ઈંડા કરતાં પણ વધુ પ્રોટીન છે આ શાકાહારી ભોજનમાં

શરીરને નિયમિત પ્રોટીનની જરૂર હોય છે જે આહાર દ્વારા પૂરી થઈ શકે છે. તેથી પ્રોટીનથી ભરપૂર ખોરાકને આહારમાં સામેલ કરવું એટલું જ જરૂરી છે. આહારના નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે પ્રોટીન સહિત તમામ પોષક તત્વો આપણે શાકાહારી આહાર દ્વારા સરળતાથી મેળવી શકીએ છીએ. શરીરમાં પ્રોટીનની અછતને કારણે હાડકાં નબળા પડવા, ચામડીમાં સોજો, પેટમાં સોજો, વાળ સુકા રહેવા, […]

Share:

શરીરને નિયમિત પ્રોટીનની જરૂર હોય છે જે આહાર દ્વારા પૂરી થઈ શકે છે. તેથી પ્રોટીનથી ભરપૂર ખોરાકને આહારમાં સામેલ કરવું એટલું જ જરૂરી છે. આહારના નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે પ્રોટીન સહિત તમામ પોષક તત્વો આપણે શાકાહારી આહાર દ્વારા સરળતાથી મેળવી શકીએ છીએ.

શરીરમાં પ્રોટીનની અછતને કારણે હાડકાં નબળા પડવા, ચામડીમાં સોજો, પેટમાં સોજો, વાળ સુકા રહેવા, વાળ ખરવા જેવી તકલીફો થાય છે. શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે હાડકાં નબળા પડી જાય છે અને ફ્રેક્ચરનું જોખમ વધી જાય છે. પ્રોટીનની ઉણપથી લીવરના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. પ્રોટીનની ઉણપને કારણે લીવર પર ચરબી વધે છે અને લીવર ફેટી બને છે.

સામાન્ય માન્યતા એવી છે કે, માંસાહારી ના હોય તેમને માટે પ્રોટીન મેળવવું મુશ્કેલ છે તો  આજે આપણે જોઈશું કે શાકાહારી લોકો શેમાંથી મહત્તમ પ્રોટીન મેળવી શકે છે. 

 પનીર અને ટોફુ પ્રોટીન રીચ ફૂડ ગણવામાં આવે છે. તે તમારા માટે હેલ્ધી ઓપ્શન છે. તમે 100 ગ્રામ પનીરમાંથી 16 ગ્રામ પ્રોટીન મેળવી શકો છો. જો તમારે માત્ર 100 ગ્રામ ટોફુ ખાવાનું હોય તો તેમાંથી તમે 8 ગ્રામ સુધી પ્રોટીન મેળવી શકો છો.

દહીંમાં પ્રોટીન પ્રચુર માત્રામાં હોય છે અને બારેમાસ તે બજારમાં ઉપલબ્ધ હોય છે. તેને  અનેક રીતે આપણે લઈ શકીએ છીએ. શિયાળો હોય કે ઉનાળો, દહીંનું સેવન હંમેશા ફાયદાકારક છે. જો તમે 100 ગ્રામ દહીં લેશો, તો તમને 9 ગ્રામ સુધી પ્રોટીન મળી શકે છે. પ્રોટીન ઉપરાંત, દહીં એવા ગુણોથી સંપન્ન છે, જે તમારા આંતરડા માટે સારું છે.

સોયાબીનમાં પ્રોટીન ઉપરાંત વિટામિન બી અને ઈ, કેલ્શિયમ, આયર્ન અને ઝીંક તેમજ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ પણ હોય છે. એકઅભ્યાસ પ્રમાણે  સોયા પ્રોટીન ઓછા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં  અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં આઇસોફ્લેવોન્સ નામનું સંયોજન છે, જે રજોનિવૃત્ત સ્ત્રીઓમાં ધમનીના આરોગ્યને જાળવવામાં મદદ કરે છે અને પ્રોસ્ટેટ તથા સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે.

ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત છે.  સફેદ અને કાળા બંને ચણામાં પૂરતી માત્રામાં પ્રોટીન મળે છે. છોડ આધારિત પ્રોટીનનો આ સ્ત્રોત હૃદયના સ્વાસ્થ્યને સુધારવા, લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. 

દાળમાંથી પણ સારી માત્રામાં પ્રોટીન મળે છે.   શાકાહારીઓ માટે, દાળનું સેવન પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને અન્ય જરૂરી પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. દાળ પણ જુદા જુદા પ્રકારની હોય છે જેવી કે તુવેર, ચણા, વટાણા, મગ જેવા કઠોળમાંથી સરળતાથી પ્રોટીન મેળવી શકાય છે.