સુરક્ષાની દ્રષ્ટિએ ટાટા અને મહિન્દ્રની ગાડીઓએ બાજી મારી 

Global NCAPના સેફ્ટી રેટિંગ લિસ્ટ પર નજર કરીએ તો ફાઈવ સ્ટાર રેટિંગ ધરાવતી કારમાં ત્રણ ટાટાની અને બે મહિન્દ્રાની છે. સૌથી વધુ સુરક્ષિત કારની યાદીમાં પહેલા નંબરે મહિન્દ્રા એક્સયુવી 700, બીજા નંબર પર ટાટા પંચ,  ત્રીજા સ્થાને મહિન્દ્રા એક્સયુવી 300, ચોથા ક્રમે  ટાટા એલ્ટ્રોઝ અને ટાટાની સૌથી વધુ વેચાતી કાર ટાટા નેક્સોન પાંચમાં નંબર પર […]

Share:

Global NCAPના સેફ્ટી રેટિંગ લિસ્ટ પર નજર કરીએ તો ફાઈવ સ્ટાર રેટિંગ ધરાવતી કારમાં ત્રણ ટાટાની અને બે મહિન્દ્રાની છે. સૌથી વધુ સુરક્ષિત કારની યાદીમાં પહેલા નંબરે મહિન્દ્રા એક્સયુવી 700, બીજા નંબર પર ટાટા પંચ,  ત્રીજા સ્થાને મહિન્દ્રા એક્સયુવી 300, ચોથા ક્રમે  ટાટા એલ્ટ્રોઝ અને ટાટાની સૌથી વધુ વેચાતી કાર ટાટા નેક્સોન પાંચમાં નંબર પર છે. 

 દુનિયાભરમાં સૌથી વધારે માર્ગ દુર્ઘટના ભારતમાં થાય છે. જેને જોતા ઓટો ઈન્ડસ્ટ્રી જાગૃત થઈ રહી છે અને તેના ગ્રાહકોને સુરક્ષા પૂરી પાડવામાં આગળ આવી રહી છે. અને સેફ્ટી ફિચર્સ પર વધારે ધ્યાન આપે છે. વાહનોની સેફ્ટી ચેક કરવા માટે ગ્લોબલ NCAPએ વર્ષ 2014માં ક્રેશ ટેસ્ટિંગ શરૂ કરી દીધુ હતું. અત્યાર સુધી લગભગ 53 વાહનોના ક્રેશ ટેસ્ટ કરીને તેમની સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે.  

ભારતમાં કારની ખરીદી કરતાં લોકોની પસંદગીમાં વિવિધતા આવી છે.  તેઓ સ્પોર્ટ્સ કાર, ઇલેક્ટ્રિકલ વ્હીકલ તેમજ લકઝરી કાર પર પસંદગી ઉતારી રહ્યા છે ત્યારે સાથોસાથ તેઓ તેના સેફટી રેટિંગને પણ બહુ બારીકીથી ચકાસ્યા બાદ જ તેને ખરીદવાનું પસંદ કરે છે. 

 દેશની 10 સૌથી સુરક્ષિત કારોની લિસ્ટમાં પણ ટાટા સૌથી આગળ છે. ટોપ-10માં ટાટાની 5 કાર આવે છે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની 3 કારનો સમાવેશ થાય છે. બાકી કારમાં હોન્ડા સિટી અને ટોયોટા અર્બન ક્રૂઝ છે. 

મારુતિ સ્વિફ્ટ એક એવું મોડેલ છે જેને દેશમાં વેગનઆર બાદ સૌથી વધુ ખરીદવામાં આવે છે. પરંતુ જ્યારે સેફ્ટીની વાત આવે છે તો તેનું સ્થાન ઘણું પાછળ આવે છે.  ગ્લોબલ કાર સેફ્ટી એજન્સી ગ્લોબલ NCAP દ્વારા ભારતમાં વેચાતી લગભગ તમામ કારોનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. વિવિધ સ્કેલ પર ક્રેશ ટેસ્ટ બાદ કારને સેફ્ટી રેટિંગ આપવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ માટે કારમાં ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. 

ટેસ્ટ દરમિયાન ગાડીને ચોકસ સ્પીડથી કોઈ હાર્ડ ઓબ્જેક્ટની સાથે ટકરાવવામાં આવે છે. આ દરમિયાન કારમાં 4 થી 5 ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. બેક સીટ પર બાળકોના ડમી હોય છે.  ક્રેશ ટેસ્ટ બાદ કારના એરબેગે કામ કર્યું કે નહીં, ડમીને કેટલું નુકસાન થયું, આ બધાના આધારે  રેટિંગ આપવામાં આવે છે.

5 સ્ટાર મતલબ કારમાં ક્રેશ થાય ટો એકંદર સારી કામગીરી, 4 સ્ટાર એટલે કારમાં   એક્સિડન્ટથી બચવાની ટેક્નોલોજી ઉપલબ્ધ હોવી, 3 સ્ટાર એટલે એક્સિડન્ટથી બચવાની ટેક્નોલોજી ન હોવા પર રેટિંગ મળે છે. 2 સ્ટાર એટલે  કારમાં નામમાત્રની સેફ્ટી હોવી, એક્સિડન્ટથી બચાવતી ટેક્લોનોજીનો અભાવ, 1 સ્ટાર નો  નજીવું ક્રેશ પ્રોટેક્ટશન અને 0  સ્ટાર રેટિંગ એટલે  કોઈપણ પ્રકારનું ક્રેશ પ્રોટેક્શન ન હોવું.