Air Pollution: જાણો કઈ રીતે રાખવી તમારા ફેફસાંની સંભાળ, કેટલીક ડાયેટ ટિપ્સ

Air Pollution: દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ખૂબ જ ચિંતાજનક રીતે નબળી પડી રહી છે. તે સિવાય પણ દેશના અનેક શહેરોમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)ના કારણે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. પ્રદૂષણના કારણે ફેફસાંમાં બળતરા થવાની સાથે શ્વસન સંબંધી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો જોવા મળી શકે છે.  ઓક્સિડન્ટ વાયુ પ્રદૂષકો જેમ કે ઓઝોન, પાર્ટિક્યુલેટ મેટર અને […]

Share:

Air Pollution: દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ખૂબ જ ચિંતાજનક રીતે નબળી પડી રહી છે. તે સિવાય પણ દેશના અનેક શહેરોમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)ના કારણે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. પ્રદૂષણના કારણે ફેફસાંમાં બળતરા થવાની સાથે શ્વસન સંબંધી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો જોવા મળી શકે છે. 

ઓક્સિડન્ટ વાયુ પ્રદૂષકો જેમ કે ઓઝોન, પાર્ટિક્યુલેટ મેટર અને નાઈટ્રોજન ડાયોક્સાઈડ ફેફસાંની કાર્ય પ્રણાલીને અસર કરી શકે છે. તેના લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી, એલર્જી ફ્લેર-અપ્સ, અસ્થમા અને ફેફસાંની અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

વધુ વાંચો… Healthy Life: તહેવારો દરમિયાન વધારાની કેલેરી બાળવા આ રીતે ફોલો કરો ચાલવાની કસરત

Air Pollutionમાં ફેફસાંની કાળજી જરૂરી

યોગ્ય જીવનશૈલી અપનાવીને અને ઘણા બધા એન્ટીઑકિસડન્ટ્સ અને પોષક તત્વો સાથેનો સંતુલિત આહાર લઈને તમારા ફેફસાંની કાળજી લેવી મહત્વની છે. પૂરતા પ્રમાણમાં પ્રવાહી, ફળો, શાકભાજીનું સેવન કરવાથી અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવાથી પણ ફેફસાંની ક્ષમતામાં વધારો થઈ શકે છે.

શિયાળામાં વાયુ પ્રદૂષણ (Air Pollution) ફેફસાંના સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરી શકે છે. આ ઋતુ દરમિયાન હવામાં રજકણો, નાઈટ્રોજન ડાયોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા હાનિકારક પદાર્થોની સાંદ્રતા વધી જાય છે. પહેલેથી જ ફેફસાં સાથે સંબંધીત અસ્થમા, બ્રોન્કાઈટિસ, સીઓપીડી અથવા શ્વસનના ચેપની સમસ્યા ધરાવતા લોકો માટે નબળી ગુણવત્તાવાળી હવાના સંપર્કમાં ઉચ્ચ જોખમ રહે છે. 

પ્રદૂષણ દરમિયાન ફેફસાંની સંભાળ

તમારા ફેફસાંને વધતા વાયુ પ્રદૂષણથી બચાવવા માટે રસ ઝરતાં ફળો અને પાંદડાવાળા લીલા શાકભાજી સહિતના એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ખોરાકને પ્રાધાન્ય આપો. સાથે જ ઓમેગા-3ના સ્ત્રોતો જેમ કે ફેટી ફીશ અને સીડ્સનું પણ સેવન કરો. આ સિવાય એન્ટી ઈન્ફેલેમેટરી લાભો મેળવવા માટે ગ્રીન ટી જેવી હર્બલ ટીનો ડાયેટમાં સમાવેશ કરો. 

વધુ વાંચો… ગ્રીન ફટાકડા સાથે ઈકો-ફ્રેન્ડલી Diwali 2023ની ઉજવણી કરો

આ સિવાય ખૂબ જ હાઈડ્રેટેડ રહો. આહારમાં તમામ પ્રકારના ફળોનો સમાવેશ કરવાથી ફેફસાંને વધતા પ્રદૂષણના સ્તરથી થતા નુકસાનને રોકવામાં પણ મદદ મળી શકે છે. વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય તેવા સમયે બહાર નીકળવાનું ટાળવાથી અને ધુમ્રપાનની આદત છોડવાથી પણ ફેફસાંના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે. 

ફેફસાંનું રક્ષણ કેવી રીતે કરવું?

શક્ય હોય ત્યાં સુધી પ્રદૂષણના સંપર્કમાં આવવાનું ટાળવામાં આવે તે હિતાવહ છે અને તે સિવાય N95 માસ્ક પહેરવાથી અને એર ફ્રેશનરનો ઉપયોગ કરવાથી પણ મદદ મળી શકે છે. ફેફસાંના કાર્યને વધારવા માટે શારીરિક પ્રવૃત્તિઓ અને યોગ અથવા ઊંડા શ્વાસ લેવાની કસરતો કરતા રહેવું મહત્વપૂર્ણ છે.

પ્રદૂષણથી બચવા આહારમાં ફેરફાર

વાયુ પ્રદૂષણ (Air Pollution) સામે લડવા માટે શરીરને તૈયાર કરવામાં મદદ કરવા માટે સંતુલિત આહાર, મલ્ટી વિટામિન્સ, પૂરતા હાઈડ્રેશનની સલાહ આપવામાં આવે છે. આહારના સંદર્ભમાં તંદુરસ્ત, સંતુલિત આહાર જાળવવો જરૂરી છે જેમાં પર્યાપ્ત કાર્બોહાઈડનો સમાવેશ થાય છે.