હૃદયની તંદુરસ્તી જાળવવા માટે તમારા રોજિંદા જીવનમાં આ 3 સરળ કસરત અપનાવો

ઘણીવાર આપણે આપણા હૃદયની તંદુરસ્તી પર ત્યારે જ ધ્યાન આપીએ છીએ જ્યારે આપણને કોઈ રોગ થાય છે. પરંતુ તમે સરળ કસરતો દ્વારા ફરીથી હૃદયને સ્વસ્થ કરી શકો છો જેના માટે તમારે જિમમાં જવાની જરૂર નથી. જીવનમાં સકારાત્મક ફેરફારો કરવામાં ક્યારેય મોડું થતું નથી, તેથી તંદુરસ્ત જીવનશૈલી તરફના દરેક પગલાંથી હકારાત્મક અસર થાય છે. હૃદયની તંદુરસ્તી […]

Share:

ઘણીવાર આપણે આપણા હૃદયની તંદુરસ્તી પર ત્યારે જ ધ્યાન આપીએ છીએ જ્યારે આપણને કોઈ રોગ થાય છે. પરંતુ તમે સરળ કસરતો દ્વારા ફરીથી હૃદયને સ્વસ્થ કરી શકો છો જેના માટે તમારે જિમમાં જવાની જરૂર નથી. જીવનમાં સકારાત્મક ફેરફારો કરવામાં ક્યારેય મોડું થતું નથી, તેથી તંદુરસ્ત જીવનશૈલી તરફના દરેક પગલાંથી હકારાત્મક અસર થાય છે. હૃદયની તંદુરસ્તી જાળવવી ખુબ જ જરૂરી છે અને સમય જતાં કેટલાક ફેરફારો કરવાથી નોંધપાત્ર અસર થઈ શકે છે. નીચેની 3 સરળ કસરત કરવાથી તમારા હદયની તંદુરસ્તી જળવાય છે.   

ઘૂંટણ(ની) ના પુશ-અપ્સ

નિયમિત પુશ-અપ્સ કરતાં ઘૂંટણ(ની) ના પુશ-અપ્સ ખૂબ સરળ કસરત છે. આ કસરતથી શરીરના વજનની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થાય છે તેમજ હૃદયની તંદુરસ્તીમાં મદદરૂપ છે. જો કે, જો તમારી કોણી, ઘૂંટણ, ખભા અથવા કાંડામાં પહેલેથી ઈજા થયેલી હોય તો ઘૂંટણના પુશ-અપ્સ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

પ્રેક્ટિસ 

ઘૂંટણના પુશ-અપ્સની કસરત કરવા માટે, તમારી હથેળીઓ અને ઘૂંટણ સાથે શરીરને ટેકો આપીને ફ્લોર પર સૂઈ જાઓ  અને હાફ પ્લેન્ક પોઝિશનમાં હાથ ખભાની પહોળાઈની સમાંતર અને ખભાની પહોળાઈ કરતા સહેજ પહોળા હોવા જોઈએ, કોર સંકોચાયેલો હોવો જોઈએ. અને પાછળનો ભાગ સીધી રેખામાં હોવો જોઈએ. આ સ્થિતિમાં, તમારી કોણી પર નમો અને તમારા ધડને ફ્લોરને સ્પર્શ કર્યા વિના નીચે લઈ જાઓ. હાથની હથેળીઓ વડે દબાણ કરો અને કોણીને લંબાવો અને ત્યારબાદ પ્રારંભિક સ્થિતિમાં પાછા આવો.    

બોક્સ સ્ક્વોટ

બોક્સ સ્ક્વોટ્સ કસરત વર્ચ્યુઅલ રીતે મદદ કરે છે કારણ કે તે મુદ્રામાં શરીર પર તણાવ અથવા દબાણ નથી થતું. હૃદયના તમામ દર્દીઓને મધ્ય-સ્તરની કસરત કરવી જોઈએ. આ કસરત કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાય છે

પ્રેક્ટિસ 

આ કસરતમાં 4 થી 6 ઈંચની ઊંચી બેન્ચ અથવા બોક્સ પર તમારી પીઠને ટેકો આપીને સીધા ઊભા રહો. તમારા પગ ખભાની સમાંતર પહોળાઈ રાખો. તમારા હિપ્સ અને ઘૂંટણને વાળીને તમારા શરીરને નીચે કરો જ્યાં સુધી તમારા હિપ્સ બેન્ચને સ્પર્શે નહીં. સંતુલન માટે તમારી છાતીની સામે તમારા હાથ લંબાવો પછી આગળ ઝૂક્યા વિના મૂળ સ્થિતિમાં પાછા ફરો. બે સેટ માટે 8-10 વખત આ કસરત કરો.

હિપ રેઈઝ

આ એક સંયુક્ત મલ્ટી-જોઈન્ટ કસરત છે, જે કાર્યક્ષમ અને સમય બચાવવાના વર્કઆઉટમાં મદદ કરે છે. આ કસરત છાતી, પીઠ અને હિપને મજબૂત બનાવે છે. આ કસરત એથ્લિટ્સ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મદદરૂપ છે. આ કસરતથી હૃદયની તંદુરસ્તીમાં નોંધપાત્ર સુધારો આવે છે 

પ્રેક્ટિસ

આ કસરતમાં તમે તમારી પીઠ પર સૂઈ જાઓ, તમારા ઘૂંટણને ઉપર તરફ વાળો. શ્વાસ લો, તમારા હિપ્સ, પીઠ અને છાતીને ઉપર કરો. 20 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો, ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો અને ત્યારબાદ મૂળ સ્થિતિમાં પાછા ફરો.   આ તમામ કસરતો કરી તમે હૃદયની તંદુરસ્તી જાળવી શકો છો. જો કે તેને રોજ કરતાં પહેલાં એક્સપર્ટની સલાહ બાદ જ અનુસરવી જોઈએ.