Home Decor: શિયાળામાં તમારા ઘરને હૂંફાળું રાખવા માટે આ 6 રીતે કરો ઘરની સજાવટ

શિયાળામાં ફર્શ પર કાર્પેટ પાથરવાથી ઠંડી ઓછી લાગે છે

Courtesy: Image: Pexels

Share:

 

Home Decor: શિયાળો શરૂ થઈ ગયો છે. ઠંડીમાં ઘરની સજાવટ (Home Decor)માં ફેરફાર કરવાથી ઘરનું વાતાવરણ ગરમ અને હૂંફાળું બને છે. ઘરની સજાવટમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે જેથી ઘરમાં બહારની ઠંડીની વધારે અસર ન વર્તાય. શિયાળામાં ઘરની સજાવટમાં કેટલાક રંગોનું એકીકરણ માત્ર પ્રકૃતિના આંતરિક સૌંદર્યને જ નહીં પરંતુ તે હૂંફ પણ પ્રદાન કરે છે. અહીં જણાવેલ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને પણ તમે ઘરમાં ફેરફાર કરી શકો છો.

Home Decor માટે આ ટિપ્સ અપનાવો 

1. કાર્પેટ

 

શિયાળામાં ફર્શ પર ઠંડી ન લાગે તે માટે કાર્પેટ પાથરો. આજકાલ માર્કેટમાં અનેક રંગ, ડિઝાઈન, પેટર્ન, સાઈઝની કાર્પેટ મળે છે. કાર્પેટ તમારા ઘરની સજાવટ (Home Decor) અને રંગને અનુરૂપ ખરીદો. બ્રાઈટ કલર્સની કાર્પેટથી ઘરમાં દરેક વસ્તુ જીવંત લાગશે. 

 

2. બેડરૂમમાં ગોઠવણ

 

બેડરૂમને હૂંફભર્યો રાખવા માટે તમે રજાઈ અથવા ગોદડાને અનેક ફોલ્ડ કરી ગોઠવો. આનાથી બેડ હૂંફાળો રહેશે અને નરમ તથા આરામદાયક પણ લાગશે. જો બેડરૂમમાં ફેરફાર કરવો હોય તો લાઈટિંગ બદલી શકો છો.  

 

3. મીણબત્તીનો ઉપયોગ

 

કેન્ડલ્સ પ્રગટાવો. તેનાથી ઘર ઝગમગી ઊઠશે અને ઘરની સજાવટ (Home Decor)માં અનેરી રોનક પણ લાગશે. મીણબત્તી અને ફાનસનો ઉપયોગ કરવાથી વાતાવરણ હૂંફાળું અને પ્રફુલ્લિત બની જશે. આજકાલ માર્કેટમાં અનેકવિધ આકર્ષક કેન્ડલ્સ અને ફાનસ મળે છે.

 

4. રંગ : તમને વ્હાઈટ રંગ પસંદ હોય તો ઘરમાં વ્હાઈટ રંગનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તેમાં થોડું બેલેન્સ રાખવું જરૂરી છે. માત્ર વ્હાઈટ રંગથી ઘરમાં ઠંડક વધારે લાગશે. વ્હાઈટની સાથે તમે પર્પલ, ઓરેન્જ, બ્રાઈટ યલો, રેડ વગેરે કોમ્બિનેશનનો ઉપયોગ કરશો તો વધારે સારા લાગશે. દીવાલોના રંગ સાથે મેચિંગ પડદા અને કુશન્સ પણ લગાવી શકો છો.

 

5. કુશન: શિયાળામાં સૌને હૂંફની જરૂર વધારે હોય છે. તે માટે પહેરવાનાં ગરમ કપડાં હોય કે પછી રૂમમાં સજાવેલો સામાન. તમારા રૂમમાં ફર્નિચરની સજાવટ ફર કે મખમલના કાપડથી કરી શકો છો. સોફાના કવર કે બેડકવર તરીકે કાશ્મીરી મટીરિયલનો પણ ઉપયોગ કરી શકો છો. સોફા પર વધારે કુશન ગોઠવો. 

 

6. લાકડાની કલાકૃતિઓ અને ડ્રિફ્ટવુડ્સ

 

કુદરતી લાકડાની કલાકૃતિઓ જેમ કે ડાઇનિંગ ટેબલ પર લાકડાના મોટા ફળનો બાઉલ અથવા લાકડાની કોઈપણ કલાકૃતિઓ લાકડાને તમારી આંતરિક જગ્યાઓમાં એકીકૃત કરવાની શ્રેષ્ઠ રીતો છે. વ્યથિત લાકડાના શિલ્પો અથવા તો ડ્રિફ્ટવુડ પણ તમારા ઘરમાં હૂંફાળું વાતાવરણ પ્રદાન કરે છે.

 

ડાઈનિંગ ટેબલની ખુરશીઓ કુશનવાળી હોય એવી પસંદ કરો. ડાઈનિંગ ટેબલ પર ડિઝાઈનર ટેબલક્લોથ પણ ઘરની સજાવટ (Home Decor)માં નાવીન્ય પ્રદાન કરશે.