Air Pollution તમારાં વાળને ડેમેજ કરે છે, આ રીતે કરો વાળની માવજત

Air Pollution: દિવાળીનો તહેવાર નજીક આવવાની સાથે જ ફટાકડા ફોડવાથી ફેલાતા પ્રદૂષણની ચિંતા વધી રહી છે. જો કે તે પહેલા જ અનેક શહેરોમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)ની બૂમ ઉઠી છે. વાયુ પ્રદૂષણના કારણે વારંવાર ઉધરસ, આંખોમાં ખંજવાળ, શ્વાસની સમસ્યાઓ અને નિસ્તેજ ત્વચા સહિતની સમસ્યાઓ જોવા મળે છે. ઉપરાંત વાળ પર પણ પ્રદૂષણની અસર થાય છે […]

Share:

Air Pollution: દિવાળીનો તહેવાર નજીક આવવાની સાથે જ ફટાકડા ફોડવાથી ફેલાતા પ્રદૂષણની ચિંતા વધી રહી છે. જો કે તે પહેલા જ અનેક શહેરોમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)ની બૂમ ઉઠી છે. વાયુ પ્રદૂષણના કારણે વારંવાર ઉધરસ, આંખોમાં ખંજવાળ, શ્વાસની સમસ્યાઓ અને નિસ્તેજ ત્વચા સહિતની સમસ્યાઓ જોવા મળે છે. ઉપરાંત વાળ પર પણ પ્રદૂષણની અસર થાય છે ત્યારે અહીં દર્શાવેલી કેટલીક હેર કેર (Hair Care) ટિપ્સ તમને ઉપયોગી બની રહેશે. 

Air Pollutionની વાળ પર અસર

દિલ્હી સહિત અનેક શહેરોમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ચિંતાજનક છે અને તેમાં રહેલા ઝેરી કણો, વાયુ અને કેમિકલ વગેરે વાળમાં ભરાઈને તેને નિસ્તેજ બનાવી શકે છે. વાયુ પ્રદૂષણના કારણે વાળ શુષ્ક અને નિસ્તેજ બની શકે છે. 

1. શુષ્કતા

પ્રદૂષણના કારણે વાળમાં રહેલું કુદરતી તેલ સુકાઈ જાય છે જેથી વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. 

2. વાળ પાતળા થઈ જવા

હવામાં રહેલા પ્રદૂષણના કણો વાળના ફોલિકલ્સમાં અવરોધરૂપ બને છે જેથી વાળ પાતળા થવા લાગે છે અને ખરવા પણ લાગે છે. 

3. નિસ્તેજ વાળ

વાયુ પ્રદૂષણ વાળની કુદરતી ચમક છીનવી લે છે જેથી તે નિસ્તેજ લાગે છે. આ સિવાય તાળવામાં ખંજવાળ અને ખોડાની સમસ્યા પણ થઈ શકે છે. 

વધુ વાંચો: Air Pollution પ્રી મેચ્યોર ડિલિવરીથી લઈને કેન્સર જેવી ગંભીર બીમારી નોતરી શકે છે

પ્રદૂષણથી બચવા Hair Care ટિપ્સ

– વિટામીન સી અને ઈ હોય તેવી હેરકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. 

– કુંવારપાઠુ, ગ્લિસરિન, હાયલ્યુરોનિક એસિડ સહિતના હાઈડ્રેટિંગ એજન્ટ્સ ધરાવતી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી વાળમાં ભેજ જળવાશે અને તે શુષ્ક નહીં બને. 

– વાળને વાયુ પ્રદૂષણ (Air Pollution)થી બચાવવા માટે નાળિયેર, આર્ગન, જોજોબા વગેરેના કુદરતી તેલનો ઉપયોગ કરો.

– કેરાટિન જેવા પ્રોટીન વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે, તેને વાયુ પ્રદૂષણથી થતા કોઈપણ પ્રકારના નુકસાન માટે વધુ પ્રતિરોધક બનાવે છે.

– માથાના તાળવાને સાફ કરવા માટે સલ્ફેટ ફ્રી શેમ્પુનો ઉપયોગ કરો અને બાદમાં વાળમાં ભેજ જળવાઈ રહે તે માટે સારા કંડિશનરનો પણ ઉપયોગ કરો. 

વધુ વાંચો: વજન ઘટાડયા પછી Hunger Control કરવા માટેની 7ટિપ્સ જાણો

– બહાર નીકળતા પહેલા તમારા વાળને પ્રદૂષકોથી બચાવવા માટે ટોપી અથવા સ્કાર્ફ પહેરવાનું રાખો. ખાસ કરીને પ્રદૂષણ ખૂબ વધારે હોય તે દિવસોમાં આ સાવચેતી રાખો. 

– એન્ટીઑકિસડન્ટ્સ અને કુદરતી તેલ ધરાવતા સીરમ અથવા સ્પ્રેમાં રોકાણ કરો જે વાયુ પ્રદૂષણ સામે રક્ષણાત્મક કવચ બનાવવામાં મદદ કરશે.

– તમારા એકંદર સ્વાસ્થ્યને જાળવવા અને વાયુ પ્રદૂષણને કારણે થતી વાળ શુષ્ક બનવાની સમસ્યાને ઘટાડવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ.

– ઉપરાંત વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લો. પાંદડાવાળા લીલા શાકભાજી, નટ્સ અને લીન પ્રોટીનનું સેવન શરૂ કરી દો.

ઉપરોક્ત દર્શાવેલી કેટલીક હેર કેર (Hair Care) ટિપ્સ પ્રદૂષણ સામે તમારા વાળનું રક્ષણ કરવામાં ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. જોકે તેનાં અમલ પહેલાં તમારી હેર હેલ્થને ધ્યાનમાં લઈ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.