Air Pollution પ્રી મેચ્યોર ડિલિવરીથી લઈને કેન્સર જેવી ગંભીર બીમારી નોતરી શકે છે

Air Pollution: દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત નબળી પડી રહી છે. ગત તા. 2 નવેમ્બરના રોજ દિલ્હી-એનસીઆરની હવા વધારે ઝેરી બની હતી અને સાંજે 5:00 કલાકે એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર પહોંચી ગયો હતો. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આગામી 15 દિવસ રાજ્ય માટે ખૂબ ક્રિટિકલ હોવાનું જણાવ્યું હતું.  Air Pollutionથી બીમારીઓ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (Air […]

Share:

Air Pollution: દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત નબળી પડી રહી છે. ગત તા. 2 નવેમ્બરના રોજ દિલ્હી-એનસીઆરની હવા વધારે ઝેરી બની હતી અને સાંજે 5:00 કલાકે એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર પહોંચી ગયો હતો. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આગામી 15 દિવસ રાજ્ય માટે ખૂબ ક્રિટિકલ હોવાનું જણાવ્યું હતું. 

Air Pollutionથી બીમારીઓ

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (Air Pollution)નું પ્રમાણ સતત વધી રહ્યું છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. તેના લીધે શ્વાસ, હૃદય અને ફેફસાં સાથે સંબંધિત બીમારીઓ, કેન્સર (Cancer) અને ત્વચાને લગતા રોગ થવાની સમસ્યાઓ પણ વધી શકે છે. 

ડૉક્ટર્સના કહેવા પ્રમાણે પ્રદૂષણના કારણે સોરાયસિસ ફેલાવાનું જોખમ સૌથી વધારે છે. વધી રહેલા પ્રદૂષણના કારણએ લોકોમાં આંખોમાં બળતરા, ગળામાં ખારાશ અને દમ ઘૂંટાવાની ફરિયાદ જોવા મળી રહી છે અને એટલે સુધી કે ગર્ભમાં રહેલા બાળકને પણ પ્રદૂષણથી તકલીફ થઈ રહી છે.

દેશનો 98 ટકા વિસ્તાર પ્રભાવિત 

પહેલા એવું માનવામાં આવતું હતું કે, પ્રદૂષણની સમસ્યા માત્ર ઉત્તર ભારતમાં જ જોવા મળે છે પણ હવે દેશનો 98 ટકા વિસ્તાર વાયુ પ્રદૂષણ (Air Pollution)થી પ્રભાવિત છે. પ્રદૂષણ માટે દિલ્હીનું નામ લેવામાં આવે છે પણ ઘણી વખત મુંબઈ આ મામલે દિલ્હીથી આગળ હોય છે. ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરૂ, હૈદરાબાદ વગેરે પણ પ્રદૂષણની લપેટમાં છે અને તે આખા દેશની સમસ્યા છે.

વધુ વાંચો: વજન ઘટાડયા પછી Hunger Control કરવા માટેની 7ટિપ્સ જાણો

પ્રદૂષણમાં માસ્ક કેટલું ઉપયોગી?

નિષ્ણાતોના કહેવા પ્રમાણે પ્રદૂષણ અને તેના લીધે થતી કેન્સર (Cancer) સહિતની બીમારીઓથી બચવા માટે કપડાંના કે સર્જિકલ માસ્કનો ઉપયોગ કોઈ જ ફાયદો નથી આપતા. પ્રદૂષણથી રક્ષણ માટે માત્ર N95 માસ્ક જ કારગર છે અને યોગ્ય રીતે આ માસ્ક પહેરી રાખવાથી તેટલો સમય પ્રદૂષણના પર્ટિકુલેટ મેટરથી રાહત મળશે. જોકે 24 કલાક માસ્ક પહેરી રાખવું શક્ય નથી.

વધી રહેલા પ્રદૂષણથી નવજાતને સમસ્યા

સતત વકરી રહેલા પ્રદૂષણના કારણે પ્રી મેચ્યોર ડિલિવરી, ડિલિવરી પહેલા મેડીકલ પ્રોબ્લેમ્સ, બાળકના જન્મ બાદ બ્રોન્કાઈટિસ, ન્યૂમોનિયા, આઈ ડેવલપમેન્ટ ઘટવું, ફેફસાંની ક્ષમતા ઘટવી, પ્રીમેચ્યોર હાઈપરટેન્શનની સમસ્યા ઉપરાંત મગજથી લઈને પગ સુધીના દરેક અંગને અસર પહોંચે છે. પ્રદૂષણના કારણે લાખોની સંખ્યામાં પ્રી મેચ્યોર ડેથ થઈ રહ્યા છે. 

વધુ વાંચો: Diwali 2023માં મેકઅપના આ સ્ટેપ્સ ફોલો કરીને મેળવો એકદમ પર્ફેક્ટ લૂક

સ્મોકિંગ ન કરવા છતાં થઈ રહ્યા છે લંગ્સ કેન્સર

એક અહેવાલ પ્રમાણે આજે લંગ્સ કેન્સર (Cancer)ના દર્દીઓ છે તે પૈકીના 50 ટકા લોકો એવા છે જેમણે કદી સ્મોકિંગ નથી કર્યું. દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર હોય તે રોજની 20 સિગરેટ પીવાથી જે નુકસાન થાય તેટલો જ જોખમી છે. આમ દિલ્હીમાં રહેતી દરેક વ્યક્તિ રોજની 20 સિગરેટ પીવા જેટલું નુકસાન ભોગવી રહી છે.