લાળનું પરીક્ષણ કરી કાર્ડિયોવાસ્ક્યુલર રોગ વિશે માહિતી મેળવી શકાશે   

એક તાજેતરનો અભ્યાસ સૂચવે છે કે એક સરળ લાળનું પરીક્ષણ કાર્ડિયોવાસ્ક્યુલર રોગના પ્રારંભિક ચેતવણી ચિહ્નોને ઓળખવામાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિકોએ તંદુરસ્ત પુખ્ત વયના લોકોની લાળમાં શ્વેત રક્તકણોના ઉચ્ચ સ્તર અને પ્રારંભિક કાર્ડિયોવેસ્ક્યુલર રોગની ચેતવણી ચિહ્ન વચ્ચેના સબંધને શોધી કાઢ્યું છે. તંદુરસ્ત પુખ્ત વયના લોકોની લાળમાં શ્વેત રક્તકણોનું સ્તર કાર્ડિયોવેસ્ક્યુલર રોગ માટે ચેતવણી ચિહ્નો સાથે […]

Share:

એક તાજેતરનો અભ્યાસ સૂચવે છે કે એક સરળ લાળનું પરીક્ષણ કાર્ડિયોવાસ્ક્યુલર રોગના પ્રારંભિક ચેતવણી ચિહ્નોને ઓળખવામાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિકોએ તંદુરસ્ત પુખ્ત વયના લોકોની લાળમાં શ્વેત રક્તકણોના ઉચ્ચ સ્તર અને પ્રારંભિક કાર્ડિયોવેસ્ક્યુલર રોગની ચેતવણી ચિહ્ન વચ્ચેના સબંધને શોધી કાઢ્યું છે. તંદુરસ્ત પુખ્ત વયના લોકોની લાળમાં શ્વેત રક્તકણોનું સ્તર કાર્ડિયોવેસ્ક્યુલર રોગ માટે ચેતવણી ચિહ્નો સાથે સબંધ ધરાવે છે કે કેમ તે જોવા માટે તેઓએ લાળનો ઉપયોગ કર્યો.

આ રીતે લાળનું પરીક્ષણ કરી તારણો સમજી શકાશે

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શ્વેત રક્તકણોનું ઉચ્ચ સ્તર પ્રવાહ-મધ્યસ્થી વિસ્તરણ સાથે સંકળાયેલું છે, જે નબળા ધમનીના સ્વાસ્થ્યનું પ્રારંભિક સૂચક છે.

પિરિઓડોન્ટાઈટિસ એ પેઢાંનું સામાન્ય ઈન્ફેક્શન છે જે અગાઉ કાર્ડિયોવેસ્ક્યુલર રોગના વિકાસ સાથે સંકળાયેલો છે. વૈજ્ઞાનિકોને શંકા છે કે ઉત્તેજક પરિબળો પેઢા દ્વારા લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે અને વાસ્ક્યુલર સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે.

સંશોધકોએ પિરિઓડોન્ટલ સમસ્યાઓનું નિદાન કર્યા વિના હાલમાં તંદુરસ્ત યુવાન લોકોનો અભ્યાસ કર્યો તે નક્કી કરવા માટે કે શું મોંઢામાં બળતરાનું નીચું સ્તર રક્તવાહિની સ્વાસ્થ્ય માટે તબીબી રીતે સંબંધિત હોઈ શકે છે.

કેનેડાની વેસ્ટર્ન ઑન્ટારિયો યુનિવર્સિટીમાં ડેન્ટિસ્ટ કેર-યુંગ હોંગે જણાવ્યું, “મોંઢાનું સ્વાસ્થ્ય યુવાન તંદુરસ્ત વ્યક્તિઓમાં પણ કાર્ડિયોવેસ્ક્યુલર રોગના વિકાસના જોખમ પર અસર કરી શકે છે.” 

ટીમે પલ્સ-વેવ વેલોસીટી પસંદ કરી, જે ધમનીઓની જડતાને માપી શકે છે અને ફ્લો-મેડિયેટેડ ડિલેશન, રક્તવાહિની જોખમના મુખ્ય સૂચક તરીકે, ધમનીઓ કેટલી સારી રીતે વિસ્તરે છે તેનું માપ છે. તે ધમનીઓના સ્વાસ્થ્યને સીધું માપે છે. સખત અને નબળી રીતે કામ કરતી ધમનીઓ દર્દીઓમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ વધારે છે.

વૈજ્ઞાનિકોએ 18 થી 30 વર્ષની વય વચ્ચેના ધુમ્રપાન ન કરનારા 28 લોકો પર લાળનું પરીક્ષણ કર્યું હતું. જેમને કોઈ અન્ય રોગ ન હોય અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગ જોખમને અસર કરી શકે અને પિરિઓડોન્ટલ રોગનો કોઈ ઈતિહાસ ન હતો. લેબમાં જતા પહેલા તેમને પાણી પીવા સિવાય છ કલાક ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. લેબમાં પરીક્ષણમાં ભાગ લેનાર લોકોએ તેમના મોંઢાને પાણીથી સાફ કરતા પહેલા તેમના મોંઢાને મીઠાથી સાફ કર્યા હતા. 

ત્યારબાદ તેઓ ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ માટે 10 મિનિટ સુધી સૂઈ ગયા અને બીજી 10 મિનિટ આડા પડયા જેથી વૈજ્ઞાનિકો તેમનું બ્લડ પ્રેશર, ફ્લો-મેડિયેટેડ ડિલેશન અને પલ્સ માપી શકે. કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના અભ્યાસ કરનાર માઈકલ ગ્લોગરે જણાવ્યું હતું કે, ફેમિલી ડોક્ટર અથવા ડેન્ટિસ્ટ સાથે તમારા વાર્ષિક ચેકઅપમાં માઉથ રિન્સ ટેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.

જો કે, શ્વેત રક્તકણો અને પલ્સ વચ્ચે કોઈ સંબંધ ન હતો, તેથી ધમનીઓના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર હજુ સુધી થઈ નથી.