આ 6 ખોરાક લેવાથી અનિદ્રાથી છુટકારો મળશે

અનિદ્રાએ ગંભીર બીમારી છે જેના કારણે આપણાં શરીર પર અનેક વિપરિત અસર થાય છે. આ અનિદ્રા આપણા શરીરમાં અનેક રોગોને આમંત્રિત કરે છે. ટુંકાગાળા માટે થયેલ અનિદ્રાનું મુખ્ય કારણ રોજિંદી જીવનશૈલી અને વાતાવરણમાં થયેલા ફેરફાર છે, પરંતુ લાંબાગાળાની અનિદ્રાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ક્રોનિક ઈન્સોન્મિયા (કાયમી અનિદ્રા)ના રોગમાં મોટાભાગના દર્દીઓ અઠવાડિયામાં 3 કે […]

Share:

અનિદ્રાએ ગંભીર બીમારી છે જેના કારણે આપણાં શરીર પર અનેક વિપરિત અસર થાય છે. આ અનિદ્રા આપણા શરીરમાં અનેક રોગોને આમંત્રિત કરે છે. ટુંકાગાળા માટે થયેલ અનિદ્રાનું મુખ્ય કારણ રોજિંદી જીવનશૈલી અને વાતાવરણમાં થયેલા ફેરફાર છે, પરંતુ લાંબાગાળાની અનિદ્રાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ક્રોનિક ઈન્સોન્મિયા (કાયમી અનિદ્રા)ના રોગમાં મોટાભાગના દર્દીઓ અઠવાડિયામાં 3 કે તેથી વધુ રાત ઊંઘી શકતા નથી. જે ત્રણ મહિના કે તેથી વધુ સમય ચાલે છે. આ પ્રકારની સ્થિતિમાં મોટા ભાગના લોકો દવા લેવાનું પસંદ કરતાં હોય છે, પરંતુ જો તમે દવા લીધી વગર અનિદ્રાની બીમારી દૂર કરવા માગતા હોવ તો ડાયટમાં કેટલાક ફેરફાર કરી શકો છો.

લોકપ્રિય ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે કે જેમા તેઓ નેચરલ સ્લીપ (કુદરતી ઊંઘ) અને તેના માટે જરૂરી ખોરાક વિશેની માહિતી આપી રહ્યા છે.

મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને બી વિટામિન ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે.  આવશ્યક એમિનો એસિડ ટ્રિપ્ટોફનનું મગજ દ્વારા સેરોટોનિનમાં રૂપાંતરિત થવું જોઈએ. સેરોટોનિન ત્યારબાદ મેલાટોનિનમાં રૂપાંતરિત થાય છે. અનિદ્રા અને અન્ય ઊંઘની વિકૃતિઓ માટે મેલાટોનિન અને સેરોટોનિનની ઉણપ જવાબદાર છે. આનો અર્થ એ કે, જો આપણે પોષણયુક્ત આહારનું સેવન કરીએ તો આપણા શરીરમાં આ પોષકતત્વોનું સ્તર જળવાઈ રહે છે. 

ગરમ દૂધ

દૂધ પોષકતત્વોનો ખજાનો તો છે જ પણ તેમાં ઊંઘ લાવવામાં મદદ કરતાં સંયોજનો, ખાસ કરીને ટ્રિપ્ટોફન અને મેલાટોનિન પણ છે. આથી જો રાતનાં સૂતા સમયે દૂધનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે.  

જવના ઘાસનો પાવડર 

કેલ્શિયમ, ટ્રિપ્ટોફન, ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ અને GABA સહિત ઘણા પોષકતત્વોથી સમૃદ્ધ જવના ઘાસના પાવડરની પણ ન્યુટ્રિશનિસ્ટ દ્વારા સલાહ આપવામાં આવે છે. તેઓ જણાવે છે કે આ તત્વો શરીરમાં જવાથી સારી ઊંઘ આવે છે.

અખરોટ

અખરોટ ખાવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે, કારણ કે તે મેલાટોનિન ધરાવતા શ્રેષ્ઠ ખોરાક સ્ત્રોતોમાંથી એક છે. અખરોટમાં રહેલું ફેટી એસિડ સારી ઊંઘ લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાં રહેલું આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA), એક ઓમેગા-3 ફેટી એસિડ પ્રદાન કરે છે જે શરીરમાં DHAમાં રૂપાંતરિત થાય છે. DHA સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો કરી શકે છે. 

શેકેલા કોળાનાં બીજ

કોળાનાં બીજ ટ્રિપ્ટોફનનો કુદરતી સ્ત્રોત છે, એક એમિનો એસિડ જે ઊંઘને પ્રોત્સાહન આપે છે. કોળાના બીજમાં  રહેલા ઝિંક, કોપર અને સેલેનિયમ પણ ઊંઘના સમય અને ગુણવત્તાને અસર કરી શકે છે. 

કેળા

કેળામાં સારી ઊંઘ આપી શકે તેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં છે જેમાં મેગ્નેશિયમ, ટ્રિપ્ટોફન, વિટામીન B6, કાર્બોહાઇડ્રેટ્સ અને પોટેશિયમનો સમાવેશ થાય છે.