આ 6 રીતે રસોઈમાં કાજુનો ઉપયોગ કરી, ટેસ્ટ અને હેલ્ધમાં બેસ્ટ ભોજન તૈયાર કરો 

લોકપ્રિય મીઠાઈ, કાજુ કતલીનો મુખ્ય ઘટક કાજુ છે.  મીઠાઈ સિવાય અન્ય વાનગીઓમાં પણ કાજુનો ઉપયોગ કરી તમે હેલ્ધી અને ટેસ્ટી વાનગી તૈયાર કરી શકો છો. તેના ઉચ્ચ પોષક મૂલ્ય માટે જાણીતા, કાજુમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને તે વજન ઘટાડવા માટે પણ ઉપયોગમાં આવે છે. કાચા અથવા નાસ્તા અથવા મીઠાઈના રૂપમાં ખાવા સિવાય, આ […]

Share:

લોકપ્રિય મીઠાઈ, કાજુ કતલીનો મુખ્ય ઘટક કાજુ છે.  મીઠાઈ સિવાય અન્ય વાનગીઓમાં પણ કાજુનો ઉપયોગ કરી તમે હેલ્ધી અને ટેસ્ટી વાનગી તૈયાર કરી શકો છો. તેના ઉચ્ચ પોષક મૂલ્ય માટે જાણીતા, કાજુમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને તે વજન ઘટાડવા માટે પણ ઉપયોગમાં આવે છે. કાચા અથવા નાસ્તા અથવા મીઠાઈના રૂપમાં ખાવા સિવાય, આ નટ ખરેખર તમારી રસોઈને સરળ બનાવી શકે છે. ક્રીમીનેસ ઉમેરવાથી લઈને સ્વાદ અને ટેક્સચર વધારવા સુધી, કાજુ આ બધું કરી શકે છે. 

આ 6 રીતે તમે કાજુનો ઉપયોગ કરી શકો છો:

ક્રીમીનેસ વધારવા માટે તેનો ઉપયોગ કરો 

જો તમે કોઈપણ વાનગીની ક્રીમીનેસ વધારવા માંગો છો, તો ફક્ત કાજુની થોડી પેસ્ટ ઉમેરો. કાજુ મોટેભાગે પનીર કરીમાં ઉમેરવામાં આવે છે, કાજુ વાનગીની થિકનેસ અને ક્રીમીનેસ વધારે છે. કાજુ વાનગીમાં મીઠાશ પણ ઉમેરે છે અને વાનગીને પણ સ્વાદિષ્ટ બનાવે છે. કાજુની પેસ્ટ બનાવવા માટે કેટલાક કાજુને થોડા દૂધ સાથે મિક્સ કરીને બ્લેન્ડ કરો. 

મેરીનેશન માટે તેનો ઉપયોગ કરો 

ગ્રેવીને ઘટ્ટ અને ક્રીમી બનાવવા ઉપરાંત, કાજુનો ઉપયોગ માંસને મેરીનેટ કરવા માટે પણ થઈ શકે છે. ઘણા કબાબ અને ટિક્કામાં, ખાસ કરીને અફઘાની પનીર અથવા અફઘાની ચિકન જેવી અફઘાની વાનગીઓમાં, કાજુની પેસ્ટ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ મરીનેડ તરીકે થાય છે. તે વાનગીઓને આકર્ષક સ્વાદ અને ટેક્સચર આપે છે.  

સ્ટ્યૂ અને સૂપમાં તેનો ઉપયોગ કરો

તમે ઘણી બધી સ્ટયૂ અને સૂપ રેસિપિમાં લોટને બદલે કાજુનો ઉપયોગ કરી શકો છો. કાજુ વાનગીને ઘટ્ટ બનાવે છે અને તે જ હેતુ માટે ઉપયોગમાં લેવાતા લોટની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. સૂપ અને સ્ટ્યૂ માટે કાજુનો ઉપયોગ કરવા માટે, તેને ફક્ત બારીક પાવડરમાં પીસી લો.

ચોખાની વાનગીઓમાં તેનો ઉપયોગ કરો 

પુલાવ અને બિરયાનીમાં કાજુ વપરાય છે કારણ કે કાજુ, ચોખાની વાનગીઓમાં સંપૂર્ણ સ્વાદ અને ક્રંચ ઉમેરે છે. હૈદરાબાદી બિરયાની, વેજીટેબલ પુલાવ અને ચોખાની અન્ય વાનગીઓમાં પણ કાજુ ઉમેરવામાં આવે છે.

નમકીનમાં તેનો ઉપયોગ કરો

કાજુ, તેના અનોખા સ્વાદ અને ક્રંચને કારણે, નાસ્તાની વાનગીઓમાં ઉપયોગમાં લેવાય છે. તે નમકીન અને ચેવડાના વિવિધ પ્રકારમાં ઉમેરવામાં આવે છે. નમકીન અને ચેવડામાં કેટલાક કાજુ અને કેટલાક મૂળભૂત મસાલા જેવા કે મીઠું, કાળા મરી, લાલ મરચું પાવડર વગેરે ઉમેરીને સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય છે.

ગાર્નિશિંગ માટે તેનો ઉપયોગ કરો 

આપણે કાજુથી બનેલી મીઠાઈઓ અને નાસ્તા વિશે જાણીએ છીએ. આ ઉપરાંત, કાજુનો ઉપયોગ ગાર્નિશિંગ માટે પણ થાય છે. ખીર, બાસુંદી અને રબડી જેવી વાનગીઓ તેમજ બીજી ઘણી વાનગીઓ કાજુ વગર અધૂરી છે.