Air Pollution: ફેફસાંના રક્ષણ માટે ઘરમાં પણ રાખવી જોઈએ આ 6 તકેદારીઓ

હાઉસ પ્લાન્ટ્સ તમારી આસપાસના વાતાવરણમાં સૌંદર્યલક્ષી સ્પર્શ ઉમેરવા ઉપરાંત ઉત્તમ કુદરતી શુદ્ધિકરણ તરીકે કામ આપશે

Courtesy: Image: Twitter

Share:

 

Air Pollution: વાહનોના ધૂમાડા, ધૂળ વગેરેના કારણે વાતાવરણ પ્રદૂષિત બને છે. હવામાં ઓગળેલા પ્રદૂષણના આ નાનકડા કણો ફેફસાં માટે ઝેર સમાન છે. વાયુ પ્રદૂષણ (Air Pollution) આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી બની શકે છે. 

 

પ્રદૂષણના સૂક્ષ્મ કણો શ્વાસ દ્વારા આપણા શરીર અને આંતરડામાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં તેઓ શરીરના તમામ ભાગો જેમ કે ફેફસાં, કિડની, લીવર, નર્વસ સિસ્ટમ, આંખો, વાળ, ત્વચા વગેરેને અસર કરે છે. 

Air Pollutionથી બચવા ઘરમાં પણ રાખો તકેદારી

દિલ્હી-એનસીઆરમાં વધતું વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહ્યું છે. ખાસ કરીને દિવાળીની આસપાસ અહીંની હવા વધુ પ્રદૂષિત થઈ જાય છે. ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે અને લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે પ્રદૂષણથી બચવા માટે ઘરમાં પણ કેટલીક તકેદારી રાખવી જરૂરી બની જાય છે. આ માટે અહીં દર્શાવેલા સાવચેતીના પગલાં અનુસરીને તમે ઘરમાં પણ પ્રદૂષણ સામે લડત આપી શકો છો. 

1. તમારા ઘરને ધૂમ્રપાન મુક્ત રાખો

ઘરમાં ધૂમ્રપાન કરવું અસુવિધાજનક લાગે છે અને તે તમારા ઘરની અંદરની હવાને અસર કરી શકે છે. ઘરમાં યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે. ઘરમાં ધૂમ્રપાન કરો તો હંમેશા બારીઓ ખુલ્લી રાખો અને યોગ્ય વેન્ટિલેશનની ખાતરી કરો.

2. ઘરમાં છોડ ઉગાડો

હાઉસ પ્લાન્ટ્સ તમારી આસપાસના વાતાવરણમાં સૌંદર્યલક્ષી સ્પર્શ ઉમેરવા ઉપરાંત ઉત્તમ કુદરતી શુદ્ધિકરણ તરીકે પણ કામ આપે છે. એવા ઘણા છોડ છે જે બેન્ઝીન અને ફોર્માલ્ડીહાઈડ જેવા ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે.

 

 તમે સ્પાઈડર પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ, પીસ લીલી, એલોવેરા, બોસ્ટન ફર્ન જેવા પ્લાન્ટ્સ પર પસંદગી ઉતારી ઘરમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)થી બચી શકો છો.

3. નિયમિત સફાઈ

એસી યુનિટ્સ અને હીટિંગ સિસ્ટમ્સના જૂના ફિલ્ટર્સ બદલતાં રહેવું જોઈએ. નબળી જાળવણીવાળી સિસ્ટમો ઘરમાં ધૂળના રજકણો વગેરેનું જોખમ વધારે છે. સાથે જ ગ્રીન ક્લિનિંગ પ્રોડક્ટ્સ પર સ્વિચ કરવાથી તીવ્ર રાસાયણિક અવશેષોથી દૂર રહી શકાશે જે સફાઈ બાદ લાંબો સમય હવામાં રહે છે. 

4. એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો

સારી હવાની ગુણવત્તા જાળવવા માટે ઘરમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો. આમ કરવાથી તમને મુક્તપણે શ્વાસ લેવામાં મદદ મળશે. તે ધૂળ, એલર્જન જેવા ઘરની અંદરના પ્રદૂષકોથી બચાવી હવાની ગુણવત્તામાં સુધારો કરશે અને શ્વસન સમસ્યાઓ અને એલર્જીનું જોખમ ઘટાડશે.

5. નિયમિતપણે વેક્યૂમ કરો

જો ઘરમાં પાલતુ પ્રાણી હોય તો નિયમિતપણે વેક્યૂમ કરવાથી કાર્પેટ વગેરેમાંથી ધૂળ, એલર્જન અને પાલતુ પ્રાણીના અવશેષો દૂર કરવામાં મદદ મળી શકે છે.

6. કાર્પેટનો ઉપયોગ કરવાનું ટાળો

કાર્પેટમાં ધૂળ, પાલતુ પ્રાણીના શરીરના વાળ સહિતની અન્ય ગંદકી વગેરેનો ભરાવો થાય છે.