting)માં આલુ ટિક્કી બનાવવા માટે વ્રત સ્પેશિયલ વર્ઝન અપનાવી શકાય છે. આ માટે બાફેલા બટાકામાં શિંગોડાનો લોટ, મીઠું અને લીલા મરચાં, આદુ સાથે મનગમતાં મસાલા, શિંગદાણાનો ભૂકો સહિતના મસાલા ઉમેરી ટિક્કી બનાવી શકાય છે. બટાકાની ટિક્કી ચા સાથે પણ જોરદાર રંગત આપે છે અને તે સિવાય દહીં અને કોથમીરની ચટણી કે ખજૂર આંબલીની ચટણી સાથે પણ તે અનેરી મજા આપે છે. 

ઉપરોક્ત દર્શાવેલી નવરાત્રી રેસિપી (Navratri Recipie)માં તમે તમારી રીતે વેરિએશન લાવીને વાનગીને સ્વાદિષ્ટ બનાવી શકો છો.