આ 8 સુપરફૂડનું સેવન કરવાથી અકાળે તમારા વાળ સફેદ થતા બચી જશે

પહેલાના સમય કરતાં આજકાલ નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા વધી રહી છે. અકાળે વાળ સફેદ થવાના કેટલાક સામાન્ય કારણોમાં આનુવંશિકતા, તણાવ, ધૂમ્રપાન, વિટામિન B12 ની ઊણપ, યુવી કિરણો સાથે લાંબા સમય સુધી સંપર્ક વગેરે છે. અમુક સુપરફૂડ વાળના અકાળે સફેદ થવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેનું સેવન કરવાથી તમારા વાળને ધોળા થતાં તમે […]

Share:

પહેલાના સમય કરતાં આજકાલ નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા વધી રહી છે. અકાળે વાળ સફેદ થવાના કેટલાક સામાન્ય કારણોમાં આનુવંશિકતા, તણાવ, ધૂમ્રપાન, વિટામિન B12 ની ઊણપ, યુવી કિરણો સાથે લાંબા સમય સુધી સંપર્ક વગેરે છે. અમુક સુપરફૂડ વાળના અકાળે સફેદ થવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેનું સેવન કરવાથી તમારા વાળને ધોળા થતાં તમે બચાવી શકો છે. આ સુપરફૂડ્સ અકાળે સફેદ થવાનું કામ ધીમું કરે છે:

1. લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક, કોબીજ, બ્રોકોલી, ફ્લાવર, કાલે વગેરેનો સમાવેશ થાય છે. આ શાકભાજીમાં આયર્ન, ફોલેટ, વિટામિન્સ, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો ખૂબ જ સમૃદ્ધ છે જે વાળના સ્વાસ્થ્યને સુધારે છે.

2. ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ એન્ટિઑકિસડન્ટ્સથી ભરપૂર છે. એન્ટિઑકિસડન્ટ્સ શરીરમાંથી વિષેલા તત્વો દૂર કરવામાં મદદ કરે છે, જેને લીધે તમારા વાળ અકાળે સફેદ બનતાં અટકી શકે છે. તેમાં કોપર પણ ભરપૂર હોય છે જે મેલાનિન ઉત્પાદનમાં મદદ કરે છે.

3. ડેરી ઉત્પાદનો

દૂધ, ચીઝ, દહીં વગેરે જેવા ડેરી ઉત્પાદનો વિટામિન B12, કેલ્શિયમ, પ્રોટીન અને અન્ય વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે મેલાનિનના ઉત્પાદનમાં મદદ કરે છે. ખાસ કરીને દહીં પ્રોબાયોટિક અને એન્ટિઓક્સીડેન્ટથી ભરપૂર છે.

4. ઇંડા

ઈંડામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે શરીર અને આપણા વાળનાં સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે વિટામિન B12થી ભરપૂર છે, જેની ઉણપ અકાળે સફેદ થવા સાથે જોડાયેલી છે.

5. સોયાબીન

સોયાબીનમાં  રહેલા પોષક તત્વો અકાળે વાળસફેદ કરનાર રેડિકલ સામે લડવા માટે જરૂરી એન્ટિઑકિસડન્ટ્સ પણ પ્રદાન કરી શકે છે.

6. કઠોળ

કઠોળએ વિટામિન B9 અને અન્ય વિવિધ પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે જે આપણા વાળના સારા સ્વાસ્થ્યને જાળવી રાખે છે. કઠોળનેસરળતાથી આહારમાં  સામેલ કરી શકાય છે. 

7. મશરૂમ્સ

મશરૂમમાં કોપર ભરપૂર માત્રામાં હોય છે. ઉપર જણાવ્યા મુજબ, તાંબુ મેલાનિનના ઉત્પાદનમાં મદદ કરે છે. મેલાનિન એ રંગદ્રવ્ય ઘટક છે જે આપણા વાળ તેમજ ત્વચાને રંગ આપવા માટે જવાબદાર છે. 

8. આથાવાળો ખોરાક

અકાળે સફેદ થવાનો અનુભવ કરતા લોકો માટે આથોવાળા ખોરાક ઉત્તમ છે. કોમ્બુચા, કિમચી, અથાણાં અને અન્ય પ્રોબાયોટિક ખોરાક જેવા આથો આવેલો ખોરાક પાચન સુધારવામાં મદદ કરે છે. સારું પાચન શરીરમાં બાયોટીનનું સ્તર સુધારે છે. બાયોટિન ઘટક આપણા વાળ, ત્વચા અને નખના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે.

આમ,  અમુક પોષક તત્ત્વોનો અભાવને કારણે વાળ સફેદ બની શકે છે. ઉપરોક્ત સુપરફુડ ખાવાથી તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે.