બાળકોમાં આક્રમક વર્તનને મર્યાદિત કરવા માટે, આ પેરેંટિંગ ટીપ્સ અપનાવો

ઘણીવાર માતાપિતા તરીકે આપણે ભૂલી જઈએ છીએ કે બાળકોની પણ પોતાની સીમા હોય છે. તેમની સીમાનો આદર કરવો અને અન્યની સીમાઓનો આદર કરવાનું શીખવવું એ સારી પેરેંટિંગ સ્કિલ છે. ઘણીવાર બાળકો ક્રોધમાં આવીને આક્રમક બની જાય છે અને આ દ્વારા તેઓ કહેવા માંગે છે કે તેમની સીમાનું ઉલ્લંઘન ન કરો. તેઓ અંદરથી ભય અનુભવે છે […]

Share:

ઘણીવાર માતાપિતા તરીકે આપણે ભૂલી જઈએ છીએ કે બાળકોની પણ પોતાની સીમા હોય છે. તેમની સીમાનો આદર કરવો અને અન્યની સીમાઓનો આદર કરવાનું શીખવવું એ સારી પેરેંટિંગ સ્કિલ છે. ઘણીવાર બાળકો ક્રોધમાં આવીને આક્રમક બની જાય છે અને આ દ્વારા તેઓ કહેવા માંગે છે કે તેમની સીમાનું ઉલ્લંઘન ન કરો. તેઓ અંદરથી ભય અનુભવે છે અને સુરક્ષા નિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. તેથી આપણે બાળકોમાં આક્રમક વર્તનને મર્યાદિત કરવા શીખવવું જોઈએ કે કેવી રીતે તેઓ તેમના વર્તન દ્વારા નહીં પરંતુ શબ્દો દ્વારા તેમની સીમા નિશ્ચિત કરી શકે છે.

તમારા નિર્ણયો બાળકો પર ન થોપશો

બાળકો પર પોતાનો કોઈપણ નિર્ણય થોપવો નહીં. તેમના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. બાળકોના જીવનને પોતાની રીતે કન્ટ્રોલ ન કરવું જોઈએ. તેનાથી બાળકોના વર્તન પર અસર પડે છે અને બાળકોમાં આક્રમક વર્તન જોવા મળે છે.

બાળકોમાં આક્રમક વર્તનને મર્યાદિત કરવાની ટિપ્સ

લાગણીઓને ઓળખવામાં તેમની મદદ કરો

જ્યારે બાળકો આક્રમક વર્તન કરવા લાગે અથવા ક્રોધિત થવાનું શરૂ કરે છે, ત્યારે આપણે તેમને ધીમાં પાડવા જોઈએ અને તેઓને પૂછવું જોઈએ કે તેઓ કેવું અનુભવી રહ્યા છે અને શાના કારણે તેઓ આવું અનુભવે છે. આનાથી તેમને તેમના ગુસ્સાને દૂર કરવામાં મદદ મળશે.

તેઓને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરો

બાળકોને એકબીજા સાથે વાતચીત કરવા માટે જરૂરી શબ્દો ઓળખવામાં મદદ કરવાથી તેઓને પોતાને વધુ સારી રીતે વ્યક્ત કરવામાં મદદ મળશે. આપણે તેમને માત્ર આપણી સાથે જ નહીં પરંતુ એકબીજા સાથે વાત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

બાળકોને સમસ્યાઓ ઉકેલવા માટે પ્રોત્સાહિત કરો

માતાપિતા તરીકે તમે તેમની દરેક સમસ્યાનું તુરંત સમાધાન ન કરી આપશો. પરંતુ પોતાની સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું, તે તેમને શિખવાડો. આનાથી તેમને એ સમજવામાં મદદ મળશે કે સમસ્યાઓ હલ થઈ શકે છે અને આ માટે તેમને માત્ર શાંતિથી વિચારવાની જરૂર છે. જેથી બાળકોમાં આક્રમક વર્તન ઓછું થશે. 

બાળકો પર દબાણ ન કરો 

માતાપિતા બાળકોને પોતાનો નિર્ણય જણાવી દે છે અને તેને અનુસરવા કરવા માટે દબાણ કરે છે. પરંતુ આ રીત યોગ્ય નથી. બાળકોને પોતાનો નિર્ણય જાતે લેવા માટે સક્ષમ બનાવો. તેમણે પોતાનો નિર્ણય જાતે લેવા માટે પ્રોત્સાહિત કરો. 

વસ્તુઓને નજરઅંદાજ ન કરો

બાળકોને ઘણી વખત પ્રશ્નો પૂછવાની આદત હોય છે અને માતાપિતા તેમના પ્રશ્નના સતત જવાબોથી ચિડાઈ જાય છે. તમારા આવા વ્યવહારને કારણે તેમને ગુસ્સો આવે છે અને બાળકોમાં આક્રમક વર્તન જોવા મળે છે.

બાળકોને ઠપકો આપવાનું ટાળો 

બાળકો ઘણીવાર જીદ કરે છે તે માટે માતાપિતા તેમણે ઠપકો આપે છે. પરંતુ આ યોગ્ય નથી. બાળકોને ઠપકો આપવાથી બાળકોમાં આક્રમક વર્તન જોવા મળે છે. તેથી બાળકોને ઠપકો આપવાને બદલે તેમને સમજાવવાનો પ્રયત્ન કરો.