આયુર્વેદની ઉત્તમ ઔષધિ સમાન હળદરને તમારા નિયમિત ડાયેટમાં સામેલ કરવા અપનાવો આ 5 રસ્તા

ઔષધીય ગુણધર્મો ધરાવતી હળદર રસોડાના મસાલાથી લઈને સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી છે. તે સિવાય હળદર સંધિવાના દુઃખાવા અને ડિપ્રેશનના લક્ષણોમાં રાહત આપવા સિવાય પણ અનેક ઔષધીય ગુણધર્મો ધરાવે છે. સોનેરી રંગનો આ મસાલો આપણા રોજિંદા ભોજનને રંગની સાથે જ સ્વાદથી પણ ભરપૂર બનાવે છે.  હળદરના સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધારવા […]

Share:

ઔષધીય ગુણધર્મો ધરાવતી હળદર રસોડાના મસાલાથી લઈને સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી છે. તે સિવાય હળદર સંધિવાના દુઃખાવા અને ડિપ્રેશનના લક્ષણોમાં રાહત આપવા સિવાય પણ અનેક ઔષધીય ગુણધર્મો ધરાવે છે. સોનેરી રંગનો આ મસાલો આપણા રોજિંદા ભોજનને રંગની સાથે જ સ્વાદથી પણ ભરપૂર બનાવે છે. 

હળદરના સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધારવા માટે તમે નીચે દર્શાવેલી કેટલીક રેસિપીને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.

1. ગોલ્ડન મિલ્ક ડિલાઈટ

તમારા દિવસની શરૂઆત સોનેરી દૂધના ગરમ પ્યાલાથી કરો. આ માટે હળદરને દૂધ, મધ અને ચપટી કાળા મરીના પાવડર સાથે બ્લેન્ડ કરીને તમે એક પૌષ્ટિક પીણું બનાવી શકો છો. તેમાં તમે હળદરની સાથે દૂધના બદલે ડેરી ફ્રી વિકલ્પ એટલે કે, આલમન્ડ મિલ્ક, કોકોનટ મિલ્ક કે સોયા મિલ્કનો ઉપયોગ પણ કરી શકો છો. 

2. યેલો રાઈસ

સામાન્ય રીતે આપણાં ઘરોમાં દરરોજ ભાત બનતા જ હોય છે. ચોખા રાંધતી વખતે પાણીમાં એક ચમચી હળદર ઉમેરવાથી ભાતના રંગ અને સ્વાદમાં અનેરો વધારો થશે. હળદરવાળા આ ભાતને તમે કોઈ પણ વાનગી સાથે આરોગી શકો છો. 

3. રોસ્ટેડ શાકભાજી

તમારા ગમતા શાકભાજીમાં ઓલિવ ઓઈલ, હળદર અને મીઠું છાંટીને તેને ગરમ પેનમાં ટોસ કરો અને શાકભાજી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી રોસ્ટ કરો. હળદરના કારણે શાકભાજીના રંગ અને સ્વાદમાં અનેરી લિજ્જત ઉમેરાશે.

4. કરી

વિવિધ પ્રકારની કરીમાં હળદર એ મુખ્ય મસાલા તરીકેનો ઘટક છે. ચિકન, શાકભાજી કે દાળમાં હળદર વાનગીને અનેરો સ્વાદ આપે છે અને વાનગીનો દેખાવ પણ આકર્ષક બનાવે છે. 

5. ટોફુ

આદુ અને લસણની પેસ્ટમાં હળદર ઉમેરીને તેમાં ટોફુ ક્યુબ્સને મેરીનેટ કરો. ત્યાર બાદ ટોફુના ટુકડાઓને પેનમાં ફ્રાય કરીને તમે પ્રોટીનથી ભરપૂર વાનગીનો આસ્વાદ માણી શકશો. 

જોકે ઓસ્ટ્રેલિયન સરકારના હેલ્થ અને એજ કેર વિભાગ તથા થેરાપ્યુટિક ગુડ્ઝ એડમિનિસ્ટ્રેશન દ્વારા હળદરના ઉપયોગ અંગે એક સંયુક્ત સલાહ બહાર પાડવામાં આવી છે. તે મુજબ હળદર કે કર્ક્યુમિન સાથેના હર્બલ સપ્લિમેન્ટ અથવા તો દવાઓ અમુક ખાસ સંજોગોમાં લીવરને નુકસાન પહોંચાડી શકે છે. મતલબ કે કાચી હળદર કે હળદરનો પાવડર નહીં પરંતુ માર્કેટમાં એની જે દવાઓ, સપ્લિમેન્ટ્સ ઉપલબ્ધ છે તે અમુક સંજોગોમાં જોખમી બની શકે છે. 

જો કોઈ વ્યક્તિ પહેલેથી જ લીવરને લગતી કોઈ બીમારીથી પીડાતી હોય તો હળદર અથવા કર્ક્યુમિન સપ્લિમેન્ટ્સનો પ્રયોગ તેના માટે જોખમી સાબિત થઈ શકે છે. ઉપરાંત લોહી પાતળું કરવા માટેની દવા, એન્ટીડાયેબેટિક ડ્રગ્સ, એન્ટાસિડ્સ સાથે હળદરના સપ્લિમેન્ટ્સનું સેવન કરવાથી તેના એડવર્સ રિએક્શન ઉદ્ભવે છે જે હળદરથી ફાયદાના બદલે નુકસાન કરાવે છે. હળદરના સપ્લિમેન્ટ્સનું સેવન કરતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે.